કરીનાથી બાળક નથી ઇચ્છતો ‘બૂલેટ રાજા’
તાજેતરમાં રજુ થયેલી બૉલીવુડ ફિલ્મ બૂલેટ રાજાનો મુખ્ય અભિનેતા અને નવાબ સૈફ અલી ખાન હાલ તેની પત્ની કરીના કપૂર સાથેના અંગત જીવનને માણી રહ્યો છે. જો કે, તેમના ચાહકો હવે ભવિષ્ય અંગે વાતો કરી રહ્યા છે અને તેઓ રાહ જોઇ રહ્યાં છે કે સૈફ અને કરીનાનું પહેલું બાળક ક્યારે આવશે, પરંતુ છોટે નવાબ એ દિશામાં કંઇ જ વિચારી રહ્યાં નથી. સૈફના મત અનુસર બેબોથી બાળકની તેની હાલ કોઇ યોજના નથી.

નોંધનીય છે કે, થોડા સમય પહેલા કરીના કપૂરે પણ સૈફ અલી ખાન જેવી જ વાત કરી હતી. ભારતના અન્ય કપલ્સની જેમ તેણે સૈફ સાથે બાળકો માટે લગ્ન કર્યા નથી. મે હજુ બાળકો અંગે વિચાર્યું નથી. હું હજુ 32 વર્ષની છુ અને સૈફને બે બાળકો છે. અમે ટિપિકલ ભારતીય કપલ નથી કે જેઓ લગ્ન માત્ર બાળકો માટે કરે છે. અમે મોર્ડન છીએ.












Click it and Unblock the Notifications
