આ હોટ એક્ટ્રેસિસે Trollsને આપ્યા કંઇક આવા જવાબ

Written By:
Subscribe to Oneindia News

સોશિયલ મીડિયા પર એક્ટ્રેસિસને ઘણી વાર ટ્રોલિંગનો શિકાર થવું પડે છે. હાલમાં રિચા ચઢ્ઢા અને એશા ગુપ્તાને ઇન્ટરનેટ હેટર્સનો સામનો કરવાનો વારો આવ્યો હતો. એશા ગુપ્તાના ઇન્સ્ટાગ્રામ પરના હોટ ફોટોઝ તો છેલ્લા ઘણા સમયથી વાયરલ થઇ રહ્યાં છે. એશાને આ ફોટોઝ પર અનેક નેગેટિવ કોમેન્ટ્સ પણ મળી છે. રિચા ચઢ્ઢાના પણ કંઇક એવા જ હાલ છે, આથી આ બંન્નેએ આખરે પોત-પોતાની રીતે ટ્રોલર્સને ચૂપ કરવાનું શરુ કર્યું છે.

કોફી મગ

કોફી મગ

રિચા ચઢ્ઢાએ ટ્રોલર્સને તેમની જ ભાષામાં જવાબ આપતાં, આવા કોફી મગવાળા ત્રણેક ફોટોઝ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કર્યા છે. ત્રણેય ફોટોઝ નીચે રિચાએ ટ્રોલર્સ માટે કેપ્શન પણ લખ્યા છે. એકમાં તેણે લખ્યું છે, Hola troll! બીજા કેપ્શનમાં તેણે લખ્યું છે, આપણે કઇ દિશામાં જઇ રહ્યાં છીએ? OMG, હવે ઇન્ડિયાનું શું થશે? આ ગ્રહનું શું થશે? દુનિયાનું શું થશે?

રિચા ચઢ્ઢા

રિચા ચઢ્ઢા

રિચાએ પણ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર કેટલાક હોટ ફોટોઝ પોસ્ટ કર્યા હતા, જેની પર તેને આ જ પ્રકારની ટિપ્પણીઓ જોવા મળતાં તેણે પોતાની રીતે ટ્રોલર્સને જવાબ આપ્યો છે. આજે દરેક સેલિબ્રિટી ક્યારેક ને ક્યારેક ટ્રોલિંગનો શિકાર થઇ છે અને હવે તેઓ પોતાની રીતે ટ્રોલર્સને જવાબ પણ આપે છે.

ભોલી પંજાબણ

ભોલી પંજાબણ

રિચા ચઢ્ઢા બોલિવૂડની બોલ્ડ એક્ટ્રેસિસમાંની એક છે અને તે આવા ટ્રોલિંગ સામે ઝૂકી જાય એમ નથી. રિચા હાલ સ્વાઇન ફ્લુની સારવાર લઇ રહી છે. તેની આગામી ફિલ્મ છે 'કેબરે'. આ સિવાય તે કોમેડી ફિલ્મ 'ફૂકરે રિટર્ન્સ'માં પણ જોવા મળનાર છે. ફિલ્મ 'ફૂકરે'નું તેનું 'ભોલી પંજાબણ'નું પાત્ર ખૂબ લોકપ્રિય થયું હતું.

એશા ગુપ્તા

એશા ગુપ્તા

એશા ગુપ્તાની હોટ તસવીરો તો છેલ્લા ઘણા સમયથી ચર્ચાનું કેન્દ્ર છે. એશાની ઇન્સ્ટાગ્રામ તસવીરોએ ઘણાને ચોંકાવી દીધા હતા. તેનો આવો વધુ પડતો બોલ્ડ અવતાર તેના કેટલાક ફેન્સને પસંદ નહોતો પડ્યો અને એશાની તસવીરો પર એક પછી એક નેગેટિવ કોમેન્ટ્સ આવી રહી હતી.

એશાનો જવાબ

એશાનો જવાબ

આની સામે એશાએ પહેલા કરતાં પણ વધુ બોલ્ડ એવો ઉપરોક્ત ફોટો પોસ્ટ કરતાં કેપ્શન લખ્યું હતું, Why stop now? આ સાથે જ એશાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કોમેન્ટ સેક્શન બ્લોક કરી દીધો હતો, જેથી તેની તસવીરો નીચે કોઇ કોમેન્ટ્સ ના કરી શકે.

English summary
Richa Chadha and Esha Gupta gives it back to trollers. Read on for more details.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.