સચિન તેંડુલકરે કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત

Subscribe to Oneindia News

સચિન તેંડુલકરની આગામી ફિલ્મ 'સચિન - અ બિલિયન ડ્રીમ્સ' 26 મેના રોજ થિયેટરમાં રિલીઝ થનાર છે. આ ફિલ્મ અંગે બોલિવૂડ રસિયાઓ ઉપરાંત ક્રિકેટના ફેન્સ પણ સુપર-એક્સાઇટેડ છે. મહેન્દ્ર સિંહ ધોની પર આધારિત ફિલ્મ એમ.એસ.ધોનીમાં તેમની પર્સનલ લાઇફના ઘણા ચેપ્ટર સામે આવ્યા હતા, આ ફિલ્મ માટે પણ દર્શકોને એવી જ આશા છે.

sachin

'સચિન - અ બિલિયન ડ્રીમ્સ' તેની બાયોપિક ફિલ્મ છે, ફિલ્મના ટ્રેલરના લોકોએ ખૂબ વખાણ કર્યા હતા. આ ફિલ્મ અંગે વાત કરવા જ સચિન તેંડુલકર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યાં હતા અને તેમને આ અંગે જાણકારી આપી હતી. ઉલ્લેખનીય છે કે, સચિન તેંડુલકર પોતે પણ કોંગ્રેસ પાર્ટી તરફથી રાજ્યસભાના સાંસદ છે.

જો કે, પીએમ મોદીએ આ રાજકારણની ટક્કર બાજુએ મુકીને મોકળા મને સચિન સાથે મુલાકાત કરી હતી. તેમણે આ અંગે ટ્વીટ પણ કર્યું હતું. તેમણે લખ્યું હતું, ક્રિકેટમાં તેમની સફર અને સિદ્ધિઓ દરેક ભારતીયને ગૌરવવિંત કરે છે અને પ્રેરણા આપે છે.

આ ફિલ્મમાં સચિનના નાનપણથી લઇને ક્રિકેટ કરિયર સુધીની તમામ વાતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ફિલ્મમાં તેમના ક્રિકેટ કરિયર પર ફોકસ કરવામાં આવ્યું છે તથા મોટા ભાગના ઓરિજિનલ ફૂટેજનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

English summary
Sachib tendulkar meet PM Narendra Modi and briefed about film.
Please Wait while comments are loading...