FirstReview: 'ટ્યૂબલાઇટ' ખૂબ જ સુંદર અને ઇમોશનલ ફિલ્મ
સલીમ ખાને સલમાનની નવી ફિલ્મ ટ્યૂબલાઇટ જોઇ લીધી છે અને તેમણે ફિલ્મનો રિવ્યૂ આપ્યો છે. જાણો સલીમ ખાને શું કહ્યું સલમાનની ફિલ્મ ટ્યૂબલાઇટ વિશે.
સલમાનની ફિલ્મ ટ્યૂબલાઇટ વર્ષ 2017ની સૌથી મોટી રિલીઝ બની રહેશે એવી સૌને આશા છે.
સલમાન ખાનની દરેક ફિલ્મનું ઓપનિંગ ધમાકેદાર રહે છે. આથી આ ફિલ્મ પાસે પણ લોકોને ખૂબ આશા છે.
સલમાનની આ ફિલ્મનો ફર્સ્ટ રિવ્યૂ આવી ગયો છે, સલમાનના પિતા સલીમ ખાને આ ફિલ્મનો રિવ્યૂ આપ્યો છે. સલીમ ખાનનો રિવ્યૂ માત્ર સલમાન જ નહીં, પરંતુ ડાયરેક્ટર કબીર ખાન માટે પણ ખૂબ મહત્વનો છે. આથી જ તેમણે સૌ પ્રથમ સલીમ ખાનને પોતાની ફિલ્મ બતાડી છે.

સલીમ ખાનનું રિએક્શન જોઇને.
કબીર ખાનનું કહેવું છે કે, સલીમ ખાનનું રિએક્શન જોઇને જ મને ફિલ્મની સફળતાનો અંદાજ મળી જાય છે. મેં આ ફિલ્મનો ફર્સ્ટ કટ તેમને બતાવ્યો છે. ફિલ્મ જોઇને બહાર નીકળ્યા બાદ એક પણ શબ્દ બોલ્યા વિના તેમણે મને બાથમાં ભરી લીધો હતો. અને કહ્યું કે, મારે બીજુ કંઇ કહેવાની જરૂર નથી.

હું દરેક સ્ક્રિપ્ટ સલીમ ખાનને બતાવું છું
કબીર ખાને આગળ કહ્યું કે, હું જ્યારે પણ સ્ક્રિપ્ટ લખું સલીમ ખાનને ચોક્ક્સ બતાવું છું. ઘણા ઓછા લોકોને આવી તક મળે છે. સલીમ ખાનની સલાહ મારે માટે ખૂબ મહત્વપૂર્ણ છે.

"ખૂબ જ સુંદર ફિલ્મ છે ટ્યૂબલાઇટ"
સલીમ ખાને પણ આ વાતની પુષ્ટિ કરતાં કહ્યું હતું કે, ટ્યૂબલાઇટ ખૂબ જ સુંદર ફિલ્મ છે અને કબીરે તેને ખૂબ સરસ રીતે પડદા પર ઉતારી છે. ઉલ્લેખનીય છે કે, ટ્યૂબલાઇટના પોસ્ટરમાં લખેલ લાઇન 'ક્યા તુમ્હેં યકીન હે?' સલીમ ખાને જ આપી છે.

સલમાનનું બેસ્ટ પર્ફોમન્સ
ટ્યૂબલાઇટ અંગે વાત કરતાં કબીર ખાને કહ્યું કે, આ ફિલ્મનું પાત્ર એ સલમાનના કરિયરનું અત્યાર સુધીનું સૌથી દમદાર પાત્ર છે અને કદાચ તેમનું સૌથી બેસ્ટ પર્ફોમન્સ પણ. એડિટિંગ દરમિયાન જ્યારે મેં સલમાનનું કામ જોયું તો હું પણ દંગ રહી ગયો હતો. તેમણે પોતાના પાત્રમાં જીવ રેડ્યો છે, આવું પહેલા ક્યારેય નથી થયું.

ચીની એક્ટ્રેસ છે ફિલ્મની જાન
આ ફિલ્મમાં એક ચીની એક્ટ્રેસ પણ જોવા મળશે. તેના વિશે વાત કરતાં કબીરે કહ્યું કે, જ્હૂ જ્હૂ શાનદાર એક્ટ્રેસ છે. મને તેની સાથે કામ કરવાની ખૂબ મજા પડી. તે આ ફિલ્મમાં ડેપ્થ લાવવામાં સફળ રહી છે. તેના પાત્ર સાથે લોકો કનેક્ટ કરી શકશે. તે ફિલ્મની જાન છે.

બજરંગી ભાઇજાન કરતાં પણ શ્રેષ્ઠ
તેમણે આગળ કહ્યું કે, જો કોઇને લાગતું હોય કે, બજરંગી ભાઇજાનમાં સલમાને સુંદર કામ કર્યું છે તો હું તેમને કહેવા માંગું છું કે આ ફિલ્મમાં સલમાને પાંચ ગણું સારું કામ કર્યું છે. આ ફિલ્મમાં દર્શકોને સલમાનનો અલગ અંદાજ જોવા મળશે. જો આ ફિલ્મ દર્શકોને પસંદ પડી તો 100 ટકા બજરંગી ભાઇજાન કરતાં સારો બિઝનેસ કરશે.

બજરંગી ભાઇજાન કરતાં પણ શ્રેષ્ઠ
તેમણે આગળ કહ્યું કે, જો કોઇને લાગતું હોય કે, બજરંગી ભાઇજાનમાં સલમાને સુંદર કામ કર્યું છે તો હું તેમને કહેવા માંગું છું કે આ ફિલ્મમાં સલમાને પાંચ ગણું સારું કામ કર્યું છે. આ ફિલ્મમાં દર્શકોને સલમાનનો અલગ અંદાજ જોવા મળશે. જો આ ફિલ્મ દર્શકોને પસંદ પડી તો 100 ટકા બજરંગી ભાઇજાન કરતાં સારો બિઝનેસ કરશે.

સલમાન ખાનનું પાત્ર
આ ફિલ્મમાં સલમાન ખાન એક એવા વ્યક્તિના રોલમાં જોવા મળશે, જેને વસ્તુ-સ્થિતિ સમજતાં ઘણી વાર લાગે છે. ફિલ્મમાં સલમાનનું નામ લક્ષ્મણ છે. તે પોતાની આ સ્વભાવગત ખામી સામે સંઘર્ષ કરે છે અને ભારત-ચીનના યુદ્ધમાં ખોવાયેલા પોતાના ભાઇને શોધે છે. આ ફિલ્મ ચીનમાં પણ રિલીઝ થશે. ભારત સાથે ચીનમાં રિલીઝ થનાર આ પહેલી ફિલ્મ છે.

વધુ વાંચો
આ કારસ્તાન ભૂલથી થયું કે પછી જાણી જોઇને કરવામાં આવ્યું એ જાણકારી હજુ મળી નથી. વિદ્રોહ હોય કે ભૂલ, એક થિયેટરમાં આ ફિલ્મ સેન્સર સર્ટિફિકેટ વગર બતાવવામાં આવી છે.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
