Review: હમારી અધૂરી કહાની- લગ્ન બાદ દરેક સંબંધ વ્યભિચાર છે
[ફિલ્મ રિવ્યૂ] અર્થ ફિલ્મ બાદ મહેશ ભટ્ટે એક વાર ફરી કલમ ઊઠાવી છે. આ વખતે તેમની કલમથી નીકળી છે વધુ એક 'અધૂરી કહાની' જેને પર્દા પર ઉતારવામાં વિદ્યા બાલન, ઇમરાન હાશમી અને રાજકુમાર રાવે મદદ કરી છે. કહેવાય છે કે જે સંબંધ જેટલો અધૂરો હોય છે તે એટલો જ સુંદર હોય છે. તો 'હમારી અધૂરી કહાની ફિલ્મનું શીર્ષક જેટલું અધૂરું છે ફિલ્મ એટલી જ ઉમદા છે.'
વિદ્યા બાલન જેવી શાનદાર અભિનેત્રી જો ફિલ્મની મુખ્ય ભૂમિકા નિભાવે તો જાહેર વાત છે કે ફિલ્મથી દર્શકોની આશાઓ વધી શકે છે અને વિદ્યા પણ ક્યારેય દર્શકોને નિરાશ નથી કરતી. હમારી અધૂરી કહાનીને લઇને પણ દર્શકોને જેટલી આશાઓ છે અમને આશા છે કે તેઓની તમામ આશાઓ સિનેમાઘરોમાં પૂરી થઇ જશે.
અહીં આપના માટે અમે લઇને આવ્યા છીએ હમારી અધૂરી કહાનીનો ફિલ્મ રિવ્યૂ...

કહાની
ફિલ્મની શરૂઆત થાય છે વિદ્યા બાલન એક સુમસામ રસ્તા પર એકલી ચાલી રહી છે. આંખોમાં નરમાશ છે અને ખાલી હાથોની સાથે. રસ્તા પર લથડી પડે છે અને મરી જાય છે.

પ્રભાવ નથી છોડતી
ફિલ્મનો પહેલો ભાગ ખૂબ જ સામાન્ય છે. એક પણ એવો સીન અથવા સંવાદ નથી જે આપને યાદ ના રહે.

અભિનય
વિદ્યા બાલન અને ઇમરાનનો અભિનય શાનદાર છે. વિદ્યા જોકે દરેક સીનમાં પોતાના શાનદાર અભિનયથી દરેક સીનમાં બાજી મારી ગઇ છે.

દુબઇની સુંદરતા
ફિલ્મનું પિક્ચરાઇઝેશન સુંદર છે. દુબઇની સુંદરતા દરેક સીનમાં નાખવામાં આવી છે.

રાજકુમાર રાવ
લોકોની તમામ આશા રાજકુમાર રાવ પર છે કે ફિલ્મમાં તેમની એન્ટ્રી થતા જ વાર્તામાં કંઇક ટ્વિટ્સ આવશે.

સંગીત
હમારી અધૂરી કહાનીનો બેસ્ટ પાર્ટ છે તેનું સંગીત. ખાસ કરીને ફિલ્મનું ટાઇટલ ટ્રેક હમારી અધૂરી કહાની એ પણ અરિજિત સિંહની અવાજમાં હૃદયસ્પર્શી છે. તેની સાથે જ હમનવા ગીત પણ ખૂબ જ સુંદર છે.

જોવી કે નહીં
હમારી અધૂરી કહાનીથી દર્શોને જેટલી પણ આશા હતી તે હિસાબે તે ફિલ્મ ક્યાંય પણ ટકતી નથી. જો અભિનયની વાત કરીએ તો ફિલ્મ શાનદાર છે રાજકુમાર રાવની વાત કરીએ તો ફિલ્મ સુંદર છે, રાજકુમાર રાવ પોતાના દરેક સીનમાં બેસ્ટ છે, સાથે જ ઇમરાને પણ બીજા ભાગમાં સીન્સમાં ઘણા સારા એક્સપ્રેશન આપ્યા છે. વિદ્યા બાદલ જોકે ક્યાંક ચૂકતી દેખાઇ છે.












Click it and Unblock the Notifications
