શું સલમાનનું #Tubelightનું પોસ્ટર છે #Sultanની કોપી?

Written By:
Subscribe to Oneindia News

બાહુબલી 2નો ક્રેઝ ઉતર્યા બાદ હવે બોલિવૂડ રસિયાઓ આતુરતાથી સલમાન ની આગામી ફિલ્મ ટ્યૂબલાઇટ ની રાહ જોઇ રહ્યાં છે. આજે એટલે કે ગુરૂવારે સલમાનની આ ફિલ્મનું ટીઝર લોન્ચ થનાર છે. આજે રાતે 8.58 કલાકે સ્ટાર નેટવર્કની તમામ ચેનલ પર આ ટીઝર જોવા મળશે. સલમાને જાતે આ વાતની ઘોષણા કરી છે. જો કે, ટીઝર લોન્ચના ટાઇમે અહીં લોકોનું ધ્યાન ખેંચ્યું છે.

8 વાગીને 58 મિનિટે

8 વાગીને 58 મિનિટે

આ પોસ્ટરમાં સલમાન ખાનની ક્યૂટ તસવીર સાથે ટીઝર લોન્ચનો સમય પણ જોવા મળે છે. પરંતુ શા માટે 8 વાગીને 58 મિનિટ? 8ના ટકોરે કે 9 વાગે કેમ નહીં? શું કોઇ અંધશ્રદ્ધાથી પ્રેરાઇને 8 વાગીને 58 મિનિટનું મૂહર્ત નક્કી કરવામાં આવ્યું છે? આ સવાલ તો સલમાનને જ પૂછવો પડે. એક વાત તો છે કે, સલમાન પોતાની હિટ ફિલ્મોના ફોર્મ્યૂલા અવારનવાર રિપીટ કરતાં હોય છે. વિશ્વાસ ન થતો હોય તો આગળની તસવીરો જોઇ લો.

ભાઇ માટે લકી છે બસ

ભાઇ માટે લકી છે બસ

જી હા, બોલિવૂડના સુલતાન સલમાન ખાન બસને લકી માનતા હોય એમ લાગે છે. ફિલ્મ 'અંદાઝ અપના અપના'માં તેમના અને આમિરના ઘણા સિન બસમાં હતા. 'બજરંગી ભાઇજાન'માં પણ અનેક બસના સિન છે. આગામી ફિલ્મ 'ટ્યૂબલાઇટ'ના જે થોડા ફોટોઝ સામે આવ્યા છે, એમાંથી એકમાં સલમાન અને સોહેલ બસની છત પર બેઠેલા જોવા મળે છે. ફિલ્મ 'હમ સાથ સાથ હે'માં તો એક આખું સોન્ગ બસમાં શૂટ કરવામાં આવ્યું હતું.

દંબગનો એવરગ્રીન બેક પોઝ

દંબગનો એવરગ્રીન બેક પોઝ

સલમાન માટે આ ટ્રેન્ડની શરૂઆત થઇ સુપરહિટ ફિલ્મ દબંગથી. દબંગમાં સલમાનનો ડોક આગળ ગોગલ્સ લટકાવવાનો પોઝ ખૂબ પોપ્યૂલર થયો હતો. ફિલ્મ પ્રેમ રતન ધન પાયો માટે પણ સલમાને બેક પોઝનો ઉપયોગ કર્યો હતો. ત્યાર બાદ સુલતાન અને હવે ટ્યૂબલાઇટમાં પણ સલમાને એ જ ફોર્મ્યૂલા યૂઝ કર્યો છે.

પ્રેમ રતન ધન પાયો

પ્રેમ રતન ધન પાયો

ફિલ્મ 'પ્રેમ રતન ધન પાયો'માં સલમાને પોતાના જ અન્ય એક પોઝને રિપીટ કર્યો હતો અને તે છે આ. ઐશ્વર્યા અને સલમાનની યાદગાર ફિલ્મ 'હમ દિલ દે ચૂકે સનમ'નો આ પોઝ ખૂબ પોપ્યૂલર થયો હતો. આ સિન ફિલ્મનો સિગ્નેચર પોઝ બની ગયો હતો, જેને સલમાને ફિલ્મ 'પ્રેમ રતન ધન પાયો'માં રિક્રિએટ કર્યો હતો.

હમ આપકે હૈં કોન

હમ આપકે હૈં કોન

'પ્રેમ રતન ધન પાયો'માં જ સલમાને પોતાની અન્ય એક સુપરહિટ ફિલ્મનો પોઝ રિપીટ કર્યો હતો. 'હમ આપકે હૈં કોન'નો માધુરી અને સલમાનનો આ સિન ખૂબ મજેદાર હતો, જે 'પ્રેમ રતન ધન પાયો'ના એક સોંગમાં રિપીટ કરવામાં આવ્યો હતો. બંન્ને ફિલ્મના પોસ્ટરમાં આ પોઝની તસવીર જોવા મળે છે.

English summary
Salman Khan copies his super hit movies' scenes.
Please Wait while comments are loading...