For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બુલેટ રાજા રિવ્યૂ : એક્શન છે, પણ વાયલંસ નથી

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 29 નવેમ્બર : સૈફ અલી ખાને પોતાની ફિલ્મ બુલેટ રાજાના પ્રમોશન દરમિયાન જણાવ્યુ હતું કે તેમની ફિલ્મમાં એક્શન છે, પણ વાયલંસ નથી. ફિલ્મ જોયા બાદ સમજાઈ ગયું કે તેઓ આમ કેમ કહેતા હતાં. બુલેટ રાજા પાસે લોકો આ જ અપેક્ષા સેવતા હતાં કે આ એક સામાન્ય એક્શન ફિલ્મ હશે કે જેમાં હીરો પોતાની હીરોગિરી બતાવવા પોતાની શર્ટના બટન તોડી નાંખશે, એક વારમાં ચાર-ચારણ જણાને ઉંચકીને ફેંકી દેશે, ચોતરફ લોહી જ લોહી હશે, પણ બુલેટ રાજામાં આવું કંઈ જ નથી. બુલેટ રાજા એક એક્શન ફિલ્મ જરૂર છે, પણ તેમાંય કૉમેડી અને રોમાંસનો જોરદાર તડકો છે. ફિલ્મના સંવાદો બહેતરીન છે કે જે મિનિટે-મિનિટે હસવા મજબૂર કરે છે. આ એક પારિવારિક ફિલ્મ છે કે જેમાં રોમાંસ કે કૉમેડી નામે કંઈ પણ નૉનવેજ નથી પિરસાયું.

bullet-raja-saif-jimmy
વાર્તા : બુલેટ રાજાની વાર્તા રાજા મિશ્રા (સૈફ અલી ખાન)ની આજુબાજુ ફરે છે કે જે એક સામાન્ય મધ્યમ વર્ગ પરિવારમાંથી આવે છે. એક દિવસ ભૂલથી તે રુદ્ર (જિમી શેરગિલ)ના ઘરમાં થતા લગ્નમાં પહોંચી જાય છે કે જ્યાં રુદ્રના કાકા ઉપર પ્રાણઘાતક હુમલો થાય છે. રાજા રુદ્રના કાકાનો જાન બચાવી એક મોટી મુશ્કેલીમાં ફસાઈ જાય છે. પછી રુદ્ર અને રાજા પાછળ તે ગુન્ડા પડી જાય છે કે જેમણે રુદ્રના કાકા ઉપર હુમલો કર્યો હતો. પછી કેટલીક એવી પરિસ્થિતિઓ પેદા થાય છે કે રુદ્ર અને રાજા પણ આ ગુંડાગિરીમાં જોડાઈ જાય છે અને મોટા રાજકારણી રાજ બબ્બરનો સાથ પણ મેળવી લે છે. પછી એક દિવસ રુદ્રની હત્યા થઈ જાય છે અને તેનો બદલો લેવા રાજા આખી સિસ્ટમ સામે ભિડાઈ જાય છે.

બુલેટ રાજા ફિલ્મનો ફર્સ્ટ હાફ તો હસતા-ગાતા ને મજાક-મસ્તીમાં ક્યારે પસાર થઈ જાય છે ખબર જ નથી પડતી. ફિલ્મ પૂર્ણત્વે ફ્લોમાં ચાલે છે. એક મિનિટ પણ વિચારવાનો સમય નથી આપતી. રુદ્રના મોત બાદ સેકેંડ હાફમાં આખી ફિલ્મ રાજા મિશ્રા એટલે કે સૈફ અલી ખાન ઉપર કેન્દ્રિત થઈ જાય છે. વિદ્યુત જામવાલના એક્શન સીન્સ લાજવાબ છે. એજંટ વિનોદ એટલે કે સૈફ અલી ખાન અને કમાંડો વિદ્યુત જામવાલ વચ્ચેના એક્શન સિક્વંસ પણ ખૂબ જ બહેતરીન છે. વિદ્યુતને એક્શનમાં કોઈ માત ન આપી શકે. ફિલ્મના ગીતો થોડાક નિરાશ કરે છે, પણ જિમી શેરગિલ, સૈફ અલી ખાન, રવિ કિશન અને સોનાક્ષી સિન્હા સૌની એક્ટિંગે આ ખોટ પૂરી દીધી છે.

English summary
Bullet raja is a full entertaining movie with loads of action, comedy and romance. Bullet Raja fails to deliver god music but Saif Ali Khan and Jimmy Shergil both made the movie worth watching.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X