ફિલ્મ રિવ્યૂ: પ્રેમ રતન ધન પાયો, જોવી કે નહી
ફાઇનલી જે ફિલ્મની તમામ દર્શકો અને ક્રિટીક્સ કાગડોળે રાહ જોઇ રહ્યા હતા તે ફિલ્મ પ્રેમ રતન ધન પાયો આજે દુનિયામાં રિલિઝ થઇ ગઇ છે. ત્યારે આ ફિલ્મના રિલિઝ થયા બાદ તમામ લોકો તે તમામ સવાલોનો જવાબ આપી શકશે કે, શું આ ફિલ્મ સુપરહીટ જશે? શું આ ફિલ્મને 300 કરોડની ક્લબમાં આવશે? શું ફરી એક વાર સલમાનના પ્રેમનો જાદુ ચાલશે? શું સલમાન અને સૂરજ બડજાત્યાની જોડી ફરી એક રૂપેરી પડદે તેનું મેઝિક ચલાવશે?
નોંધનીય છે કે જ્યારથી પણ આ પ્રોજેક્ટ રિલિઝ થયો છે ત્યારથી "પ્રેમ ઇઝ બેક"નું સ્લોગન ચાલી રહી રહ્યું છે. જો કે હાલમાં જ આ સ્લોગનને બદલી તમારી દિવાળી પ્રેમ સાથે ઉજવો તેવું સ્લોગન લગાવામાં આવ્યું હતું. નોંધનીય છે કે આ ફિલ્મ ભારતના 2600 થિયેટરોમાં એક સાથે આજે રિલિઝ થશે. અને દિવાળીના તહેવારોની રજાના કારણે આ ફિલ્મના રિલિઝ પહેલા તેનું એડવાન્સ બુકિંગ પણ થઇ ગયું હતું.
ત્યારે આ ફિલ્મની સ્ટોરી શું છે. અને આ ફિલ્મ જોવા જેવી ખરી કે નહીં તે વિષે જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં. આ ફિલ્મને અમે 3.5 સ્ટાર આપ્યા છે. અને આવનારા સમયમાં આ ફિલ્મ સુપરડુપર હિટ રહેશે તે વાતમાં શંકાને કોઇ સ્થાન નથી.

સ્ટોરી
આ ફિલ્મની સ્ટોરી ખુદ સૂરજ બડજાત્યા લખી છે. આ ફિલ્મની સ્ટોરી જાણીતી નવકથા "ધ પ્રિઝનર ઓફ જેન્ડો"થી ધણી મળતી આવે છે પણ તેની કોપી નથી. અને હા આ ફિલ્મમાં જુડવા બાદ ફરી એક વાર સલમાન ખાન ડબલ રોલમાં દેખાવાના છે.

સ્ટોરી
આ ફિલ્મની સ્ટોરી એક રાજકુમારના જીવન પર આધારિત છે જેને એક રાજકુમાર તરીકે નહીં પણ એક સામાન્ય વ્યક્તિ તરીકે જીવન જીવવું હોય છે. તેની તેનું આ સપનું સાચું લાગવા લાગે છે જ્યારે તેને તેનો એક હમશકલ મળી જાય છે. તે જ્યાં એક બાજુ તેના હમશકલને રાજમહેલમાં ગોઠવી સામાન્ય માણસનું જીવન માણે છે ત્યાં જ તેના જીવનમાં તેના ભાઇ નીલ નિતિન મુકેશ દ્વારા અનેક પ્રશ્નો ઊભા કરવામાં આવે છે.

સ્ટોરી
રાજકુમારનો નાનો ભાઇ જ્યાં તેની સત્તા લેવા માંગે છે ત્યાં રાજકુમારને રાજકુમારી મૈથલી (સોનમ કપૂર) સાથે પ્રેમ પણ થાય છે. ઇન્ટરવલ બાદ ફિલ્મની સાથે ખૂબ જ રસપ્રદ થાય છે. અને કેવી રીતે સલમાન તેનો સત્તા અને પરિવાર પાછો મેળવે છે તે આ ફિલ્મમાં બતાવ્યું છે.

નિર્દેશન
સૂરજ બડજાત્યાએ સુંદર નિર્દેશન કર્યું છે. છેલ્લે સુધી તે રીતે ડબલ રોલની સસપેન્સ જાળવી રાખ્યું છે કે દર્શકોને જોવાની મઝા આવે. વળી ક્લાઇમેક્સ પણ સરસ છે. વૈભવી સેટ, સુંદર સિનેમોગ્રાફીને તમને રૂપેરી પડદે જોવી ગમશે.

સલમાન ખાન
અભિનયની દ્રષ્ટ્રિએ જોઇએ તો સલમાન ખાન તેના બન્ને રોલમાં છવાઇ ગયો છે. ખાસ કરીને જ્યારે તે કોમનમેન રૂપમાં રાજકુમાર બનીને આવે છે ત્યારે મસ્ત કોમેડી થાય છે. બાકી વનલાઇનર અને ફાઇટિંગમાં પણ સલમાનખાન તેના ચાહકોને બિલકુલ પણ નિરાશ નહીં કરે તે વાત પાક્કી છે.

અભિનય
તે સિવાય સોનમ કપૂર, નિલ નિતિન મુકેશ, અનુપમ ખેર, સ્વરા ભાસ્કર તમામ પોતાનો રોલ સારી રીતે નિભાવ્યો છે. નિલ અને સ્વરાએ ફરી તેમની ટેલેન્ટની છાપ છોડી છે. તો સોનમ રાજવી લૂકમાં સુંદર લાગી રહી છે.

જોવી કે નહીં
તમે સલમાનના ફેન હોવ તો આ ફિલ્મ એક વાર જોવી જ રહી. તમે સલમાનના ફેન ના પણ હોવ તેમ છતાં આ ફિલ્મ એક વાર તો જોવી જ રહી. આ ફિલ્મ સંપૂર્ણપણે પારિવારિક ફિલ્મ છે. તો દિવાળીમાં પરિવાર સાથે આવી પારિવારિક ફિલ્મ તમે કદાચ જોવી ગમશે.

સુપરહિટ જશે
જે રીતે અન્ય ક્રિટિક અને દર્શકોના રિવ્યૂ આવી રહ્યા છે તે જોતા આ ફિલ્મના સુપરહિટ જવાના ચાન્સ વધુ છે. લોકોએ આ ફિલ્મને લઇને પોઝિટિવ રિસ્પોસ આપ્યો છે.
-
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી










Click it and Unblock the Notifications
