નવી વાર્તા સાથે હમશકલ બનાવશે વાસુ ભાગનાની

મુંબઈ, 16 મે : બૉલીવુડમાં કોઇક ફિલ્મની નવી આવત્તિ બનાવવાની પરમ્પરાથી જુદા પડી નિર્માતા વાસુ ભાગનાની નવી વાર્તા સાથે ફિલ્મ હશકલ બનાવી રહ્યાં છે. વાસુ ભાગનાનીના જણાવ્યા મુજબ સૈફ અલી ખાન અને રીતેશ દેશમુખ આ ફિલ્મમાં હશે અને તેનું શૂટિંગ ચોમાસામાં શરૂ થશે. વાસુએ અગાઉ હિમ્મતવાલા ફિલ્મનું સહ-નિર્માણ કર્યુ હતું કે જે દર્શકોનો દિલ જીતવામાં નિષ્ફળ રહી હતી.

vasubhagnani

હમશકલ ફિલ્મના નિર્માણનું સમર્થન કરતાં વાસુએ જણાવ્યું - હું હમશકલનું નિર્માણ કરી રહ્યો છું. આ એક નવી ફિલ્મ છે, નહિં કે કોઈ ફિલ્મની રીમેક. તેનું દિગ્દર્શન સાજિદ ખાન કરશે અને સૈફ તેમજ રીતેશ મુખ્ય ભૂમિકા ભજવશે. શૂટિંગ ઑગસ્ટમાં શરૂ કરવામાં આવશે. અમે હજી ફિલ્મના નાયિકા વિશે નક્કી નથી કર્યું. તેનો નિર્ણય થતાં જ અમે ફિલ્મ અંગે અધિકૃત જાહેરાત કરી દઇશું.

પોતાના પુત્ર જૅકી ભાગનાની માટે નવી ફિલ્મ બનાવવા અંગે પણ વાસુ વિચાર કરી રહ્યાં છે. તેમણે જણાવ્યું - અમે જૅકી માટે પણ કોઇક યોજના બનાવી રહ્યાં છે, પરંતુ હાલ કંઇ કહેવું ઉતાવળિયું ગણાશે. અમને થોડોક સમય આપો અને અમે તેની અધિકૃત જાહેરાત કરીશું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X