For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું છે ઋષિ કપૂરના 'અંતિમ વીડિયો'નુ સત્ય, હોસ્પિટલ તરફથી આવ્યુ મોટુ નિવેદન

સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો જેના માટે દાવો કરવામાં આવ્યો કે આ ઋષિ કપૂરના અંતિમ ક્ષણનો વીડિયો છે.

|
Google Oneindia Gujarati News

બૉલિવુડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરના નિધનથી ફિલ્મ જગત અન તેમના ફેન્સ શોકમાં છે. 30 એપ્રિલે મુંબઈની એક ખાનગી હોસ્પિટલમાં કેન્સર સામે લડી રહેલ ઋષિ કપૂરનુ નિધન થઈ ગયુ હતુ. લૉકડાઉનના કારણે ઋષિ કપૂરના અંતિમ સંસ્કારમાં માત્ર પરિવાર અને તેમના અમુક નજીકના લોકો જ શામેલ થઈ શક્યા. વળી, સમયે મુંબઈ ના પહોંચી શકવાના કારણે ઋષિ કપૂરની દીકરી રિદ્ધિમાં તેમના અંતિમ દર્શન કરી શકી નહિ. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો જેના માટે દાવો કરવામાં આવ્યો કે આ ઋષિ કપૂરના અંતિમ ક્ષણનો વીડિયો છે. જો કે આ વીડિયો જૂનો હતો અને આ વિશે હોસ્પિટલ તરફથી પણ નિવેદન આવ્યુ છે.

'દોષી પર કડક એક્શન લેવામાં આવશે'

'દોષી પર કડક એક્શન લેવામાં આવશે'

ઋષિ કપૂરના વાયરલ વીડિયો વિશે ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એંપ્લોય્ઝ એ હોસ્પિટલને કાનૂની નોટિસ મોકલી હતી. આ નોટિસ પર જવાબ આપીને હોસ્પિટલ તરફથી કહેવામાં આવ્યુ છે, 'હોસ્પિટલ પ્રશાસનના જાણવામાં આવ્યુ છે કે અમારા એક દર્દીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પટલમાં ભરતી દર્દીની પ્રાઈવસી અને તેમની ગોપનીયતા અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને અમે આ પ્રકારના વીડિયો વાયરલ કરવાની ઘટનાને ખોટી ગણીને તેની નિંદા કરીએ છીએ. હોસ્પિટલ પ્રશાસન દ્વારા આ બાબતની તપાસ કરવામાં આવી રહી છે અને જે પણ વ્યક્તિ આમાં દોષી જણાશે, તેની સામે કડક એક્શન લેવામાં આવશે.'

અર્જૂન કપૂરે પણ વ્યક્ત કર્યો વાંધો

અર્જૂન કપૂરે પણ વ્યક્ત કર્યો વાંધો

તમને જણાવી દઈએ કે ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોય્ઝે પોતાની નોટિસમાં કહ્યુ, 'આ વીડિયો દર્દી કે તેમના પરિવારના કોઈ સભ્યની સંમતિ વિના બનાવીે વાયરલ કરવામાં આવ્યો છે કે જે ખોટુ છે. એવામાં ફેડરેશને માંગ કરી છે કે આ બાબતની તપાસ કરીને દોષી વ્યક્તિ સામે કાર્યવાહી કરવામાં આવે.' આ વીડિયો વિશે ફિલ્મ અભિનેતા અર્જૂન કપૂરે પણ વાંધો દર્શાવ્યો હતો. તેમણે ઈસ્ટાગ્રામ પર પોસ્ટ લખીને કહ્યુ હતુ કે ઘણી વાર વસ્તુઓને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાની હોડના બદલે પોસ્ટ ન કરવાનો નિર્ણય બહેતર હોય છે. અમુક અન્ય ફિલ્મ કલાકારોએ પણ આ વીડિયોને વાયરલ કરવા પર વાંધો વ્યક્ત કર્યો છે.

'ભારતના વિકાસ માટે ઝનૂની હતા ઋષિ કપૂર'

'ભારતના વિકાસ માટે ઝનૂની હતા ઋષિ કપૂર'

ઋષિ કપૂરના નિધન પર બૉલિવુડ સહિત આખો દેશ શોકમાં છે. અભિનેતા અમિતાભ બચ્ચને ટ્વિટ કરીને લખ્યુ હતુ, ઋષિ કપૂરના નિધના સમાચારથી હું તૂટી ગયો છુ. વળી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ઋષિ કપૂરના નિધન પર દુઃખ વ્યક્ત કર્યુ. પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યુ હતુ, બહુઆયામી, પ્રિય અને ઝિંદાદિલ, આ હતા ઋષિ કપૂરજી. તે પ્રતિભાના પાવરહાઉસ હતા. હું હંમેશા અમારી વચ્ચે થયેલી વાતચીત પણ યાદ કરીશ. અહીં સુધી કે સોશિયલ મીડિયા પર અમારી વચ્ચે થયેલી વાતચીત પણ યાદ આવશે. તે ફિલ્મો અને ભારતના વિકાસ માટે ઝનૂની હતા. તેમના નિધનના સમાચારથી ખૂબ દુઃખી છુ. તેમના પરિવાર અને ફેન્સ માટે સંવેદનાઓ. ઓમ શાંતિ.'

આ પણ વાંચોઃ CM ઉદ્ધવના ઘરે તૈનાત 3 પોલિસકર્મીને કોરોના, 130ને કરાયા ક્વૉરંટાઈનઆ પણ વાંચોઃ CM ઉદ્ધવના ઘરે તૈનાત 3 પોલિસકર્મીને કોરોના, 130ને કરાયા ક્વૉરંટાઈન

English summary
Rishi Kapoor Viral Video: Hospital Says, They Will Investigate Matter And Take Action.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X