Review : બેટર સિક્વલ છે ડેઢ ઇશ્કિયા, બટ ઇશ્કિયા સાથે નો કમ્પૅર!

ફિલ્મ : ડેઢ ઇશ્કિયા
નિર્માતા : રમન મારૂ, વિશાલ ભારદ્વાજ
દિગ્દર્શક : અભિષેક ચૌબે
કલાકારો : માધુરી દીક્ષિત, નસીરુદ્દીન શાહ, હુમા કુરૈશી, અરશદવારસી
સંગીત : વિશાલ ભારદ્વાજ
સ્ટાર : 4

ઇશ્કિયાનું જ્યારે પણ નામ આવે છે, તો એક જ નામ હૃદયમાં ઉપસી આવે છે અને તે છે વિદ્યા બાલનનું નામ. ઇશ્કિયાની સિક્વલ બનાવીને ફિલ્મના દિગ્દર્શક અભિષેક ચૌબેએ એક ખૂબ જ મુશ્કેલ પગલુ ભર્યું, પરંતુ ફિલ્મ જોયા બાદ સૌને લાગ્યું કે આ પગલુ મુશ્કેલ જરૂર હતું, પણ અભિષેકે ફિલ્મની સિક્વલ સાથે પુરતો ન્યાય કર્યો છે.

જોકે માધુરી દીક્ષિત અને નસીરુદ્દીન શાહ વચ્ચે એક પણ ઇંટીમેટ સીન્સ નહીં ઉમેરીને દર્શકોને અભિષેકે થોડાક નિરાશ જરૂર કર્યાં છે, પરંતુ અરશદ વારસી તેમજ નસીરુદ્દીનના કૉમેડી સિક્વંસ ફિલ્મમાં એટલા બહેતરીન અને ઑનટાઇમ છે કે દર્શકોને ઇંટીમેટ સીન્સની ઉણપ થોડીક ઓછી જ અનુભવાશે. હુમા કુરૈશી તેમજ અરશદ વચ્ચેના કેટલાંક ઇંટીમેટ સીન્સ જરૂર ફિલ્મમાં નાંખવામાં આવ્યાં છે, પરંતુ આમ છતાં માધુરી-નસીર અંગે દર્શકો બહુ ઉત્સુક હતાં. દર્શકોની આ ઉત્સુકતા ઉપર થોડુક પાણી જરૂર ફરી ગયું છે.

આવો તસવીરો સાથે જાણીએ ડેઢ ઇશ્કિયા ફિલ્મની વાર્તા :

પારા-મુનિયા ફરતે વાર્તા

પારા-મુનિયા ફરતે વાર્તા

ડેઢ ઇશ્કિયા ફિલ્મની વાર્તા બેગમ પારા (માધુરી દીક્ષિત) અને તેમની મુનિયા (હુમા કુરૈશી) આસપાસ ફરે છે અને સાથે જ આ બંનેની ફરતે ફરે છે રઝ્ઝાક હુસૈન અલી એટલે કે બબ્બન (અરશદ વારસી) અને ઇફ્તેખાર એટલે કે ખાલૂજાન (નસીરુદ્દીન શાહ).

પૈસા માટે...

પૈસા માટે...

બેગમ પારા અને મુનિયા બંને પૈસા માટે બબ્બન અને ખાલૂજાનને પટાવે છે.

હાથ સાફ કરવાનો ઇરાદો

હાથ સાફ કરવાનો ઇરાદો

બીજી બાજુ ખાલૂજાન અને બબ્બન પણ બેગમ પારા પાસેની વિપુલ મિલ્કતની વાતો વિચારી તેમના મહેલમાં હાથ સાફ કરવાનો ઇરાદો ધરાવે છે.

ઇશ્કની રમત

ઇશ્કની રમત

દગાખોરીની આ રમત વચ્ચે જ બબ્બન અને મુનિયા તથા ખાલૂજાન અને બેગમ પારાના ઇશ્કની પણ રમત ચાલે છે.

સસ્પેંસ

સસ્પેંસ

કોણ કોને મૂરખ બનાવે છે. આ જ ફિલ્મનું સસ્પેંસ છે.

માધુરીનું બેસ્ટ ડાન્સ

માધુરીનું બેસ્ટ ડાન્સ

માધુરી દીક્ષિતે પોતાના બહેતરીન ડાન્સિંગ સિક્વંસ વડે ફિલ્મમાં અનેક સુંદર પળો ઉમેરી છે. માધુરી અને હુમા બંનેનું કામ સુંદર છે, પરંતુ ફરી એક વાર ધક ધક ગર્લની જેમ દર્શકોનો દિલ જીતવામાં માધુરી સફલ રહ્યાં છે.

ઇશ્કિયા સાથે નો કમ્પૅર

ઇશ્કિયા સાથે નો કમ્પૅર

સરવાળે ડેઢ ઇશ્કિયા ખૂબ જ શ્રેષ્ઠ અને ફુલ ઑન કૉમેડી ફિલ્મ છે, પરંતુ આમ છતાં ઇશ્કિયા સાથે તેની સરખામણી ન જ કરી શકાય.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X