Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

આર રાજકુમાર રિવ્યૂ : પ્યાર પ્યાર પ્યાર યા માર માર માર!

ફિલ્મ : આર રાજકુમાર
નિર્માતા : સુનીલ એ લુલા
દિગ્દર્શક : પ્રભુ દેવા
કલાકારો : શાહિદ કપૂર, સોનાક્ષી સિન્હા
સંગીત : પ્રીતમ ચક્રવર્તી
સ્ટાર : 3.5

પ્રભુ દેવાની ફિલ્મ આર રાજકુમાર આજે રિલીઝ થી ગઈ. આર રાજકુમારના નામનું સસ્પેંસ પણ આજે ખુલી જશે કે આરનો ફુળ ફૉર્મ આખરે છે શું? અગાઉ ફિલ્મનું નામ રૅમ્બો રાજકુમાર હતું, પરંતુ પાછળથી તેને આર રાજકુમાર કરી દેવાયું. આ આર એટલે શું? પ્રભુ દેવાએ આ સવાલના જવાબમાં જણાવ્યુ હતું કે છઠી ડિસેમ્બરે ખબર પડી જશે. અમે આપને બતાવી દઇએ કે તેનો મતલબ શું છે? હકીકતમાં આર રાજકુમારમાં આરનો મતલબ રોમિયો છે. ફિલ્મના હીરો શાહિદ કપૂરનું નામ ફિલ્મમાં છે રોમિયો રાજકુમાર. આ ફિલ્મ સમ્પૂર્ણપણે પ્રભુ દેવા સ્ટાઇલ ફિલ્મ છે કે જેમાં આશ્ચર્યમાં મૂકનાર એક્શન સિક્વંસ તથા સાથે જ દર્શકોને પણ પોતાની સીટ ઉપરથી ઉઠાડી દે તેવા ડાન્સિંગ નંબર્સ છે. આ બધુ પ્રભુ દેવાની ફિલ્મોના પ્લસ પૉઇંટ્સ કાયમ હોય જ છે.

વાર્તા : આર રાજકુમાર ફિલ્મની વાર્તા રોમિયો રાજકુમાર (શાહિદ કપૂર)ની આસપાસ ફરે છે કે જે એક ગુન્ડો છે અને શિવરાજ (સોનૂ સૂદ) નામે કુખ્યાત એક ગુન્ડાની ટીમ સાથે જોડાયેલો છે. રોમિયોની નજર એક દિવસ ચંદા (સોનાક્ષી સિન્હા) સાથે મળે છે અને તેને પહેલી જ નજરમાં ચંદા સાથે પ્રેમ થઈ જાય છે. ચંદા રાજકુમારને એક ગુન્ડો અને લફંગો સમજી તેને ઘણુ બધુ સંભળાવે છે, પણ અંતે રાજકુમારના પ્રેમ અને તેની વારંવાર ચંદા નજીક આવવાની કોશિશોના પગલે ચંદા પણ રાજકુમારની નિકટ આવી જાય છે. ચંદા પણ તેને પ્રેમ કરવા લાગે છે, પરંતુ ત્યારે જ એક દિવસ શિવરાજની નજર પણ ચંદા ઉપર પડે છે અને તે પણ ચંદાને પ્રેમ કરી બેસે છે. પછી રોમિયો અને શિવરાજ વચ્ચે શરૂ થાય છે ચંદા માટેનો જંગ. શિવરાજ તમામ મોટા-મોટા ગુન્ડાઓના લીડર્સને પોતાની સાથે મેળવી રોમિયો રાજકુમાર સાથે વિશ્વાસઘાત કરે છે અને તેની હત્યાની કોશિશ કરે છે.

હવે શું રાજકુમાર શિવરાજને હરાવી પોતાની ચંદા સાથે લગ્ન કરી શકશે? આ જાણવા માટે તો આપે ફિલ્મ જોવી જ રહી. હાલ તો આટલુ કહી શકાય કે આર રાજકુમાર એક કમ્પ્લીટ એંટરટેનર છે અને ફિલ્મમાં બહેતરીન ડાન્સ, એક્શન તથા રોમાંસ છે. ફિલ્મના દરેક દૃશ્યમાં પ્રભુ દેવાની છાપ જોઈ શકાય છે. જોકે ફિલ્મ અંતિમ ભાગમાં થોડીક બોરિંગ થઈ જાય છે, પણ સરવાળે આર રાજકુમાર દર્શકોને પસંદ પડે તેવી ફિલ્મ છે. ફિલ્મના કૉમેડી સિક્વંસ પણ ઘણા મજાના છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X