રિયાના વકીલઃ 'સુશાંત સિંહ કેસમાં રિયા ચક્રવર્તીની CBI તપાસ સંપૂર્ણપણે ગેરકાયદે'
આરોપી રિયા ચક્રવર્તીના વકીલ સતીશ માનશિંદેએ એક નિવેદન જારી કર્યુ છે અને કેસની સીબીઆઈ તપાસને ગેરકાયદે ગણાવી છે.
સુશાંત સિંહ રાજપૂત કેસમાં સીબીઆઈએ રિયા ચક્રવર્તી સહિત છ લોકો સામે એફઆઈઆર નોંધી છે. બિહાર સરકારે કેન્દ્ર સરકારને સીબીઆઈ તપાસની ભલાણણ કરી હતી ત્યારબાદ તેને માની લેવામાં આવી. હવે એફઆઈઆર નોંધાયા બાદ આરોપી રિયા ચક્રવર્તીના વકીલ સતીશ માનશિંદેએ એક નિવેદન જારી કર્યુ છે અને કેસની સીબીઆઈ તપાસને ગેરકાયદે ગણાવી છે. વકીલનુ કહેવુ છે કે કેસની સીબીઆઈ તપાસ ત્યાં સુધી શરૂ ન થવી જોઈએ જ્યાં સુધી સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ન થઈ જાય.

રિયાના વકીલે કહ્યુ - સીબીઆઈને અધિકાર નથી
રિયાના વકીલે નિવેદન જારી કરીને કહ્યુ - 'બિહાર સરકારે જે કેસ સીબીઆઈને મોકલ્યો છે, તેમાં મુંબઈ પોલિસ ઉપરાંત કોઈ અન્યને તપાસ કરવાનો અધિકાર નથી. આ ગેરકાયદે છે.' તમને જણાવી દઈએ કે રિયાએ પટનામાં એફઆઈઆર નોંધાયા બાદ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને કહ્યુ હતુ કે આ કેસને મુંબઈ ટ્રાન્સફર કરી દેવામાં આવે. કેસમાં 5 ઓગસ્ટે સુનાવણી થવાની હતી. કોર્ટે બધા પક્ષોને પોતાનો જવાબ આપવા માટે કહ્યુ હતુ. સાથે જ મુંબઈ પોલિસને કેસનો તપાસ રિપોર્ટ સોંપવા માટે કહ્યુ હતુ.

આજે થશે રિયાની પૂછપરછ
રિયાના વકીલે કહ્યુ છે કે સીબીઆઈએ ગેરકાયદે રીતે કેસ નોંધ્યો છે. સીબીઆઈ દેશમાં એક મુખ્ય તપાસ એજન્સી છે જેણે સુપ્રીમ કોર્ટની કાર્યવાહીને પેન્ડીંગ કરવા માટે બીજા કોઈ પગલા લેવાથી બચવુ જોઈએ. ખાસ કરીને ત્યાં સુધી જ્યાં સુધી મહારાષ્ટ્રની સરકાર આની સંમતિ ન આપી દે. આ ગેરકાયદે હશે અને કાયદાકીય સિદ્ધાંતથી પરે સંઘીય ઢાંચાને પ્રભાવિત કરશે. વળી, ઈડીએ આરોપી રિયા ચક્રવર્તીની પૂછપરછ માટે સમન મોકલ્યા છે. રિયાની આજે પૂછપરછ કરવામાં આવશે.

સુશાંતના પિતાએ પટનામાં નોંધાવી હતી ફરિયાદ
તમને જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂત 14 જૂને પોતાના ઘરમાં મૃત મળી આવ્યા હતા. આ કેસની તપાસ લગભગ બે મહિનાથી મુંબઈ પોલિસ કરી રહી છે પરંતુ પોલિસના હાથ ખાલી છે. ત્યારબાદ સુશાંતના પિતા કે કે સિંહે પટનામાં એફઆઈર નોંધાવી હતી ત્યારબાદ બિહાર પોલિસ કેસની તપાસ માટે મુંબઈ પહોંચી પરંતુ અહીં બિહાર પોલિસને બિલકુલ પણ સહયોગ મળ્યો નહિ. સાથે જ આઈપીએસ વિનય તિવારીને ક્વૉરંટાઈન કરી દેવામાં આવ્યા જ્યારે તેમની પહેલા ચાર અધિકારીઓને ક્વૉરટાઈન કરવામાં આવ્યા નહોતા. મુંબઈ પોલિસ તરફથી કોઈ સહયોગ ન મળતો જોઈ સુશાંતના પિતાએ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે સીબીઆઈ તપાસની માંગ કરી હતી. ત્યારબાદ નીતિશ કુમારે સીબીઆઈ તપાસ માટે ભલામણ કરી અને બાદમાં કેન્દ્ર સરકારે પણ આ અનુરોધ માની લીધો હતો.












Click it and Unblock the Notifications
