Review : આ 10 Reasons રાજા નટવરલાલને બનાવશે Big Flop!
ફિલ્મ : રાજા નટવરલાલ
નિર્માતા : રૉની સ્ક્રૂવાલા, સિદ્ધાર્થ રૉય કપૂર
દિગ્દર્શક : કુણાલ દેશમુખ
કલાકારો : ઇમરાન હાશમી હુમૈમા મલિક, પરેશ રાવલ, દીપિક તિજોરી, કે કે મેનન, કુણાલ દેશમુખ
રેટિંગ : 2.5/5
આજે રૂપેરી પડદે કુણાલ દેશમુખની ફિલ્મ રાજા નટવરલાલ રિલીઝ થઈ ગઈ. ઇમરાન હાશમીના ફૅન્સ ખાસ આ ફિલ્મની રાહ જોતા હતાં. ફિલ્મમાં તમામ મસાલાઓ છે કે જે ઇમરાનના ફૅન્સને ગમશે. જોકે ફિલ્મમાં અમુક બનાવો એવા બને છે કે જેના અંગે લોકોમાં આશ્ચર્યમાં પડી જશે કે આવું કેમ બન્યું. ફિલ્મના ઘણા બધા એવા પાસા છે કે જે ફિલ્મને બિગ ફ્લૉપ બનાવવા માટે કાફી છે.
ઇમરાન હાશમીએ સારૂ કામ કર્યુ છે, તો પરેશ રાવલ ફિલ્મનો જાન છે, જ્યારે ખલનાયક તરીકે કે કે મેનન અને લાંબા સમય બાદ પડદા પર નજરે પડેલા દીપક તિજોરીનું કામ સરેરાશ છે. નવોદિત પાકિસ્તાની અભિનેત્રી હુમૈમા મલિક માત્ર હુશ્નના જલ્વા પાથરવા માટે જ લેવાયા હતાં અને તેમણે સારૂમ કામ કર્યુ છે. હુમૈમાએ ઇંટીમેટ અને કિસિંગ સીન આપવામાં ખટકાટ નથી બતાવ્યો. તેમની જોરદાર બોલ્ડનેસ દર્શકોને આકર્ષશે. રાજા નટવરલાલ ફિલ્મના ગીતોને વાત કરીએ, તો તે પણ સરેરાસ જ છે. એક-બે ગીતો જ સારા છે. હા, ફિલ્મના કેટલાક ડાયલૉગ હાસ્ય ઉપજાવનાર છે.
વાર્તા : રાજા નટવરલાલ ફિલ્મ એક ગઠિયા રાજા (ઇમરાન હાશમી) અને તેના જિગરજાન મિત્ર રાઘવ (દીપક તિજોરી)ની મૈત્રીથી શરુ થાય છે. બંને એક-બીજાને ખૂબ પ્રેમ કરે છે અને સાથે મળી નાની-મોટી ચોરીઓ કરે છે, પણ એક દિવસ મોટો હાથ મારવાના ચક્કરમાં રાઘવનું ખૂન થઈ જાય છે. ખૂન પાછળ મોટા માફિયા અને ક્રિમિનલ વર્દા યાદવ (કે કે મેનન)નો હાથ હોય છે. રાજા તેનાથી બદલો લેવાનો સંકલ્પ કરે છે, પણ તે એકલો છે. તે જ સમયે તેની મુલાકાત તેના કરતા મોટા ગઠિયા યોગી (પરેશ રાવલ) સાથે થાય છે કે જે વર્દાને પહોંચી વળવા માટે રાજાની મદદ કરે છે. દરમિયાન રાજાની પ્રેમિકા જિયા (હુમૈમા મલિક) એક બાર ડાન્સર છે. તે પણ રાજાની મદદ કરે છે. હવે જોવાનું એ રહે છે કે રાજા કઈ રીતે વર્દાનું કામ તમામ કરે છે?
ચાલો તસવીરો સાથે જોઇએ રાજા નટવરલાલની બિગ ફ્લૉપ થવાની શક્યતા માટેના 10 કારણો :

નવાપણુ નહીં
રાજા નટવરલાલની સૌથી મોટુ નબળુ પાસુ એ છે કે તેમાં કંઈ નવાપણુ નથી.

નો કેમિસ્ટ્રી
હુમૈમા મલિક અને ઇમરાન હાશમી વચ્ચેની ઑન-સ્ક્રીન કેમિસ્ટ્રી બની જ નહીં.

હુમૈમા મલિક
હુમૈમા મલિક ટૅલેંટેડ એક્ટ્રેસ છે. આ તેની ડેબ્યુ ફિલ્મ છે, પરંતુ તેમના કોઈ એક્સ ફૅક્ટર નથી.

ઇમરાન હાશમી
ઇમરાન હાશમીએ પોતાની છાપ કરતા કંઇક અલગ પ્રકારની ફિલ્મ કરવાની કોશિશ કરી છે, પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા છે.

સંગીત
ઇમરાનની ફિલ્મોમાં સામાન્ય રીતે ગીત-સંગીત સારૂ હોય છે, પરંતુ રાજા નટવરલાલમાં તેનો અભાવ છે.

વીક પ્લૉટ
બૉલીવુડમાં અનેક ફિલ્મો કૉન-મૅન આધારિત બની ચુકી છે. આમ ફિલ્મની વાર્તામાં કોઈ ગ્રિપિંગ નથી.

માર્કેટિંગ ચીલાચાલુ
ફિલ્મની ટીમની માર્કેટિંગ સ્ટ્રૅટેજી પણ ચીલાચાલુ રહી કે જે ઑડિયંસને થિયેટર સુધી ખેંચી લાવવામાં કદાચ સફળ નહીં થાય.

કંટાળાજનક કિસિંગ સીન
ઇમરાન હાશમી કિસિંગ સીન્સ માટે જાણીતા છે, પરંતુ કેટલી વખત? ઇમરાને ડિફરંટ રણનીતિ અપનાવવી પડશે અને કિસિંગ સીન્સ બંધ કરવા પડશે.

દિગ્દર્શક કુણાલ
કુણાલ દેશમુખ જન્નત અને જન્નત 2 જેવી સફળ ફિલ્મો આપી ચુક્યા છે, પરંતુ ઑડિયંસ એક જુદા નામથી જન્નત 3 જોવા માંગે છે.

નબળું ટ્રેલર
કોઈ ફિલ્મનું ટ્રેલર આખી ફિલ્મનો પ્લૉટ હોય છે આધાર હોય છે, પરંતુ રાજા નટવરલાલનું ટ્રેલર લોકોને ઇમ્પ્રેસ કરવામાં નિષ્ફળ રહ્યુ હતું કે જેની અસર ફિલ્મના બિઝનેસ પર ચોક્કસ પડશે.













Click it and Unblock the Notifications
