2 વર્ષ બાદ બાબા સિદ્દીકીએ આપી ઈફ્તાર પાર્ટી, શાહરુખ-સલમાન સાથે-સાથે પાર્ટીમાં ગ્લેમર પણ દેખાયુ
દર વર્ષની જેમ આ વર્ષે પણ મહારાષ્ટ્રની રાજનીતિના જાણીતા ચહેરા બાબા સિદ્દીકીએ ઈફ્તાર પાર્ટી આપી છે.
મુંબઈઃ દર વર્ષની જેમ આ વર્ષે પણ મહારાષ્ટ્રની રાજનીતિના જાણીતા ચહેરા બાબા સિદ્દીકીએ ઈફ્તાર પાર્ટી આપી છે. રવિવારે બાંદ્રાની આલીશાન હોટલમાં બાબા સિદ્દીકી અને તેમના દીકરા જીશન સિદ્દીકી આ શાનદાર પાર્ટીના હોસ્ટ બન્યા. આ પાર્ટીમાં સ્ટાર્સની ભીડ લાગી ગઈ. શાહરુખ-સલમાન ઉપરાંત બાબા સિદ્દીકીની ઈફ્તાર પાર્ટીમાં ગ્લેમર પણ જોવા મળ્યુ. બૉલિવુડની સાથે-સાથે ટીવી ઈન્ડસ્ટ્રીના મોટા કલાકારો પણ આ પાર્ટીમાં જોવા મળ્યા.

કોણ-કોણ પહોંચ્યુ ઈફ્તાર પાર્ટીમાં
તમને જણાવી દઈએ કે બાબા સિદ્દીકી કોરોના મહામારીના કારણે છેલ્લા 2 વર્ષથી પાર્ટીનુ આયોજન નહોતા કરતા. 2 વર્ષ પછી બાબા સિદ્દીકીની પાર્ટી ઘણી ખાસ હતી. આ ઈફ્તાર પાર્ટીમાં રેડ કાર્પેટથી શાહરુખ-સલમાન ઉપરાંત હિના ખાન, ઈશા ગુપ્તા અને અન્ય હસ્તીઓ પણ જોવા મળી. સલમાન બ્લેક કલરના શર્ટમાં જોવા મળ્યો જ્યારે શાહરુખ ખાન બ્લેક પઠાણી કુર્તામાં જોવા મળ્યા. મિસ યુનિવર્સ હરનાઝ સંધુ પણ આ પાર્ટીમાં જોવા મળી. શહેનાઝ ગિલને પણ આ પાર્ટીમાં જોવામાં આવી.

ટીવી ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સ પહોંચ્યા પાર્ટીમાં
આ વર્ષની ઈફ્તાર પાર્ટી તાજમાં આયોજિત કરવામાં આવી. પાર્ટીમાં ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી રશ્મિ દેસાઈ, સના ખાન, તેના પતિ અનસ સૈયદ, ઉર્વશી ધોળકિયા પણ પહોંચ્યા. તમને જણાવી દઈએ કે દર વર્ષે બાબા સિદ્દીકી બૉલિવુડ અને ટીવી સ્ટાર્સ માટે ઈફ્તાર પાર્ટીનુ આયોજન કરે છે. આ પાર્ટીમાં શાહરુખ અને સલમાન દર વર્ષે શામેલ થાય છે. આ પાર્ટી પહેલા એક નિવેદનમાં બાબાએ કહ્યુ હતુ કે કોવિડના કારણે છેલ્લા 2 વર્ષથી પાર્ટીની આયોજન નથી થઈ રહ્યુ પરંતુ આ વખતની પાર્ટી માટે હું અને મારો પરિવાર ઘણા ઉત્સાહિત છીએ.

કોણ છે બાબા સિદ્દીકી?
તમને જણાવી દઈએ કે બાબા સિદ્દીકી મહારાષ્ટ્રની રાજનીતિના કદાવર નેતા છે. વર્ષ 1997થી 2014 સુદી તે સતત ધારાસભ્ય રહ્યા છે. બાબા સિદ્દીકીએ કોંગ્રેસ પાર્ટી માટે જ રાજનીતિ કરી છે. તમને જણાવી દઈએ કે જ્યારે સલમાન અને શાહરુખ વચ્ચે ઝઘડો થયો ત્યારે બંનેને ગળે મળાવવાનુ કામ પણ બાબા સિદ્દીકીએ જ કર્યુ હતુ. તેમણે જ બંને ખાન વચ્ચે પેચઅપ કરાવ્યુ હતુ.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
