• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સૈફીના : ઘરમાં પ્રેમ અને બૉક્સ ઑફિસે લડાઈ

|

મુંબઈ, 14 ઑક્ટોબર : સૈફ-કરીનાના લગ્નને 16મી ઑક્ટોબરે એક વર્ષ થશે. બૉલીવુડના હૉટ કપલોમાંના એક સૈફ-કરીના એમ તો એક-બીજાની ખૂબ નજીક ગણાય છે. લોકો સૈફ-કરીનાને બ્યૂટીફુલ તથા સ્માર્ટ કપલ કહે છે, પરંતુ આ બંને સિતારાઓ હવે ઝગડવાની તૈયારીમાં છે.

અરે અરે ગભરાવવા જેવી વાત નથી. હકીકતમાં બંને પોતાના ઘરમાં નહીં, પણ બૉક્સ ઑફિસે ટકરાવવાની તૈયારી કરી રહ્યાં છે. બંનેની મોસ્ટ અવેટેડ ફિલ્મો બૅક ટુ બૅક રિલીઝ થઈ રહી છે. લૅડીઝ ફર્સ્ટ તરીકે કરીના કપૂરની ગોરી તેરે પ્યાર મેં ફિલ્મ 22મી નવેમ્બરે રિલીઝ થઈ રહી છે, તો તેમના પતિ સૈફ અલી ખાનની બુલેટ રાજા ફિલ્મ 29મી નવેમ્બરે રિલીઝ થશે. બંને ફિલ્મો નામચીન નિર્માતા-દિગ્દર્શકોની છે. તેથી બંને જ ફિલ્મોમાં સખત સ્પર્ધા થશે જ.

નોંધનીય છે કે ગોરી તેરે પ્યાર મેં ફિલ્મમાં ઇમરાન ખાન અને કરીના કપૂર લીડ રોલ કરી રહ્યાં છે કે જે એક કૉમિક લવ સ્ટોરી છે. તેના નિર્માતા કરણ જૌહર અને દિગ્દર્શક પુનીત મલ્હોત્રા છે. બીજી બાજુ બુલેટ રાજામાં સૈફ અલી ખાન અને સોનાક્ષી સિન્હા લીડ પૅરમાં છે. તિગ્માંશુ ધુલિયા દિગ્દર્શિત આ ફિલ્મ યૂપીના એક માફિયાની વાર્તા છે.

English summary
Saif Ali Khan's 'Bullett Raja' is all set to hit the theatres on November 29, a week after Kareena's 'Gori Tere Pyaar Mein!' (Nov 22).
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X