રેકોર્ડ: આવતીકાલે બોક્સઓફિસ રિલીઝ થશે 12 ફિલ્મો

નવી દિલ્હી, 24 જુલાઇ: ફિલ્મ રિલીઝના મુદ્દે આગામી શુક્રવારે એક રેકોર્ડ બનાવવા જઇ રહ્યો છે. આ શુક્રવારે 12 ફિલ્મો રિલીઝ થઇ રહી છે. આ ફિલ્મોમાંથી એક ફિલ્મ પૂનમ પાંડે છે બહુપ્રતીક્ષિત ફિલ્મ 'નશા' પણ છે.

26 જુલાઇ હિન્દી સિનેમાના ઇતિહાસમાં એક રેકોર્ડ બનાવવા જઇ રહ્યો છે. આ રેકોર્ડ એક જ દિવસમાં સૌથી વધુ ફિલ્મો રિલીઝ થવાનો છે. 26 જુલાઇના રોજ એકસાથે 12 ફિલ્મો રિલીઝ થઇ રહી છે. તેમાંથી 6 ફિલ્મો હિન્દી છે, 4 સ્થાનિક ભાષાઓની અને 2 હૉલીવુડની છે.

રિલીઝ થઇ રહેલી હિન્દીની 6 ફિલ્મોમાંથી એકપણ મોટા બેનર કે સ્ટારકાસ્ટની નથી. ત્યારે જોવાનું એ રહે છે કે નાના શહેરોમાં રિલીઝ થાય છે કે નહી એ જોવાનું રહેશે. આવો એક નજર નાખીએ શુક્રવારે રિલીઝ થનારી આ ફિલ્મો પર.

પૂનમ પાંન્ડેની 'નશા'

પૂનમ પાંન્ડેની 'નશા'

આ ફિલ્મ બનતાંની સાથે જ ચર્ચામાં રહી છે. સેક્સ સનસની પૂનમ પાન્ડે આ ફિલ્મથી પોતાનું બૉલીવુડ ડેબ્યૂ કરવા જઇ રહી છે. આ ફિલ્મ એક એવી છોકરીની છે જે પોતાનીથી નાની ઉંમરના છોકરાના પ્રેમમાં પડે છે. ફિલ્મોમાં બોલ્ડનેસ પસંદ કરનાર દર્શક આ ફિલ્મ જોઇ શકે છે.

કોમિક થ્રિલર 'બજાતે રહો'

કોમિક થ્રિલર 'બજાતે રહો'

શશાંત શાહ નિર્દેશિત કોમિક થ્રિલર ફિલ્મ 'બચાતે રહો' પણ 26 જુલાઇના રોજ રિલીજ થશે. ડાર્ક શૈલીની આ કોમેડી ફિલ્મમાં તુષાર કપૂર, વિનય પાઠક અને રણવીર શૌરીએ મુખ્ય ભૂમિકા ભજવી છે. ફિલ્મના ટ્રેલરને સારો પ્રતિભાવ મળી રહ્યો છે.

સની દેઓલની 'આઇ લવ ન્યૂ ઇયર'

સની દેઓલની 'આઇ લવ ન્યૂ ઇયર'

આ ફિલ્મ 26 એપ્રિલના રોજ થવાની હતી. રિલીઝ થવાના ઠીક બે દિવસ પહેલાં તે ટાળી દેવામાં આવી છે. આ સની દેઓલની પહેલી કોમેડી ફિલ્મ છે. આ ફિલ્મમાં સની દેઓલની સાથે કંગના રાણાવત જોવા મળશે. સની દેઓલને કોમેડી કરતાં જોવાની ઇચ્છા રાખનાર આ ફિલ્મને જોઇ શકે છે.

રોમેન્ટિક ફિલ્મ 'લવ યૂ સોણિયો'

રોમેન્ટિક ફિલ્મ 'લવ યૂ સોણિયો'

રોમેન્ટિક ફિલ્મ 'લવ યૂ સોણિયો' પણ 26 જુલાઇના રોજ રિલીઝ થવાની છે. જ્વોય રંજન નિર્દેશિત આ ફિલ્મમાં તનુજ વિરવાની અને નેહા હિંગેએ મુખ્ય ભૂમિકા ભજવી છે. ફિલ્મની સ્ટારકાસ્ટને જોઇને આ ફિલ્મ પાસે વધુ આશા ન કરી શકાય.

પ્રતિક બબ્બરની 'ઇશક'

પ્રતિક બબ્બરની 'ઇશક'

'માઇ નેમ ઇઝ પિંટો' બાદ પ્રતિક બબ્બર ફરી એકવાર 'ઇશક' ફિલ્મ સોલો હીરોના રૂપમાં આવી રહ્યાં છે. તેમની આ રોમેન્ટિક કોમેડી ફિલ્મમાં અમાયરા દસ્તૂર તેમનાથી વિરોધમાં હશે. ફિલ્મનું જે ટ્રેલર અને ગીતો જાહેર થયા છે તેમાં આ જોડી સારી લાગી રહી છે. સલમાન ખાન પણ આ ફિલ્મની પ્રશંસા કરી ચૂક્યાં છે.

કોમિક થ્રિલર 'ઉપ્સ એ દેસી'

કોમિક થ્રિલર 'ઉપ્સ એ દેસી'

કોમિક થ્રિલર ફિલ્મ 'ઉપ્સ એ દેસી' પણ 26 જુલાઇના રોજ રિલીઝ થઇ રહી છે. જેનર જોસ નિર્દેશિત આ ફિલ્મમાં બુલાઇ શાહ અને આનંદ ખાલિદ મુખ્ય ભૂમિકાઓમાં છે. આ ફિલ્મને મોટા શહેરો ઉપરાંત કદાચ જ નાના શહેરોમાં સ્થાન મળશે.

હૉલીવુડ ફિલ્મ ધ વોલેરાઇન

હૉલીવુડ ફિલ્મ ધ વોલેરાઇન

હૉલીવુડ ફિલ્મ ધ વોલેરાઇન પણ આ શુક્રવારે રિલીઝ થઇ રહી છે. આ ફિલ્મમાં હગ જૈકમેને મુખ્ય ભૂમિકા ભજવી છે. આ ઉપરાંત વધુ એક હૉલીવુડ ફિલ્મ ધ ટૂ લિસ્ટ પણ શુક્રવારે રિલીઝ થશે.

પંજાબી અને સાઉથની સાઉથની ફિલ્મો

પંજાબી અને સાઉથની સાઉથની ફિલ્મો

પંજાબી ફિલ્મ 'બેસ્ટ ઑફ લવ' પણ આ શુક્રવારે રિલીઝ થશે. પંજાબી કોમેડી ફિલ્મોના શોખીનો આના પર દાવ લગાવી શકે છે. આ સિવાય તમિળ ભાષાની ત્રણ ફિલ્મો પણ રિલીઝ થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X