SKSE Review : કુંવારા માટે એંટરટેનિંગ, પરિણીતો માટે આપવીતી!

Posted By:
Subscribe to Oneindia News

મુંબઈ, 28 ફેબ્રુઆરી : આજની પેઢી લગ્નના નામે જ બી જાય છે. તેને પોતાની આઝાદી તથા મનમાની કરવાની છૂટથી દૂર થવાની વાત વિચારીને જ પરસેવો આવવા લાગે છે. લગ્નના સાઇડ ઇફેક્ટ્સ અંગેનો વિચાર કરી જ યુવાનો ભયભીત થઈ જાય છે. ફરહાન અખ્તર તથા વિદ્યા બાલનની ફિલ્મ શાદી કે સાઇડ ઇફેક્ટ્સમાં લગ્ન બાદ થતી સાઇડ ઇફેક્ટ્સને ખૂબ જ ઉંડાણપૂર્વક તથા હૃદયપૂર્વક બતાવવાની કોશિશ કરાઈ છે.

જ્યાં સુધી એક્ટિંની વાત છે, તો વિદ્યા બાલન તેમજ ફરહાન અખ્તર જેવા બહેતરીન કલાકારો પાસે જેવી અપેક્ષા હતી, તેના કરતા પણ વધુ સારૂં કામ આ બંનેએ પોતાના પાત્રો માટે કરી બતાવ્યું છે. પ્રેમ, ઝગડો, રિસામણા-મનામણા, લગ્ન બાદના આ તમામ અહેસાસોને પડદે ઉતારવામાં વિદ્યા અને ફરહાનનો જવાબ નથી. કદાચ બંને પરિણીત છે, તેથી પણ લગ્નના સાઇડ ઇફેક્ટ્સને બંનેએ માત્ર ભજવી જ નહીં, પણ જીવી બતાવ્યું છે. વિદ્યા બાલન માટે લગ્નની સૌથી મોટી સાઇડ ઇફેક્ટ્સ છે પોતાના માતા-પિતાનું ઘર છોડવું.

વાર્તા : શાદી કે સાઇડ ઇફેક્ટ્સની વાર્તા છે અનુજ (ફરહાન અખ્તર) તથા તૃષા (વિદ્યા બાલન)ની. અનુજ બાળપણમાં પોતાના માતા-પિતાના છુટાછેડાને ખૂબ જ નજીકથી જોઈ ચુક્યો છે. તે પોતાના અને તૃષાના લગ્નને બહેતરીન બનાવવા માટે કેટલાંક આઇડિયા શોધે છે અને તે લાગૂ કરી તૃષાને કાયમ ખુશ રાખવાની કોશિશ કરતો હોય છે કે જેથી તે પોતાના પરિણીત જીવનમાં શાંતિ લાવી શકે, પણ લગ્નના સાઇડ ઇફેક્ટ્સમાંથી બચવા અનુજની આ યુક્તિઓ પણ કારગત નથી નિવડતી અને પિતા બનવાના નિર્ણય બાદ અનુજ પોતાના પરિણીત જીવનમાં શાંતિ જાળવી રાખવામાં નિષ્ફળ થઈ જાય છે. પોતાની મુશ્કેલીઓના પગલે અનુજ પોતાના પરિણીત જીવનમાંથી ભાગવાની કોશિશ કરે છે અને પોતાના માટે એક જુદી દુનિયા શોધે છે કે જ્યાં તે પોતાની રીતે પોતાની ઇચ્છાઓ સાથે જીવી શકે, પણ આ જ ભૂલ અનુજને તૃષાથી દૂર કરી દે છે. હવે શું અનુજને સમયસર પોતાના લગ્ન જીવનને બચાવવાની તક મળે છે? શું ફરીથી તૃષા અને અનુજના લગ્ન પાટે ચડે છે? આ જાણવા માટે તો આપે શાદી કે સાઇડ ઇફેક્ટ્સ ફિલ્મ જોવી જ રહી, પણ એટલું જરૂર કહી શકાય કે જે લોકો પરિણીત નથી, તેમના માટે શાદી કે સાઇડ ઇફેક્ટ્સ ખૂબ જ મજેદાર અને એંટરટેનિંગ રહેશે, પણ પરિણીતીતો માટે આ આપવીતી છે. ફિલ્મનો પ્રથમ ભાગ ખૂબ જ ઝડપથી અને રોમાંચક વળાંકો સાથે નિકળે છે, પણ બીજા ભાગમાં વાર્તા જરાક ટ્રૅક ઉપરથી હટી મંદ ગતિ પકડતી અનુભવાય છે.

ચાલો જોઇએ શાદી કે સાઇડ ઇફેક્ટ્સના પાત્રોની એક ઝલક :

અનુજ : લગ્નના સાઇડ ઇફેક્ટ્સમાંથી બચવાની કોશિશ કરતો પતિ

અનુજ : લગ્નના સાઇડ ઇફેક્ટ્સમાંથી બચવાની કોશિશ કરતો પતિ

અનુજ એક એવો પતિ છે કે જેણે પોતાના લગ્નને સાઇડ ઇફેક્ટ્સ એટલે કે ઝગડાંમાંથી બચાવવા માટે એક નિયમ બનાવ્યો છે કે પોતાની ભૂલ સામે પણ સૉરી બોલવું અને પત્નની ભૂલે પણ પોતે જ સૉરી બોલવું, પણ આ નિયમ તેને સાઇડ ઇફેક્ટ્સમાંથી બચાવી નથી શકતાં.

તૃષા : માતા અને પત્ની વચ્ચે ફસાયેલી સ્ત્રી

તૃષા : માતા અને પત્ની વચ્ચે ફસાયેલી સ્ત્રી

માતા બન્યા બાદ પોતાના પતિને સમય ન આપી શકતાં તૃષા પોતાના લગ્ન જીવનને મુશ્કેલીમાં મૂકી દે છે. અનુજ તૃષાથી દૂર થઈ જાય છે અને પોતાના ઘરેથી દૂર પોતાની એક અલગ દુનિયા બનાવે છે, પરંતુ તૃષા પણ એટલી સરળતાથી પોતાના લગ્ન જીવનને ભાંગવા નથી દેતી.

રામ કપૂર : પોતાના બાળકો અને પત્નીને ખુશ કરવા માટે ભટકી ગયેલો પતિ

રામ કપૂર : પોતાના બાળકો અને પત્નીને ખુશ કરવા માટે ભટકી ગયેલો પતિ

તૃષાની મોટી બહેનના પતિનો રોલ રામ કપૂરે કર્યો છે. રામ કપૂરની પત્નીના પાત્રમાં તેમની રીયલ લાઇફ પત્ની ગૌતમી કપૂર છે. રામ કપૂર લગ્નના સાઇડ ઇફેક્ટ્સમાંથી બચવા ઘરથી બહાર એક દુનિયા વસાવે છે અને પોતાના પરિવારને ખુશ રાખવા તે પોતાને ખુશ રાખવામાં વિશ્વાસ ધરાવે છે.

વીર દાસ : વીર દાસે સ્ટ્રગલિંગ એક્ટરનો રોલ કર્યો છે. જ્યારે અનુજ

વીર દાસ : વીર દાસે સ્ટ્રગલિંગ એક્ટરનો રોલ કર્યો છે. જ્યારે અનુજ

પોતાના ઘરથી દૂર બહાર પોતાની દુનિયા શોધતો હોય છે, ત્યારેવીર દાસ તેનો સાથી બને છે. વીર દાસને લાગે છે કે તેને કોઈની જરૂર નથી. શાદી કે સાઇડ ઇફેક્ટ્સ ઝેલવા કરતાં એકલું રહેવું સારૂં.

પૂરબ કોહલી : તૃષાના એકલાપણાનો સાથી અને પાડોશી

પૂરબ કોહલી : તૃષાના એકલાપણાનો સાથી અને પાડોશી

જ્યારે અનુજ ઘરથી બહાર વધુ સમય વિતાવે છે, ત્યારે તૃષાને પોતાના પાડોશી પૂરબ કોહલીમાં એક મિત્ર મળે છે. પૂરબ સાથે તૃષા પોતાનો સમય વિતાવે છે અને તેની સહાયથી પોતાના લગ્નના સાઇડ ઇફેક્ટ્સથી પોતાને બચાવે છે.

English summary
Farhaan Akhtar and Vidya Blaan starring movie Shaadi Ke Side Effects shows how after marriage life changes and to continue marriage becomes a task for husband and wife. Farhaan and Vidya very well played the characters of a husband and wife who try their best to keep their marriage and love alive.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.