For Quick Alerts
For Daily Alerts
રિચા ચઢ્ઢાના બોલ્ડ વીડિયોને 48 કલાકમાં મળ્યા 10 લાખ વ્યુ
બોલીવુડમાં ફિલ્મ 'ગેંગ ઓફ વાસેપુર' થી એન્ટ્રી કરીને યાદગાર રીતે પાત્ર ભજવનારી અભિનેત્રી રિચા ચઢ્ઢા આજકાલ ચર્ચામાં છે. હાલમાં રિચા ચઢ્ઢા ની આવનારી ફિલ્મ કેબરેનું ટ્રેલર રિલીઝ થયું છે. આ ટ્રેલરને ખાલી 48 કલાકમાં કુલ 10 લાખ વ્યુ મળી ચુક્યા છે.
કેબરે ફિલ્મ એક ડાન્સરની કહાની છે આ ફિલ્મમાં ડાન્સરના જીવનના ઉતાર ચડાવ, પ્રેમ અને મૌત વિશે બતાવવામાં આવ્યું છે. આ ફિલ્મમાં રિચા ચઢ્ઢા મુખ્ય પાત્ર ભજવી રહી છે.
આ ફિલ્મ કોસ્તવ નારાયણ નિયોગીના નિર્દેશનમાં બનાવવામાં આવી છે. આ ફિલ્મમાં ગુલ્સન દેવૈયા પણ જોવા મળશે. એટલું જ નહી પરંતુ ક્રિકેટર શ્રીસંત પણ આ ફિલ્મમાં જોવા મળશે.