સૈફ અને હું એક સામાન્ય યુગલ છીએ : કરીના કપૂર
મુંબઈ, 4 મે : બૉલીવુડ અભિનેત્રી કરીના કપૂર કહે છે કે બીજા પરિણીત યુગલોની જેમ જ તેઓ અને સૈફ અલી ખાન પણ એક સામાન્ય પરિણીત યુગલ છીએ. તેઓ નાના-મોટા કાર્યોમાં એક-બીજાને મદદ કરે છે અને પોતાના જીવનમાં ખુશ છે.

કરીનાએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું - સૈફ અને હું સામાન્ય યુગલોની જેમ જ છીએ. અમને પણ પસંદગીના રેસ્ટોરંટમાં કોઈ પણ વિક્ષેપ વગર ભોજન કરવું ગમે છે. મારા વ્યક્તિગત જીવનમાં વધુ ખલલ ન કરવા બદલ મીડિયાની હું આભારી છું. જાણીતા હોવાના પગલે દરેક વખતે મીડિયાની નજરમાં રહેવું ખતરનાક છે, પણ હું મીડિયાની આભારી છું કે મારી પાસે પોતાના કામ અને પોતાના વ્યક્તિગત જીવનને જીવવાની આઝાદી છે.
પોતાના ફૅશન તેમજ સ્ટાઇલ માટે વખણાતાં કરીના કહે છે - હું સામાન્ય રીતે પોતાના કપડાં અને ફૅશન અંગે સૈફની સલાહ લઉ છું. હું સૈફને પુછૂ છું કે મારી ઉપર કયા કપડાં કે સ્ટાઇલ સારા લાગે છે અને તેઓ મને કોઇકને કોઈ નુસ્ખા આપતાં રહે છે. ફૅશન અને સ્ટાઇલની બાબતમાં તેમની પસંદ ખૂબ ઉત્તમ છે.
બૉલીવુડમાં ટોચની અભિનેત્રી હોવા છતાં કરીના પોતાની વ્યવસ્તતાઓ વચ્ચે સૈફ માટે સમય કાઢી જ લે છે. તેમણે સૈફ સાથે ટશન તેમજ કુર્બાન જેવી ફિલ્મો કરી છે.
કરીના કપૂર કહે છે - હું અને સૈફ એક જ ક્ષેત્રે કામ કરીએ છીએ, તેફી સૈફ સમજે છે કે એક અભિનેતા કે અભિનેત્રી તરીકે અમારી ઉપર કામનું કેટલું દબાણ રહે છે. અમે પોતાના કામ પ્રત્યે વફાદાર રહેતાં પણ એક-બીજા માટે સમય કાઢી લઇએ છીએ. અમે સાથે ફિલ્મો જોવા જઇએ, હોટલમાં જમવા જિએ અને ક્યાંક રજાઓ ગાળવા જઇએ છીએ.
કરીનાએ પોતાના 13 વરસના ફિલ્મી કૅરિયરમાં પોતાની અભિનય પ્રતિભા સાબિત કરી બતાવી છે. ગત વર્ષે તેમણે સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા હતાં.












Click it and Unblock the Notifications
