આજે પડદા પર સોનમ-ધનુષની પ્રેમ-કહાની 'રાંઝણા'
આજે સિલ્વર સ્ક્રીન પર વધુ એક બહુપ્રતિક્ષિત ફિલ્મ 'રાંઝણા'એ દસ્તક દિધી છે. આ ફિલ્મનું જબરજસ્ત પ્રમોશન કરવામાં આવ્યું હતું. ફિલ્મના સંગીતમાં એ આર રહેમાને જીવ પૂર્યો છે તો બીજી તરફ સોનમ કપૂરના ટીનેજ લુકે પણ લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે.
ફિલ્મના પ્રમોશનમાં વારંવાર કહેવામાં આવ્યું હતું કે આ એક ટચિંગ અને ખૂબ જ સુંદર પ્રેમકહાની છે જેને લોકો વર્ષો સુધી ભૂલી શકશે નહી. ફિલ્મમાં પ્રથમ વાર દક્ષિણ ભારતીય હિરો ધનુષ પ્રથમવાર હિન્દી બોલ્યો છે જે પોતાના માટે ગર્વ અને અનોખી વાત કહી શકાય. જેથી આ ફિલ્મના રિલિઝ થવાની રાહ ફક્ત સોનમ-ધનુષ અને પ્રજાને જ નહી પરંતુ ધનુષના સસરા અને અભિનય મહારથિ રજનીકાંતને પણ છે.
ફિલ્મ નિર્માતા અનિલ કપૂર છે તો ફિલ્મ નિર્દેશક આનંદ રાય છે. ફિલ્મ પંડિતોએ જાહેરાત કરી દિધી છે કે આ ફિલ્મ એક મોટી સફળતા મેળવશે. પરંતુ આ અંગે થોડીવારમાં ખબર પડી જશે જ્યારે આ ફિલ્મનો પ્રથમ શો છૂટશે.
આવો તમને જણાવીએ પ્રેમ-કહાણી રાંઝણાની મહત્વપૂર્ણ વાતો જેના કારણે લોકો આ ફિલ્મની રાહ જોઇ રહ્યાં હતા.

ફિલ્મનું સંગીત
કોઇપણ ફિલ્મ હિટ થવા પાછળ સંગીત મહત્વનો ભાગ ભજવે છે. અને રાંઝણાનું સંગીત પહેલાંથી જ હિટ થઇ ગયું છે જેથી લોકો કહી રહ્યાં છે કે આ ફિલ્મ હિટ હશે.

ફિલ્મની સાદગી
લાંબાગાળા બાદ ફિલ્મી પડદા પર ફેમિલી સાથે બેસીને જોઇ શકાય તેવી ફિલ્મ આવી છે જેમાં હિરોઇન-હીરો વચ્ચે કેટલાક રોમેન્ટીક સીન્સ નથી પરંતુ રીયલ પ્રેમ દર્શાવવામાં આવ્યો છે.

ધનુષની લોકપ્રિયતા
ઇન્ટરનેટ પર લોકાવરી ડી દ્વારા પોતાના દિવાના બનાવનાર અભિનેતા ધનુષની લોકપ્રિયતા પણ આ ફિલ્મની યૂએસપી છે.

સોનમનો લુક
સોનમનો લુક ટીનેજ લુક પણ લોકોને લોભાવી રહ્યો છે, સોનમના લુકથી જ અહેસાસ થાય છે કે આ ફિલ્મ સામાન્ય વ્યક્તિ સાથે જોડાયેલી છે.

ફિલ્મના સંવાદ
ફિલ્મના પ્રોમોમાં જે સંવાદ બતાવવામાં આવ્યાં છે તે ખરેખર દિલને અસર કરી જાય છે.
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા






Click it and Unblock the Notifications
