• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Review: 'જીંદગી ના મિલેગી દોબારા' એટલે 'દિલ ધડકને દો'

|

[ફિલ્મ રિવ્યૂ] 'જિંદગી ના મિલેગી દોબારા'માં સંબંધો, મિત્રતાની પાંખોને ખોલ્યા બાદ ઝોયા સંબંધોની બીજી બાજું એટલે કે વાસ્તવિકતા સામે લાવવા માટે પોતાની ફિલ્મ દિલ ધડકને દોની સાથે હાજીર છે. આ ફિલ્મમાં સંબંધોના એ પાસાઓ સાથે આપને રૂબરૂ કરાવવામાં આવશે જે ઉપરથી તો ખૂબ જ સુંદર દેખાય છે પરંતુ અંદરથી તે બિલકૂલ ખોખલા છે.

આપણે હંમેશા પોતાની આસપાસ આવા જ સંબંધોથી લોકોની સાથે ટકરાઇએ છીએ જેમના ચહેરાનું હાસ્ય માત્ર એક છળ સમાન હોય છે. હવે તેની પાછળની અસલીયત શું છે એ ઝોયાએ પોતાની ફિલ્મ દિલ ધડકને દોમાં બતાવવાની કોશીશ કરી છે. આમતો ઝોયા અખ્તરની દિલ ધડકને દો આપણા સમાજના ઉચ્ચ વર્ગના પરિવારોની ધડકનોને જ સંભળાવે છે પરંતુ એ કહેવું ખોટું નહીં હોય કે આ મુશ્કેલીઓથી આજે દરેક પરિવાર અને દરેક વ્યક્તિ પસાર થઇ રહી છે.

ભૂમિકા

ભૂમિકા

કબીર મેહરા- જેને પોતાના પિતાના વ્યવસાયમાં કોઇ રસ નથી અને બનવા માગે છે પાયલટ. આયશા મેહરા- આયશાને એક સ્વતંત્ર યુવતી બનવું છે, હાઉસવાઇફ નહીં. એટલા માટે તે પોતાના પતિ પાસે છૂટાછેડા લેવા માંગે છે.

દિલ ધડકને દો

દિલ ધડકને દો

કમલ મેહરા- અનિલ કપૂર એક ટિપિકલ પિતા છે. તેમના બિઝનેસમાં થયેલ નુકસાનની ભરપાઇ એક મોટા બિઝનેસમેનની છોકરી સાથે તેના દીકરાના લગ્ન કરાવીને કરાવવા માગે છે.

નીલમ મેહરા- આ છે કમલ મેહરાની પત્ની જેની ભૂમિકા ભજવી છે શેફાલી શાહે. જેણે ઘરેથી ભાગીને લગ્ન કર્યા હતા અને આજે પણ કમલ મેહરાની તમામ ભૂલો છતા ઘરને બચાવીને ચાલી રહી છે.

વાર્તામાં ટ્વિસ્ટ

વાર્તામાં ટ્વિસ્ટ

આ આખી ફેમિલી 10 દિવસની એક હોલીડે ટ્રિપ પર જાય છે અને અહીંથી જ શરૂ થાય છે આ લોકોની વાર્તા. એક તરફ આયેશા પોતાના લગ્નમાં ખુદને બંધનમાં અનુભવે છે છે. જ્યારે કબીર એ નક્કી નથી કરી શકતો કે તે પોતાના સપના પૂરા કરે કે પ્રેમને નિભાવે. કમલ મેહરા પણ પોતાના પરિવાર અને સમાજની સામે ખુદને એક શાનદાર પરફેક્ટ અને સકસેસફુલ દેખાડવાની દોડમાં લુપ્ત થઇ રહે છે. આ જ છે દિલ ધડકને દોનો ટ્વિસ્ટ.

નિર્દેશન

નિર્દેશન

દિલ ધડકને દોના પહેલા ભાગમાં મોટા ભાગે ક્રૂઝ પર શૂટિંગ કરવામાં આવ્યું છે. જોકે લોકેશન પર વધારે ધ્યાન નહીં આપીને ઝોયાએ પાત્રો પર વદારે ફોકસ કર્યું છે. બીજા ભાગમાં તમામ ટ્વિસ્ટ શરૂ થાય છે. પહેલા ભાગમાં વાર્તા ધીમી ગતિથી શરૂ થાય છે. જોકે ઇંટરવલ બાદ ગતિમાં વધારો થાય છે, અને રસ વધે છે.

સંગીત

સંગીત

ફિલ્મનું સંગીત શાનદાર છે. ક્યાંક ક્યાંક મ્યૂઝિક શોર-બકોર જેવું લાગે છે. પરંતુ શંકર એહસાન લોયનું સંગીત તેજ છે અને યુવાઓ પર સારી એવી પકડ જમાવનારું છે.

અભિનય

અભિનય

ફિલ્મ ખૂબ જ ધીમી છે. એટલા પાત્રો છે કે સૌનો ઇંટ્રોડક્શન અડધો કલાક લઇ લે છે. અનિલ કપૂર અને શેફાલી શાહ શાનદાર છે. રણવીર અનુષ્કાની લવ સ્ટોરી સારી છે પરંતુ અનુષ્કાની પાસે ફિલ્મમાં કરવા માટે વધારે કંઇ નથી.

જોવી કે નહીં

જોવી કે નહીં

રજાઓ છે અને ફેમિલી પણ છે તો ફિલ્મ ચોક્કસ જુઓ. એકવાર ફેમિલી ટ્રિપ તો બને છે. વનઇન્ડિયા તરફથી 4 સ્ટાર મળે છે દિલ ધડકને દોને.

English summary
Zoya Akhtars Dil Dhadakne Do is a family oriented movie. Dil Dhadakne Do is a story of Mehra Family that includes Ail Kapoor, Priyanka Chopra, Ranveer Singh and Shefali Shah.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more