Review : અર્જુન-સોનાક્ષીના ‘તેવર’ એક વાર તો જોવાય હોં...
મુંબઈ, 9 જાન્યુઆરી : બોની કપૂર નિર્મિત, અમિત શર્મા દિગ્દર્શિત તથા અર્જુન કપૂર અને સોનાક્ષી સિન્હા અભિનીત તેવર આજે રિલીઝ થઈ ગઈ. એમ કહેવું ખોટુ નહીં ગણાય કે ફિલ્મ શરુઆતથી લઈ અંત સુધી બૉલીવુડ સ્ટાઇલમાં બનાવવામાં આવી છે. એક્શન, ડ્રામા, રોમાંસ, ડાન્સ બધુ છે ફિલ્મી છે તેવરમાં. જેમ કે સામાન્ય રીતે જોવામાં આવે છે, તેમ કંઈ પણ થઈ જાય, પણ અંતે હીરોએ જીવિત રહેવાનું હોય છે, ભલે તેને ગોળી વાગે કે ચાકૂ. એવુ જ કંઇક તેવરમાં દર્શાવાયું છે.
અર્જુન કપૂર તેવરના હીરો છે, પણ મનોજ બાજપાઈ પડદે આવતા જ જાણે હીરોની ખોટ જ નથી સાલતી. અર્જુને પોતાના તરફથી પુરતી કોશિશ કરી છે પાત્રમાં ઢળવાની, પણ ક્યાંકને ક્યાંક તેઓ તે પાત્રમાં ઢળવામાં નિષ્ફળ નિવડ્યા છે, તો બીજી બાજુ સોનાક્ષી સિન્હા દબંગ ફિલ્મવાળા પાત્રમાંથી જાણે હજી સુધી બહાર જ નથી આવી શક્યાં. તેમના ચહેરાની માસૂમિયત ભલે લોકોને આકર્ષે, પણ તેમનો અભિનય લોકોને ઇમ્પ્રેસ નથી કરી શક્યો. આમ છતાં અર્જુન-સોનાક્ષીની કેમિસ્ટ્રી ફિલ્મની યૂએસપી બની શકે છે.
તેવરની વાર્તા કંઇક એવી છે કે જે મનોજ બાજપાઈ સોનાક્ષી સાથે લગ્ન કરવા માંગે છે, જ્યારે સોનાક્ષી ઉર્ફે રાધિકા તેને ઇનકાર કરી દે છે. મનોજ મથુરાનો દબંગ છે અને પરાણે રાધિકાને ઉપાડીને લઈ જવાની કોશિશ કરે છે. તે જ દરમિયાન અર્જુન કપૂર એટલે કે પિંટૂ સોનાક્ષીની મદદ માટે તેને પોતાની સાથે લઈ જાય છે.
ચાલો તસવીરો સાથે કરીએ તેવરની સમીક્ષા :

સોનાક્ષી સિન્હા
સોનાક્ષી સિન્હા વજન ઘટાડ્યા બાદ ફિલ્મમાં સ્ટનિંગ લાગે છે. સોનાક્ષીએ રાધિકાનો રોલ સારી રીતે કર્યો છે.

અર્જુન કપૂર
પિંટૂ તરીકે અર્જુનનું પરફૉર્મન્સ ઇમ્પ્રેસિવ છે. અર્જુને પહેલી વખત પિતા બોની કપૂરની ફિલ્મમાં કામ કર્યું છે.

મનોજ બાજપાઈ
મનોજ બાજપાઈ ગજેન્દર તરીકે શાનદાર વિલનનો રોલ કરવામાં સફળ રહ્યા છે.

કેમિસ્ટ્રી
અર્જુન-સોનાક્ષીની કેમિસ્ટ્રી એક વખત જોવા જેવી તો છે જ.

અર્જુન-સોનાક્ષી
અટકળો તો એવી છે કે રીયલ લાઇફમાં પણ અર્જુન કપૂર અને સોનાક્ષી સિન્હા ડેટિંગ કરી રહ્યા છે.

સ્ટંટ્સ
અર્જુન કપૂરે ફિલ્મમાં દમદાર એક્શન સીન્સ કર્યા છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
