Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Saif Ali Khan Attack : રૂપિયા માટે સૈફ અલી ખાન પર હુમલો કરાયો? સામે આવી ગઈ FIR ની કોપી

Saif Ali Khan Attack : એક્ટર સૈફ અલી ખાન પર ચાકુથી હુમલાની ઘટનાએ લોકોને ચૌકાવી દીધા છે. આ હુમલા બાદ બોલિવૂડ સ્ટારની સુરક્ષાને લઈને ઘણા સવાલો ઉભા થયા છે.

ઘટના બાદ સૈફ અલી ખાનના સ્ટાફ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદમાં એક કરોડ રૂપિયાના ઉલ્લેખે લોકોનું ધ્યાન ખેંચ્યુ છે.

Saif Ali Khan Attack

આ કેસમાં મુંબઈ પોલીસ દ્વારા નોંધવામાં આવેલી FIR ની બે પાનાની કોપી સામે આવી છે. આ અનુસાર, આરોપીઓએ હુમલા દરમિયાન 1 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી.

ફરિયાદ અનુસાર, સૈફ અલી ખાન પર હુમલો કરનાર વ્યક્તિએ 1 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. આરોપીને સૈફ અલી ખાનના ઘરે પૂછવામાં આવ્યું કે તેને શું જોઈએ છે ત્યારે તેણે કહ્યું કે તેને પૈસા જોઈએ છે. તેને કેટલા પૈસા જોઈએ છે એ સવાલના જવાબમાં એક કરોડ રૂપિયા માંગ્યા હતા.

સૈફ અલી ખાન સાથે મારામારી કરતા પહેલા આરોપીએ નોકરાણી સાથે ઝપાઝપી કરી હતી. આ ઘટનામાં તેના બંને હાથ પર ઈજાઓ થઈ છે.

આ દરમિયાન સીસીટીવીમાં કેદ થયેલા આરોપીઓની તસવીરો સામે આવી છે. આ તસવીર છઠ્ઠા માળની છે, તે હુમલા પછી 12મા માળેથી ભાગી રહ્યો હતો. સૈફ અલી ખાન 12 માં માળે રહે છે, જ્યાં રાત્રે લગભગ 2.30 વાગ્યે આ હુમલો થયો.

સૈફ અલી ખાન હાલમાં મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ છે અને હાલત સ્થિર છે. ડૉક્ટરે કહ્યું છે કે તેના પર છ વાર છરીથી હુમલો કરવામાં આવ્યો છે અને કરોડરજ્જુમાં ગંભીર ઈજા થઈ છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X