કુશલના મોત પર આ અભિનેતાએ કેમ માંગી માફી? માનસિક બિમારીનો કર્યો ઉલ્લેખ

અભિનેતા રોહિત રૉયે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ લખીને કુશલ પંજાબીની માફી માંગી છે.

બોલિવુડ અભિનેતા કુશલ પંજાબીના મોતના સમાચારથી ફિલ્મ જગત શોકમાં છે. ગુરુવારે કુશલ પંજાબીનુ શબ મુંબઈ સ્થિત તેમના ઘરે ફંદાથી લટકેલુ મળ્યુ. પોલિસને ઘટના સ્થળેથી એક સુસાઈડ નોટ પણ મળી જેમાં તેમણે લખ્યુ હતુ કે તેમના માટે કોઈને જવાબદાર માનવામાં ન આવે. કુશલ પંજાબીના દોસ્ત કરણવીર બોહરાએ સોશિયલ મીડિયા પર તેમના નિધનની માહિતી આપી. કુશલ પંજાબીના નિધન પર બોલિવુડ અભિનેતા અક્ષય કુમાર, જૉન અબ્રાહમ અને ફરહાન અખ્તર સહિત ઘણા લોકો શોક પ્રગટ કર્યો છે. આ દરમિયાન અભિનેતા રોહિત રૉયે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ લખીને કુશલ પંજાબીની માફી માંગી છે.

'મારા ભાઈ, મને માફ કરજે'

'મારા ભાઈ, મને માફ કરજે'

રોહિત રૉયે ઈન્સ્ટાગ્રામ પર કુશલ પંજાબીના ફોટા સાથે એક પોસ્ટ લખીને કહ્યુ, ‘કોણ વિચારી શકે કે આ ચમકતી અને ખુશ સ્માઈલ પાછળ એક દુઃખી મન છે. મને ખૂબ ખૂબ જ દુઃખ છે કે અમે લોકો એ વખતે ત્યાં નહોતા, જ્યારે ત્યારે અમારા બધાની સૌથી વધારે જરૂર હતી. રેસ્ટ ઈન પીસ મારા ભાઈ, મને માફ કરજે. બહુ બધા લોકોની જેમ હું પણ હજુ સુધી શોકમાં છુ. હું પીડાને સમજી પણ નથી શકતો, જે તે અનુભવી છે અને જેના કારણે તે આટલુ મોટુ પગલુ લીધુ.'

'માનસિક બિમારી હોવી કોઈ શરમજનક વાત નથી'

કુશલ પંજાબીની માનસિક સ્થિતિનો ઉલ્લેખ કરીને રોહિત રૉયે કહ્યુ, ‘માનસિક બિમારી કોઈ શરમજનક હોવાની વાત નથી. આને છૂપાવો નહિ. જેને પણ તમે પ્રેમ કરો છો, તેની પાસે જાવ, તેને જણાવો કે પછી કોઈને પણ જણાવો અને મારો ભરોસો કરો કે આનાથી તમને મદદ મળશે. તમને એવુ લાગતુ હોય કે કોઈ પોતાના કામમાં બિઝી છે, તો પણ તેની પાસે જાવ, તે તમારા માટે સમય કાઢશે. માનવતા હજુ મરી નથી.' તમને જણાવી દઈએ કે રોહિત રૉય અને કુશલ પંજાબી વચ્ચે ગાઢ મિત્રતા છે. કુશલના મોત બાદ રોહિત રૉય શોકમાં છે.

ફરહાન અખ્તરે કર્યુ ભાવુક ટ્વિટ

ફરહાન અખ્તરે કર્યુ ભાવુક ટ્વિટ

ઉલ્લેખનીય છે કે કુશલ પંજાબી માત્ર ટેલિવિઝન જ નહિ પરંતુ બોલિવુડની દુનિયામાં પણ જાણીતો ચહેરો હતા. ટીવી શોઝ, રિયાલિટી શોઝ ઉપરાતં તેમણે કાલ અને લક્ષ્ય જેવી ઘણી મોટી ફિલ્મોમાં કામ કર્યુ હતુ. કુશલ પંજાબીના નિધન પર ફરહાન અખ્તરે પણ ટ્વિટ કર્યુ. ફરહાન અખ્તરે કહ્યુ, ‘કુશલ પંજાબીના આત્મહત્યાના સમાચાર સાંભળીને દુઃખી અને શોકમાં છુ. ફિલ્મ લક્ષ્યમાં તેમની સાથે કામ કરવા દરમિયાન ઘણી યાદો છે. દરેકની સાથે ઉભા રહેવાના તેમના ઉત્સાહનો હું સાક્ષી છુ. તુ બહુ યાદ આવીશ ભાઈ. તેમના પરિવારને મારી સાંત્વના.'

અક્ષય કુમારે કહ્યુ, ‘જિંદગી બહુ સુંદર છે'

અક્ષય કુમારે કહ્યુ, ‘જિંદગી બહુ સુંદર છે'

વળી, ફિલ્મ અભિનેતા અક્ષય કારે કુશલ પંજાબીના નિધન પર કહ્યુ, ‘કુશલે મારી સાથે ફિલ્મ અંદાજમાં કામ કર્યુ હતુ. દરેકને પોતાની કોઈ મુશ્કેલીઓ હોય છે, અમુક લોકો સમજી જાય છે પરંતુ અમુક લોકો નથી સમજી શકતા. તમારો પરિવાર ખૂબ જરૂરી છે, હંમેશા આ વાત યાદ રાખવી જોઈએ અને મુશ્કેલીનો સામનો કરવાની હિંમત રાખો કારણકે આ જિંદગી ખૂબ સુંદર છે. તમારા માતાપિતાએ આ સુંદર જિંદગી તમને આપી છે. કોઈ પણ પ્રકારના ડિપ્રેશનનો ઈલાજ કરાવો અને પોતાના જીવન પર ધ્યાન આપો.'

મોત પહેલા કુશલે ન ઉઠાવ્યો કોઈનો ફોન

મોત પહેલા કુશલે ન ઉઠાવ્યો કોઈનો ફોન

કુશલ પંજાબીના મોત માટે ડીસીપી પરમજીત સિંહે જણાવ્યુ, ‘અમને સુસાઈડ નોટ મળી છે જેમાં તેમણે લખ્યુ છે કે આના માટે કોઈને પણ જવાબદાર ગણાવામાં ન આવે. અમે હાલમાં આ કેસની તપાસ કરી રહ્યા છે.' કુશલના નિધનનો ખુલાસો તેના દોસ્ત કરણવીર બહોરાએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર કર્યો હતો. કેસની તપાસ કરનાર અધિકારીઓનુ કહેવુ છે કે કુશલે ગુરુવારે કોઈનો ફોન નહોતો ઉઠાવ્યો. પોલિસનુ કહેવુ છે કે કુશલના માતાપિતા ગુરુવારે બપોરે 2 ગે તેને ફોન કરતા હતા પરંતુ તે કોઈ જવાબ નહોતો આપી રહ્યો. ત્યારે તેમણે તેની પાસે જવા વિચાર્યુ. તેમના માતાપિતા રાતે 10.30 વાગે તેમના ઘરે પહોંચ્યા તો દરવાજો બંધ મળ્યો. દરવાજો ખોલ્યો તો કુશલનુ શબ ફંદા પર લટકેલુ હતુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X