આલિયા અને રણબીર હમણાં લગ્ન નહીં કરી શકે, ઋષિ કપૂર કારણ
આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્ન વિશે હાલમાં ઘણી ચર્ચા હતી. ખબર હતી કે ઋષિ કપૂર વિદેશથી પોતાનો ઉપચાર કરાવીને ભારત આવી રહ્યા છે
આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્ન વિશે હાલમાં ઘણી ચર્ચા હતી. ખબર હતી કે ઋષિ કપૂર વિદેશથી પોતાનો ઉપચાર કરાવીને ભારત આવી રહ્યા છે અને ભારત આવતાની સાથે જ તેઓ પહેલા બંનેના લગ્નની તૈયારીઓ શરુ કરશે. હવે આપને જણાવી દઈએ કે આ અંગે ઋષિ કપૂર ઘ્વારા ના પાડી દેવામાં આવી છે. પહેલીવાત તો ઋષિ કપૂર આ મહિને ભારત નથી આવી રહ્યા, તો કેવી રીતે તેઓ આલિયા અને રણબીરના લગ્નની તૈયારીઓ શરુ કરશે.
ઋષિ કપૂર ઘણા સમયથી ઈલાજ કરાવવા માટે ભારતથી બહાર હતા. આલિયા ભટ્ટ તેમને મળવા માટે ન્યૂયોર્ક પણ પહોંચી હતી. તે સમયે રણબીર પણ ત્યાં હાજર હતા. હવે જોવાનું એ છે કે બંને લગ્નના બંધનમાં ક્યાં સુધીમાં બંધાય છે.
હાલમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની ખબરો પર વિરામ લાગી ગયું છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ હાલમાં પોતાની ફિલ્મ બ્રહ્મસ્ત્ર માટે પ્રોમોશન કરી રહ્યા છે. હાલમાં બંનેએ કુંભ મેળામાં પણ ફિલ્મનું પ્રોમોશન કર્યું હતું. હાલમાં આ ફિલ્મનો લોગો પણ જાહેર કરવામાં આવ્યો છે, જે લોકોને પસંદ પણ આવી રહ્યો છે.

આલિયાનો ક્રશ
હાલમાં જ રાજીવ મસંદે પોતાન રાઉન્ટ ટેબલ પર હીરોઈનોને પૂછ્યુ કે તેમનો પહેલો ક્રશ કોણ હતો. આલિયાએ રણબીર કપૂરનું નામ લીધુ હતુ.

નવા વર્ષે પહોંચી
આલિયા હાલમાં જ આલિયા ભટ્ટ ન્યૂ યર મનાવવા ઋષિ કપૂર અને નીતુ કપૂર પાસે પહોંચી હતી.

ધમાલ મચાવી
આલિયા રણબીરના પરિવારનો હિસ્સો છે એ તો આ ફેમિલી પિક્ચરથી સાબિત થાય છે. આમ પણ નીતુ કપૂરને આલિયા ઘણી પસંદ છે.

આવી રીતે શરૂ થઈ લવસ્ટોરી
રણબીર કપૂર અને આલિયા ભટ્ટની પ્રેમ કહાનીની શરૂઆત અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્રથી શરૂ થઈ.

છૂપાવવાની કોશિશ
પહેલા રણબીર અને આલિયાએ પોતાના રિલેશનશીપના સમાચારને મીડિયાથી છૂપાવવાની કોશિશ કરી.

છૂપાઈને મળતા હતા
મીડિયાએ રણબીર કપૂરને આલિયા ભટ્ટના ઘરે આ ફોટામાં કેદ કર્યા હતા જે ખૂબ ઝડપથી વાયરલ થયો હતો.

સોનમ કપૂરનું રિસેપ્શન
સોનમ કપૂરના રિસેપ્શનમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટે કપલ એન્ટ્રી મારી અને સૌને ચોંકાવી દીધા હતા.












Click it and Unblock the Notifications
