સુષ્મિતાની બેગ ઉઠાવીને ચાલતો મળ્યો રોહમન શૉલ, યુઝર્સે પુછ્યુ-બોયફ્રેન્ડ છે કે બોડીગાર્ડ?
બોલિવૂડ અભિનેત્રી સુષ્મિતા સેનને હાર્ટ એટેક આવતા ચર્ચામાં આવી હતી. કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહેતી સુષ્મિતા સેન હાલમાં જ તેના બોયફ્રેન્ડ રોહમન શૉલ સાથે જોવા મળી હતી. આ વખતે કોઈ ફિલ્મ કે વેબ સીરિઝ નહીં પરંતુ સુષ્મિતા સેનનો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોને કારણે અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી ટ્રોલ થઈ રહી છે. સુષ્મિતા સેનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.

સુષ્મિતા સેનનો આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સુષ્મિતા સેન તેના કથિત બોયફ્રેન્ડ રોહમન શૉલ સાથે જોવા મળી રહી છે. રોહમન અને સુષ્મિતા સેન આ વીડિયોમાં મોલમાંથી બહાર નીકળતી જોવા મળી રહી છે. આ દરમિયાન રોહમન સુષ્મિતાની બેગ લઈને જતો જોવા મળ્યો છે. આ પછી સુષ્મિતા કારમાં બેસે છે ત્યારે રોહમન કારનો દરવાજો બંધ કરતો જોવા મળે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે સુષ્મિતા સેન કારમાં બેસે છે ત્યાર બાદ કારમાંથી એક બોટલ પડે છે. જો કે ફેંકી તે સ્પષ્ટ નથી. આને લઈને હવે તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરાઈ રહી છે.
સુષ્મિતા સેન આ વીડિયોને લઈને ચર્ચામાં આવી છે. સુષ્મિતા સેનના આ વીડિયો પર કોમેન્ટ કરતી વખતે યુઝર્સ રોહમન વિશે ઘણું બધું પુછતા જોવા મળી રહ્યા છે. કોઈ રોહમન શૉલને બોડીગાર્ડ કહીને ટ્રોલ કરી રહ્યા છે. બીજી તરફ પ્લાસ્ટીકની બોટલ રસ્તા પર ફેંકવા બદલ પણ અભિનેત્રીને ટ્રોલ કરવામાં આવી રહી છે. અહીં તમને જણાવી દઈએ કે, સુષ્મિતા સેન લલિત મોદી સાથેના અફેરને લઈને પણ ચર્ચામાં રહી છે.












Click it and Unblock the Notifications
