Review : એક વિલનની Love Story છે ‘એક વિલન’!
ફિલ્મ : એક વિલન
નિર્માતા : એકતા કપૂર, શોભા કપૂર
દિગ્દર્શક : મોહિત સુરી
કલાકાર : સિદ્ધાર્થ મલ્હોત્રા, શ્રદ્ધા કપૂર, રીતેશ દેશમુખ, આમના શરીફ, કમાલ આર ખાન
સંગીત : અંકિત તિવારી, મિથુન
સ્ટાર : ***
જબ તક હમ કિસી કે હમદર્દ નહીં બનતે,
તબ તક દર્દ હમસે ઔર હમ દર્દ સે જુદા નહીં હોતે...
કંઇક આવી જ વિચારસરણી છે મોહિત સુરીની ફિલ્મ એક વિલનમાં. આટલી સુંદર વિચારસરણી જે ફિલ્મમાં હોય અને જે ફિલ્મનો આધાર પ્રેમ રાખવામાં આવે, તે ફિલ્મ ખરાબ કઈ રીતે હોઈ શકે? પણ કહેવું પડશે કે મોહિત સુરી આ વખતે પોતાના પ્રેમ અને આશિકી સાથે દર્શકોને જોડવામાં, તેમની આંખોમાં આંસુ લાવવામાં નિષ્ફળ રહ્યાં છે. જોકે તેમણે પ્રયત્નો પુરતા કર્યા હતાં. એક વિલનના ગીતો બહેતરીન છે. અભિનયની વાત કરીએ, તો સિદ્ધાર્થ મલ્હોત્રા, રીતેશ દેશમુખ અને શ્રદ્ધા કપૂર ત્રણેયે પોતાનું બહેતરીન પરફૉર્મન્સ આપ્યું છે. ફિલ્મની વાર્તા પણ બહુ જ એંટરટેનિંગ છે, પરંતુ ક્યાંકને ક્યાંક ફિલ્મના સ્ક્રીનપ્લેમાં તે વાત નથી કે જે મોહિતની અત્યાર સુધીની ફિલ્મોમાં જોવા મળી હતી.
(જરૂર વાંચો : એક વિલન જોવાના 10 કારણો)
વાર્તા : આ એક વિલનની લવ સ્ટોરી છે કે જેમાં કોઈ બીજો આવી વિલન બની જાય છે. ગુરુ (સિદ્ધાર્થ મલ્હોત્રા) એક ગુન્ડો છે. તે બાળપણમાં જ પોતાના માતા-પિતાને ગુમાવી ચુક્યો હતો અને આ જ ગુસ્સાનો બદલો તે આખી દુનિયામાં લોકોને મારી-મારીને લે છે. એક દિવસ ગુરુની મુલાકાત આયેશા (શ્રદ્ધા કપૂર) સાથે થાય છે. આયેશ કોઇક બીમારીથી પીડાય છે અને તેની પાસે સમયબહુ ઓછો છે. તે પોતાના કેટલાક સપના પૂરા કરવા માંગે છે. ગુરુને આયેશાની સાદગી, તેની હસી અને તેની નિખાલસતા સાથે પ્રેમ થઈ જાય છે અને તે આયેશા સાથે આખી જિંદગી પસાર કરવાનો નિર્ણય કરે છે. બીજી વાર્તા છે રાકેશ (રીતેશ દેશમુખ)ની કે જે પોતાની પત્ની સુલોચના (આમના શરીફ)ને બહુ પ્રેમ કરે છે, પરંતુ આમના એવી છે કે તે ક્યારેય રીતેશથી સંતુષ્ટ જ નથી થતી. તેની ઇચ્છાઓ બહુ ઉંચા પ્રકારની છે.
હવે ગુરુ-આયેશા અને રાકેશ-સુલોચનામાંથી કોણ કોની જિંદગીનો વિલન બને છે અને ફિલ્મની વાર્તા શું ટ્વિસ્ટ-ટર્ન લે છે? આ જાણવા માટે આપે એક વિલન જોવી જ રહી. ફિલ્મ સાથે જોડાયેલ કેટલાક ખાસ પાસાઓ અમે અહીં રજૂ કરી રહ્યાં છીએ :

શ્રેષ્ઠ અભિનય
અભિનયની વાત કરીએ, તો એક વિલનમાં સિદ્ધાર્થ મલ્હોત્રાએ બહેતરીન અભિનય કર્યો છે. રીતેશે પણ પોતાની રીતે દરેક સીનમાં પ્રાણ પૂરવાનો પ્રયત્ન કર્યો છે. જોકે કેટલાક સીન્સમાં શ્રદ્ધા કપૂર થોડીક ઓવર એક્ટિંગ કરતા જણાયાં, પરંતુ ઓવરઑલ તેઓ સુંદર લાગ્યાં છે. ઉપરાંત કમાલ આર ખાનના પણ કેટલાક સીન્સ છે કે જે ઘણા ઢીલા છે.

હિટ ગીતો
એક વિલના ગીતો ફિલ્મનો જાન છે. તેરી ગલિયાં... બંજારા... ગીતોએ તો ચાર્ટબસ્ટર્સ લિસ્ટમાં ધમાલ મચાવી રાખી છે. ફિલ્મ ભલે થોડીક બોરિંગ અનુભવાતી હોય, પણ વચ્ચે-વચ્ચે ગીતો આવી લોકોને એંટરટેન કરે છે.

મનોરંજક પ્લૉટ
એક વિલનની વાર્તાનો આધાર સારો છે અને જો કદાચ સ્ક્રીનપ્લે સારૂ હોત, તો ફિલ્મ બહેતરીન બની હોત. વાર્તામાં વધુ સસ્પેંસ ઉમેરી શકાયુ હોત, પણ એવું લાગ્યું કે મોહિત સુરીએ લંચના ટાઇમે સ્ટાર્ટર્સ સાથે જ મેન કોર્સ તથા સ્વિટ ડિશ સાથે જ પિરસી નાંખી છે.

નબળું સ્ક્રીનપ્લે
એક વિલનમાં એક સીનથી બીજા સીનમાં જવા દરમિયાન જે ગૅપ છે, તે બહુ ખરાબ છે. અનેક વખત ફિલ્મની વાર્તાથી લોકો કનેક્ટ થાય છે, પણ અચાનક જ આ કનેક્શન તુટી જાય છે. અનેક સીન્સ એવા છે કે જેમનો કોઈ મતલબ જ નથી. જેમ કે ખુલ્લી જીપના કાંચ ઉપર વારંવાર એસીનુ પાણી જામી જવું.

જોવી કે નહીં?
મોહિત સુરીની ફિલ્મ છે. એટલે એક વાર તો જોવી જ જોઇએ. ફિલ્મમાં અભિનય બહેતરીન છે અને સાથે જ ફિલ્મનું સંગીત પણ ફિલ્મને જોવાલાયક ગણવા માટેનું કારણ બની શકે છે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત



Click it and Unblock the Notifications
