For Quick Alerts
For Daily Alerts
Release Rewind : એ રિસ્ક શાહરુખને બાદશાહ બનાવી ગયો...
મુંબઈ, 12 નવેમ્બર : બૉલીવુડના બાદશાહ શાહરુખ ખાને 21 વર્ષ અગાઉ બાઝીગર ફિલ્મમાં વિલનનો રોલ કરી એક જોખમ લીધુ હતું અને તેનો ફાયદો આજે પણ તેમને મળી રહ્યો છે. શાહરુખે ગત વર્ષે જ્યારે આ ફિલ્મની રિલીઝના 20 વર્ષ પૂર્ણ થયા હતાં ત્યારે પણ ફિલ્મના નિર્માતાઓ અને સહ-કલાકારોનો આભાર વ્યક્ત કર્યો હતો.
બાઝીગર ફિલ્મ 12મી નવેમ્બર, 1993ના રોજ રિલીઝ થઈ હતી. શાહરુખે ગત વર્ષે પોતાના ટ્વિટર પેજ ઉપર લખ્યું હતું - બાઝીગરના 20 વર્ષ પૂરા થઈ ગયાં. અબ્બાસ-મસ્તાન, કાજોલ, શિલ્પા (શેટ્ટી) તથા રાખીજી (રાખી ગુલઝાર)નો આભાર. તેમણે ટ્વિટર ઉપર ફિલ્મનો ડાયલૉગ પણ લખ્યો - અભી ભી હાર કર જીતને વાલે કો બાઝીગર કહતે હૈં.
નોંધનીય છે કે બાઝીગર તેવી ફિલ્મોમાંની એક છે કે જેમાં શાહરુખ નેગેટિવ પાત્રમાં નજરે પડ્યા હતાં. શાહરુખ ખાન બાઝીગર ઉપરાંત અંજામ તથા ડર જેવી ફિલ્મોમાં પણ નેગેટિવ રોલમાં દેખાયા હતાં. શાહરુખ ખાનની તાજેતરમાં જ ફરાહ ખાન દિગ્દર્શિત હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મ રિલીઝ થઈ છે. ફિલ્મમાં અભિષેક બચ્ચન અને દીપિકા પાદુકોણે ઉપરાંત સોનૂ સૂદ તથા બોમન ઈરાની પણ લીડ રોલમાં છે.