ઋચા ચઢ્ઢાએ શેર કર્યો Video: દરિયામાં પડી ગયો આઈફોન, વ્હેલે મહિલાને આપ્યો પાછો

ઋચા ચઢ્ઢાએ એક વીડિયો રિટ્વિટ કર્યો છે. આ વીડિયોમાં જે કંઈ પણ દેખાઈ રહ્યુ છે તે ચોંકાવનારુ છે.

બોલિવુડ અભિનેત્રી ઋચા ચઢ્ઢા ટ્વિટર પર ઘણી એક્ટિવ રહે છે. તે ટ્વિટર દ્વારા વિવિધ મુદ્દાઓ પર પોતાનુ મંતવ્ય પણ જણાવે છે. હાલમાં જ તે કંગના રનૌત સાથે ફિલ્મ 'પંગા'માં પણ જોવા મળી હતી. આ દરમિયાન ઋચા ચઢ્ઢાએ એક વીડિયો રિટ્વિટ કર્યો છે. આ વીડિયોમાં જે કંઈ પણ દેખાઈ રહ્યુ છે તે ચોંકાવનારુ છે. વીડિયોમાં દેખાઈ રહ્યુ છે કે વિશાળકાય માછલી વ્હેલ દરિયામાં પડી ગયેલો આઈફોન મહિલાને પાછો આપી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

સાયન્સ ગર્લ નામક યુઝરે પોસ્ટ કર્યો હતો વીડિયો

સાયન્સ ગર્લ નામક યુઝરે પોસ્ટ કર્યો હતો વીડિયો

સાયન્સ ગર્લ નામક યુઝરે પોતાના ટ્વિટર અકાઉન્ટથી વીડિયો શેર કર્યો અને આને કેપ્શન આપ્યુ છે, આ એ પળ છે જ્યારે એક બેલુગા વ્હેલે એક મહિલાનો આઈફોન દરિયાની અંદરથી પાછો આપ્યો. મહિલાનો ફોન ભૂલથી પાણીમાં પડી ગયો હતો. સાયન્સ ગર્લે જણાવ્યુ કે આ ઘટના નૉર્વેના હેમરફેસ્ટ હાર્બરની છે. આ વીડિયોના 5.27 મિલિયન વ્યુ છે અને 292 હજાર યુઝર્સે કમેન્ટ કરી છે. સાયન્સ ગર્લે આ વીડિયો 7 ફેબ્રુઆરીએ પોતાના અકાઉન્ટથી શેર કર્યો હતો.

હેમરફેસ્ટ હાર્બરનો જણાવવામાં આવી રહ્યો છે આ વીડિયો

આ અંગે જણાવવામાં આવી રહ્યુ છે કે બે છાત્ર આ ફ્રેન્ડલી વ્હેલને જોવા માટે હેમરફેસ્ટ પહોંચ્યા હતા. વ્હેલને જોવાની ઉત્સુકતામાં એક છાત્રાનો આઈફોન દરિયામાં પડી ગયો. પરંતુ આશ્ચર્યજનક રીતે વ્હેલે તરત જ ફોનને પોતાના મોઢામાં પકડી લીધો અને છાત્રાને પાછો આપી દીધો. છાત્રાને એક પળ માટે વિશ્વાસ ન આવ્યો કે દરિયામાં પડી ગયેલ આઈફોન વ્હેલે પાછો આપી દીધો છે. આ વ્હેલ વિશે ઘણા પ્રકારી વાતો સામે આવતી રહે છે. બેગુલા વ્હેલ વિશે એક અફવા છે કે તે રશિયાની નેવલ ટ્રેનિંગથી છૂટીને આવી છે.

આ વ્હેલ વિશે છે ઘણી અફવાઓ

આ વ્હેલ વિશે છે ઘણી અફવાઓ

ઘણા લોકો આ વ્હેલ્સને રશિયાની જાસૂસી માછલી પણ કહે છે. આ વ્હેલ વિશે કહેવાય છે કે તેને સ્પેશિયલ ઑપરેશનની ટ્રેનિંગ આપવામાં આવે છે. જો કે આ વિશે કોઈ અધિકૃત કન્ફર્મેશન નથી. બીજી તરફ વ્હેલનો આ વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર તે ઝડપથી શેર કરવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઈએ રે ઋચા ચઢ્ઢા હાલમા જ એમેઝોન પ્રાઈમના શો ઈનસાઈડ એજની બીજી સિઝનમાં દેખાઈ હતી. તે આની ત્રીજી સિઝનમાં પણ દેખાશે. આ ઉપરાંત તે દક્ષિણ ભારતની એક મૂવીમાં કામ કરી રહી છે.

આ પણ વાંચોઃ મૌસમી ચેટર્જીના જમાઈએ કર્યો ખુલાસો, 'ના દીકરીના અંતિમ સંસ્કારમાં આવ્યા ના તેરમીની પૂજામાં'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X