Viewers Choice- રિતેશની હમશકલ્સ કે પછી એક વિલન
બૉલીવુડના હવે આગામી બે અઠવાડિયામાં બે મોટી ફિલ્મો રિલીજ થવાની છે જેમાંથી એક છે સાજિદ ખાનની હમશકલ્સ અને બીજી મોહિત સૂરીની ધ વિલન. આ બંને જ ફિલ્મોમાં દર્શકોના પ્રિય રિતેશ દેશમુખ બે અલગ-અલગ પાત્રોમાં જોવા મળશે. રિતેશ દેશમુખનું કહેવું છે કે હમશકલ્સના પાત્ર મટે તેમને વધુ મહેનત કરવી પડી. જ્યારે એક વિલનમાં તેમને જેવા તે છે તેવા બનીને પરંતુ પોતાની અંદર થોડી નેગેટિવિટી લાવીને પડદા પર નજર આવવું હતું. જો કે રિતેશ પોતાના એક વિલનના નેગેટિવ પાત્રને લઇને ઘણા ઉત્સાહિત છે અને આશા કરીએ છીએ કે એક વિલન દર્શકોને પસંદ આવે.
તો આવો તસવીરોના માધ્યમથી તમને બતાવીએ કે હમશકલ્સ અને એક વિલનમાં રિતેશ દેશમુખના બેક ટૂ બેક અલગ અવતાર, અને તમે અમને જણાવો કે કયો અવતાર વધુ પસંદ આવી રહ્યો છે.

સૈફની સાથે પ્રથમ વાર રિતેશ
હમશકલ્સની ખાસ વાત એ છે કે પ્રથમવાર સૈફ અલી ખાન, સાજિદ ખાનની સાથે કામ કરી રહ્યાં છે. રિતેશ દેશમુખ પણ પ્રથમ વાર સૈફની સાથે કામ કરી રહ્યાં છે. રિતેશ દેશમુખ પણ પ્રથમ વાર સૈફ અલી ખાનની સાથે ફિલ્મ કરી રહ્યાં છે અને તેમનું માનવું છે કે સૈફ અલી ખાનને કોમેડી ટાઇમિંગ સારી છે.

ત્રણ હોટ એક્ટ્રેસેસ
ફિલ્મમાં બિપાશા બાસુ, તમન્ના અને ઇશા ગુપ્તા પણ મુખ્ય પાત્ર ભજવી રહ્યાં છે. હમશકલ્સની કોમેડીની સાથે જ ફિલ્મના ગીતો પણ લોકોને ખૂબ પસંદ આવી રહ્યાં છે અને આશા છે કે 20 જૂનના રોજ રિલિજ થનાર હમશકલ્સ દર્શકોને પણ પસંદ આવશે.

ત્રણેય પાત્રોના ટ્રિપલ રોલ
હમશકલ્સમાં સાજિદ એક નવો કોસેપ્ટ લઇને આવ્યા છે ફિલ્મના ત્રણેય પત્રોને ટ્રિપલ રોલ ભજવ્યા છે. રામ કપૂર, સૈફ અલી ખાન અને રિતેશ દેશમુખ ત્રણેય હમશકલ્સ ફિલ્મમાં જોવા મળ્યા છે.

હમશકલ્સમાં કરવી પડી વધુ મહેનત
રિતેશ દેશમુખનું કહેવું છે કે તેમણે હમશકલ્સના પાત્રને ભજવવા માટે વધુ મહેનત કરવી પડી.

રિતેશ ઇન ફિમેલ અવતાર
હમશકલ્સમાં ફરી એકવાર રિતેશ દેશમુખ છોકરીના રૂપમાં જોવા મળશે. રિતેશ દેશમુખનું કહેવું છે કે છોકરીનું પાત્ર નિભાવવું ખૂબ જ મુશ્કેલ કામ છે પરંતુ તેમણે ખૂબ જ મહેનત કરી છે છોકરીના રૂપમાં હોટ નજર આવવા માટે.

રિતેશ એક વિલન
હમશકલ્સ ઉપરાંત 27 જૂનના રોજ રિલીજ થઇ રહી છે એક વિલન. મોહિત સૂરીના નિર્દેશનમાં બનેલી એક વિલનમાં રિતેશ દેશમુખ, સિદ્ધાર્થ મલ્હોત્રા અને શ્રદ્ધા કપૂર મુખ્ય ભૂમિકામાં છે.

સિદ્ધાર્થ અને રિતેશ બંને વિલન
સિદ્ધાર્થ મલ્હોત્રા અને રિતેશ દેશમુખ પહેલી વાર પોતાના કેરિયરમાં ડાર્ક શેડનું પાત્ર ભજવી રહ્યાં છે. રિતેશ દેશમુખ અને સિદ્ધાર્થ મલ્હોત્રા બંને પાત્ર ખૂબ જ અલગ તથા ખૂબ જ રસપ્રદ છે.

એક વિલનનું સારું સંગીત
એક વિલનનું સંગીત ખૂબ જ પસંદ આવી રહ્યું છે અને ફિલ્મના ઘણા ગીતો જેવા કે આવારી, ગલિઓ, બંજારા વગેરે લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યાં છે. સૌથી વધુ ગલિયાં ગીત લોકોને પસંદ આવી રહ્યું છે. ફિલ્મમાં શ્રદ્ધાએ ગલિયાં ગીતનું ફીમેલ પાર્ટ ગાયું છે.

પ્રથમ વાર રિતેશ નેગેટિવ પાત્રમાં
રિતેશ દેશમુખનું એમ કહેવું છે કે તેમણે વિશ્વાસ થઇ રહ્યો નથી કે તે કોઇને પણ નુકસાન પહોંચાડી શકતા નથી પરંતુ ફિલ્મની શૂટિંગને બે ત્રણ દિવસ પસાર તથા તેમને અહેસાસ થયો કે તેમની અંદર પણ એક વિલન છે.

રિતેશ હંમેશાથી બનવા માંગતા હતા વિલન
રિતેશ દેશમુખે જણાવ્યું હતું કે જ્યારે તેમને મોહિત સૂરીની પ્રથમ ફિલ્મ મર્ડર 2 જોઇ તો તેમની અંદર ઇચ્છા જાગી કે તે કોઇ નેગેટિવ પાત્ર ભજવે. તેમની પત્ની જેનેલિયાએ પણ રિતેશ દેશમુખને કહ્યું કે તે કોઇ નેગેટિવ પાત્ર ભજવે.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ









Click it and Unblock the Notifications
