Film Review: અજહરે દેશને વેચ્યો કે પોતે વેચાયો?
કોઇ પણ વસ્તુ સારી કે ખરાબ નથી હોતી. આ દુનિયામાં બધુ સફેદ કે બધુ કાળુ પણ નથી હોતું તે જ રીતે તમામ વસ્તુ સાચી કે ખોટી પણ નથી હોતી કેટલીક વસ્તુ તે બન્નેની વચ્ચે પણ હોય છે જેને અંગ્રેજીમાં ગ્રે કહેવાય છે અને આ ગ્રે સેડ વાળી સ્ટોરી છે ફિલ્મ અઝહર.
ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં મોહમ્મદ અઝરુદ્દીન સૌથી સફળ કેપ્ટન છે. પણ સફળતા તેમને જેટલી જલ્દી ઉપર લઇ ગઇ તેટલી જલ્દી તેમને જમીન પર પણ નાંખી દીધી અને આવી જ જીવનની ચઢતી પઢતીનું ઉદાહરણ બની ગયા મોહમ્મદ અઝરુદ્દીન. ત્યારે એક સારા ડ્રામાને આ ફિલ્મ દ્વારા ફ્લોર પર લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

સ્ટોરી
મોહમ્મદ અઝરુદ્દીન ભારતીય ક્રિકેટના નવા સ્ટાર હતા. તેમની પત્ની નૌરીન તેમને ખુબ પ્રેમ કરતી હતી. પણ પછી તેમના જીવનમાં મોટો બદલાવ આવ્યો. તેમની પાસે પૈસા, નામ, દામ, ભારતની કપ્તાની અને સંગીતા નામનો નવો પ્રેમ પણ જીવનમાં આવ્યો. અને આ જ સફળતા તેમની સાથે કંઇક તેવું પણ આવ્યું જેણે અઝહરની જિંદગીને બરબાદ કરી દીધી.

અભિનય
ઇમરાન હાશ્મીએ પોતાના કેરિયરનો બેસ્ટ અભિનય આપ્યો છે. તેના જેટલા વખાણ થાય એટલા ઓછા છે. અને તે એક ક્રિકેટર પણ દેખાય છે. નરગિસ ફખરીએ જોઇએ તેટલું સારું કામ નથી કર્યું. જો કે પ્રાચી દેસાઇ એક દુખી પત્નીનો રોલ કર્યો છે. જે એવરેઝ કહી શકાય તેવો છે.

નિર્દેશન
ટોની ડિસુઝાએ પૂર્ણ પ્રયાસ કર્યો છે કે અઝહર એક મનોરંજનથી ભરપૂર ફિલ્મ લાગે. પણ તેમ છતાં અઝહર અનેક જગ્યાએ છૂટતી નજરે પડે છે. જો કે લારા દત્તાનો કોર્ટ સીન સારી રીતે રજૂ કરવામાં આવ્યો છે.

ગીત સંગીત
આ ફિલ્મમાં સંગીત સ્ટોરી સાથે સેટ નથી થતું. નરગીસ ફિખરીનું ત્રિદેવનું સોંગ ઓયે ઓયે પણ કંઇ ખાસ કાનને ગમે તેવું નથી.

ટેકનીકલી
એક સ્પોર્ટસ ફિલ્મ તરીકે અઝહરમાં વધુ ક્રિકેટ સીન હોવા જોયતા હતા જે નથી. વળી વીએફએક્સ પણ એટલું સારું નથી કર્યું કે રિયલ લાગે.

લેખન અને ડાયલોગ
આ ફિલ્મની સ્ક્રિપ્ટ જોરદાર છે. ક્યાંક ક્યાંક સ્ટોરી તૂટે છે. પણ સસ્પેન્સ બનાવી રાખે છે. વળી ડાયલોગમાં પણ ડ્રામા સાફ દેખાય છે જે તમને બાંધી રાખે છે.

પ્લસ પોઇન્ટ
ઇમરાન હાશ્મી એક પરફેલ્ટ મેલોડ્રામા ફિલ્મ છે તેમાં અનેક ટ્વિસ્ટ અને ટર્ન છે. પણ સચ્ચાઇથી આ ફિલ્મનો કોઇ સંબંધ છે કે નહીં તે કહેવું મુશ્કેલ છે.

નેગેટિવ પોઇન્ટ
ક્રિકેટ પ્રેમીઓના દિલ જીતવામાં આ ફિલ્મ અસફળ રહી છે. વળી ઇમરાન હાશ્મીના સૌથી સારા ટ્રાય બાદ પણ તેમની બોડી લેન્ગવેઝથી લઇને તેમની મજાક કરવાની સ્ટાઇલ સુધી કંઇ પણ ક્રિકેટર જેવું નથી લાગતું.

અમારી રેટિંગ
આ ફિલ્મને અમે 2.5 સ્ટાર આપીએ છીએ. ઇમરાનના પ્રયાસ માટે અને ટોનીની પરફેક્ટ સ્ટોરી માટે આ પોઇન્ટ આપીએ છીએ.
-
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા





Click it and Unblock the Notifications
