For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

10x10ની જેલ બેરેકમાં રિયાની રાત વીતી, ઈન્દ્રાણી મુખરજી છે જેલમાં સાથી

10x10ની જેલ બેરેકમાં રિયાની રાત વીતી, ઈન્દ્રાણી મુખરજી છે જેલમાં સાથી

|
Google Oneindia Gujarati News

સુશાંત સિંહ રાજપૂત કેસમાં સામેલ આવેલ ડ્રગ્સ મામલે ધરપકડ કરાયેલ રિયા ચક્રવર્તીએ આજની રાત ભાયખલા જેલમાં વિતાવવી પડી. રિયાને અહીં NCB ની સેલથી કાલે રાતે શિફ્ટ કરવામાં આવી. રિયાની જામીન અરજી રદ્દ થયા બાદ તેને અહીં શિફ્ટ કરવામાં આવી.

રિયા ચક્રવર્તીના વકીલ સતીશ માનેશિંદેએ ફરી એકવાર જામીન માટે અરજી કરી છે જેની સુનાવણી આજે 10 સપ્ટેમ્બરના રોજ થનાર છે.

જો જામીન ના મળે તો

જો જામીન ના મળે તો

જો રિયા ચક્રવર્તીને જામીન ના મળે તો તેને ભાયખલા જેલમાં રાખવામાં આવશે. શીના બોરા મર્ડર કેસની આરોપી ઈન્દ્રાણી મુખરજીને પણ આ જેલમાં રાખવામાં આવી છે. આ એક મહિલા જેલ છે જ્યાં 250 જેટલા કેદી છે.

રિયાને 10x10 ની ક્વોરેન્ટાઈન બેરેકમાં રાખવામાં આવી છે. મેડિલ ટેસ્ટમાં તેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જો રિયાને આજે 10.30 વાગ્યાની સુનાવણી બાદ જામીન નથી મળતા તો આ તેમની પરમનન્ટ બેરેક બની જશે.

રિયાની બેરેક

રિયાની બેરેક

દૈનિક ભાસ્કરના એક રિપોર્ટ મુજબ રિયાના બેરેકમાં એક અટેચ બાથરૂમ છે. પીવાના પાણી માટે એક મગ કે માટલું છે અને રૂમમાં એક સીલિંગ ફેન છે. બેરેકમાં એક ઓશિકું, ચટાઈ, તેના પર પાથરવા માટે બિસ્તર, ઓઢવા માટે ચાદર હોય છે. કેદીએ ખુદ જ પોતાનું બિસ્તર લગાવવાનું હોય છે.

કેદીની જરૂરતો

કેદીની જરૂરતો

કેદીને હંમેશા જેલનું ખાવાનું મળે છે પરંતુ વિચારાધીન કેદીને ઘરનું ખાવાનું મળી શકે છે. રિયાને કાલના દિવસે ખોરાકમાં બે રોટલી, એક કચોરી, દાળ ભાત અને શાક આપવામાં આવ્યું. આ જેલમાં એક કેન્ટીન છે જ્યાં કેદી બિસ્કિટ અને દરરોજનો સામાન ખરીદી શકે છે.

ઈન્દ્રાણી મુખરજી

ઈન્દ્રાણી મુખરજી

ઈન્ડિયા ટૂડેના એક અહેવાલ મુજબ આ જેલમાં શીના બોરા હત્યાકાંડની આરોપી ઈન્દ્રાણી મુખરજી પણ કેદ છે. જેલમાં 6 બેરેક છે અને રિયા અને ઈન્દ્રાણી અલગ અલગ બેરેકમાં રહે છે. દરેક બેરેકમાં 40-50 મહિલા કેદી છે.

શું ઈંતેજામ હોય છે

શું ઈંતેજામ હોય છે

આ બેરેકમાં મોટા મોટા હોલ છે જ્યાં દરેક કેદીની પોતાની અલગ અલગ જગ્યા હોય છે. અગાઉ રિયાને સાંજ સુધી જનરલ બેરેકમાં રાખવામાં આવી હતી. તેના બ્લડ પ્રેશર, સુગર લેવલ અને બાકી ચીજોની તપાસ કરવામાં આવી હતી. તેમનો જરૂરી સામાન એક પૉલીથીનમાં તેમને આપવામાં આવ્યો જેમાં કેટલાક કપડાં, ડેન્ટલ કિટ અને રોજબરોજની જરૂરી ચીજો છે.

રિયા પર આરોપ

રિયા પર આરોપ

NCBએ સેક્શન 8 (સી), 20 (બી)(2), 27(એ), 28, 29 NDPS એક્ટ અંતર્ગત રિયાની ધરપકડ કરી છે. જેમાં ડ્રગ્સને બિનકાનૂની રૂપે ખરીદવા અને ઉપયોગ કરવાનો આરોપ હોય છે જે રિયા પર લાગ્યો છે અને તેણે ડ્રગ્સ ખરીદવાનો આરોપ કબૂલ્યો છે.

જામીન મળવા મુશ્કેલ

જામીન મળવા મુશ્કેલ

સેક્શન 27(એ) અંતર્ગત લાગેલ આરોપોના કારણે રિયા ચક્રવર્તીના જામીન મુશ્કેલ છે. આ સેક્શન બિનજામીન પાત્ર હોય છે. આ આરોપો અંતર્ગત આરોપી પાસે ડ્રગ્સ રાખવા, વેચવા અથવા ફાઈનાન્સ કરવાનો દંડનીય અપરાધ છે.

કેટલી સજા થઈ શકે

કેટલી સજા થઈ શકે

જો રિયા ચક્રવર્તી પર લાગેલ આરોપો સાબિત થાય છે તો તેને 10 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. NCBએ રિયાને 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં લીધી છે. 8 સપ્ટેમ્બરે રિયા ચક્રવર્તીની ધરપકડ કરવામાં આવી હતી.

Video: ઉદ્ધવ ઠાકરેને કંગનાની ખુલ્લી ધમકી - આજે મારુ ઘર તૂટ્યુ છે કાલે તારો ઘમંડ તૂટશેVideo: ઉદ્ધવ ઠાકરેને કંગનાની ખુલ્લી ધમકી - આજે મારુ ઘર તૂટ્યુ છે કાલે તારો ઘમંડ તૂટશે

English summary
rhea chakraborty spent night in jail barrack, applied for bail
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X