ફિલ્મ રિવ્યૂ : નબળો છે અંકુર અરોરા મર્ડર કેસ!

મુંબઈ, 14 જૂન : એક સત્ય ઘટના પર આધારિત ફિલ્મ અંકુર અરોરા મર્ડર કેસ એક માસ નહિં, પણ ક્લાસ ફિલ્મ છે કે જે માત્ર તેવા લોકોને ગમશે કે જેઓ ફિલ્મની વાર્તાને એક રિયલિટી સાથે જોડતાં જોશે. ફિલ્મની વાર્તામાં સ્ક્રિપ્ટ રાઇટરે ઘણું બધુ એવું લખ્યું છે કે જેની જરૂર નહોતી, પણ જે ઉદ્દેશે ફિલ્મ બનાવાઈ છે, તે જો લોકો સમજશે, તો તેમને ફિલ્મ સારી લાગશે. નહિંતર સામાન્ય નજરે જોઇએ તો નબળો છે આ અંકુર અરોરા મર્ડર કેસ.

ફિલ્મમાં સૌથી સારો અભિનય ટિસ્કા ચોપરાએ કર્યું છે. ટિસ્કા ચોપરા માતાના રોલમાં છે. એક સિંગલ મધર જ્યારે પોતાના બાળકને ગુમાવે છે, ત્યારે તેની હાલત કેવી થાય છે, તે પડદા ઉપર ટિસ્કાએ સારી રીતે જીવી બતાવ્યું છે, તો એક વિલન તરીકે કે કે મેનને શાનદાર અભિનય કર્યો છે. હકીકતમાં તેઓ એક ગઢાયેલા અભિનેતા છે. રહી વાત ફિલ્મના બાકીના કલાકારોની તો અર્જુન માથુર, પૉલી, પાઉલી ડૅમ તથા વિશાખા સિંહે માત્ર સરેરાશ પ્રદર્શન કર્યું છે.

ફિલ્મ એક દર્દભરી વાર્તા છે. તેથી ગીત-સંગીત પણ ફિલ્મમાં પરાણે થોપાયું લાગે છે. એકાધ દૃશ્ય જોઈ ફિલ્મમાં જરૂર આશ્ચર્ય થાય છે. ફિલ્મના કેટલાંક દૃશ્ય માનવીને હચમચાવી મૂકે છે કે જેથી પ્રતીતિ થાય છે કે ફિલ્મ ઘણી ખામીઓ છતાં જોવા યોગ્ય છે. જોકે ફિલ્મના દિગ્દર્શનમાં ઘણી ઉણપો છે કે જેથી સુહૈલ ટટારી દિગ્દર્શિત ભટ્ટ કૅમ્પની આ ફિલ્મ દર્શકોને આકર્ષવામાં નિષ્ફળ નિવડી છે.

નબળું દિગ્દર્શન

નબળું દિગ્દર્શન

નબળું દિગ્દર્શન, વાર્તામાં તારતમ્ય નથી, પણ છતાં ફિલ્મ ઠીકઠાક છે.

ગીત-સંગીત બેકાર

ગીત-સંગીત બેકાર

ફિલ્મનું ગીત-સંગીત પણ બેકાર છે.

ટિસ્કા-મેનન છવાયાં

ટિસ્કા-મેનન છવાયાં

ફિલ્મમાં ટિસ્કા ચોપરા તથા કે કે મેનન છવાઈ ગયાં છે. તેઓએ સારૂં કામ કર્યું છે.

માસ નહિં, ક્લાસ ફિલ્મ

માસ નહિં, ક્લાસ ફિલ્મ

સત્ય ઘટના પર આધારિત ફિલ્મ અંકુર અરોરા મર્ડર કેસ એક માસ નહિં, પણ ક્લાસ ફિલ્મ છે.

સત્યનો સાક્ષાત્કાર

સત્યનો સાક્ષાત્કાર

સત્યનો સાક્ષાત્કાર કરવા માંગતા હોવ, તો આ ફિલ્મ જોઈ શકાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X