For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સંજય દત્તને મુશ્કેલ સમયમાં આ રીતે ઋષિ કપૂરે કરી હતી મદદ

સંજય દત્તે જણાવ્યુ કે કેવી રીતે જ્યારે તે પોતાની જિંદગી અને કરિયરના મુશ્કેલ દિવસોમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ઋષિ કપૂરે તેમની મદદ કરી હતી.

|
Google Oneindia Gujarati News

જાણીતા ફિલ્મ અભિનેતા ઋષિ કપૂરનુ ગુરુવારે નિધન થઈ ગયુ. છેલ્લા 2 વર્ષથી કેન્સર સામે લડી રહેલ 67 વર્ષના ઋષિ કપૂરે મુંબઈની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેમના મોત બાદ બૉલિવુડ સ્ટાર્સ તેમની સાથે વીતાવેલ સમયને યાદ કરી રહ્યા છે અને તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. એક્ટર સંજય દત્તે જણાવ્યુ કે કેવી રીતે જ્યારે તે પોતાની જિંદગી અને કરિયરના મુશ્કેલ દિવસોમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ઋષિ કપૂરે તેમની મદદ કરી હતી.

સંજય દત્તે લખી ભાવુક પોસ્ટ

સંજય દત્તે લખી ભાવુક પોસ્ટ

સંજય દત્તે સોશિયલ મીડિયા પર ઋષિ કપૂર માટે લખ્યુ, તમે હંમેશા મારા માટે એક પ્રેરણાસ્ત્રોત રહ્યા છો. ડ્રગ્ઝની લત અને હથિયાર રાખવા બાબતે જેલ જવાના દિવસો તરફ ઈશારો કરીને સંજય દત્તે લખ્યુ, સૌથી મુશ્કેલ સમયમાં તમે મને બહાર કાઢ્યો અને જિંદગી જીવવા માટે પ્રોત્સાહન આપ્યુ. તમે જે ફિલ્મો મારી સાથે કરી, તેમા પણ એક ગાઈડની જેમ શીખવ્યુ. તમે કેન્સર સામે લડી રહ્યા હતા પરંતુ જ્યારે પણ તમારી સાથે વાત થી તમે અનુભવવા ન દીધુ કે તમે કેવા દુઃખમાંથી પસાર થઈ રહ્યા છો. આજે મે પરિવારના એક સભ્ય અને મારા ભાઈને ગુમાવી દીધા છે.

સંજય દત્તનો રહ્યો છે ખાસ સંબંધ

ઋષિ કપૂર અને સંજય દત્તે સાહિબાં અને અગ્નિપથમાં સાથે કામ કર્યુ હતુ. ત્યારબાદ ઋષિ કપૂરના દીકરા રણબીર કપૂરે સંજય દત્તની જિંદગી પર બનેલી ફિલ્મ સંજૂમાં કામ કર્યુ હતુ. તમને જણાવી દઈએ કે અચાનક તબિયત ખરાબ થયા બાદ ઋષિને બુધવારે મુંબઈની એચ એન રિલાયન્સ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. હાલત બગડ્યા બાદ તેમને વેંટીલેટર પર રાખવામાં આવ્યા હતા પરંતુ સુધારો થયો નહિ. ગુરુવારે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા.

ઋષિ રોમેન્ટીક હીરો તરીકે ફેમસ રહ્યા

ઋષિ રોમેન્ટીક હીરો તરીકે ફેમસ રહ્યા

ઋષિ કપૂરે 1970માં પિતાની ફિલ્મ મેરા નામ જોકરથી ડેબ્યુ કર્યુ. આ ફિલ્મમાં ઋષિએ પોતાના પિતાના બાળપણની ભૂમિકા નિભાવી હતી. ઋષિ કપૂરે લીડ એક્ટર તરીકે 1973માં આવેલી ફિલ્મ બૉબીથી શરૂઆથ કરી હતી. તેમણે 1973-2000 સુધી 90 ફિલ્મોમાં રોમેન્ટીક હીરોની ભૂમિકા નિભાવી. ઋષિ કપૂરે પોતાના કરિયરની શરૂઆત હંમેશાથી રોમેન્ટીક ભૂમિકા નિભાવી હતી પરંતુ ફિલ્મ અગ્નિપથમાં તેમણે ખલનાયકની ભૂમિકા નિભાવી જેને જોઈને સૌ ચોંકી ગયા.ઋષિને આના માટે આઈફા બેસ્ટ નેગેટીવ રોલનો અવોર્ડ પણ મળ્યો હતો. ત્યારબાદ મુલ્કમાં તેમની ભૂમિકા માટે તેમની પ્રશંસા કરવામાં આવી.

આ પણ વાંચોઃ નિધનના 28 દિવસ પહેલા ઋષિ કપૂરે કર્યુ હતુ છેલ્લુ ટ્વિટ, જાણો શું લખ્યુ હતુઆ પણ વાંચોઃ નિધનના 28 દિવસ પહેલા ઋષિ કપૂરે કર્યુ હતુ છેલ્લુ ટ્વિટ, જાણો શું લખ્યુ હતુ

English summary
Rishi Kapoor Helped Sanjay Dutt In His Low Days
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X