માધુરી સાથે નવરંગ બનાવવા માંગે છે રેમો ડિસૂઝા
મુંબઈ, 12 જૂન : જાણીતા કોરિયોગ્રાફર રેમો ડિસૂઝા બૉલીવુડના ડાન્સિંગ ક્વીન માધુરી દીક્ષિત સાથે એક મ્યુઝિકલ ફિલ્મ બનાવવા માંગે છે. રેમોએ તો ફિલ્મનું નામ પણ વિચારી લીધું છે, પણ રેમોએ માત્ર એટલું જ કહ્યું કે તેઓ હજુ બસ પોતાની સ્ક્રિપ્ટ ઉપર કામ કરી રહ્યાં છે. આ ફિલ્મ નવરંગ તથા ઝનક ઝનક પાયલ બાજે ઉપર આધારિત હશે.

રેમોએ જણાવ્યું કે તેઓ સમ્પૂર્ણ પ્રયત્ન કરી રહ્યાં છે કે તેમની સ્ક્રિપ્ટ જલ્દીથી જલ્દી પૂરી થઈ જાય. ફિલ્મની વાર્તા લખી લીધા પછી જ હું માધુરી દીક્ષિત સાથે વાત કરીશ અને મને સો ટકા વિશ્વાસ છે કે તેઓ જરૂર માની જશે. રેમોએ સ્પષ્ટ જણાવ્યું કે તેઓ પોતાની સ્ક્રિપ્ટ માધુરીને ધ્યાનમાં રાખી જ લખી રહ્યાં છે.
નોંધનીય છે કે માધુરી દીક્ષિત તથા રેમો ડિસૂઝા કલર્સના જાણીતા ઝલક દિખલા જા શોમાં જજ છે. બંનેની જુગલબંધીના કારણે જ આજે આ શો કલર્સ જ નહિં, તમામ ટેલીવિઝન રિયલિટી શોમાં સૌથી આગળ છે. છેલ્લા એપિસોડમાં કલર્સના મંચ ઉપર પ્રથમ વાર માધુરી અને રેમો બંનેએ સાથે ડાન્સ પણ કર્યો હતો. બંનેએ કાર્યક્રમના અંતે ઝોયા અખ્તરની જાણીતી બૉલીવુડ ફિલ્મ ઝિંદગી ના મિલેગી દોબારાના હિટ ગીત સૈન્યોરિટી... ઉપર ડાન્સ પણ કર્યો હતો. માધુરી લાંબા સમય બાદ વેસ્ટર્ન મ્યુઝિક ઉપર ડાન્સ કરતા દેખાયા હતાં.












Click it and Unblock the Notifications
