2002 હિટ એન્ડ રન કેસઃ સલમાન હવે 24મીએ રહેવું પડશે હાજર
મુંબઇ, 19 જુલાઇઃ બૉલિવૂડ અભિનેતા સલમાન ખાન શુક્રવારે 2002ના હિટ એન્ડ રન કેસ સબબ મુંબઇ સેશન કોર્ટમા હાજર થયા છે. અભિનેતા પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે અને જો દોષી પૂરવાર કરવામાં આવશે તો તેને 10 વર્ષ સુધીની સજા થઇ શકે છે. આજે કોર્ટમાં આ હિટ એન્ડ રન કેસની સુનાવણી થઇ રહી હતી, તે પૂર્ણ થઇ ગઇ છે અને હવે તેમણે 24 જુલાઇના રોજ પુનઃ કોર્ટમાં હાજર રહેવું પડશે.
સુનાવણી દરમિયાન કોર્ટમાં પહોંચેલા અભિનેતા સલમાન ખાન કોર્ટમાં સામાન્ય લોકો બેસે તે સ્થાને બેસી ગયા હતા, ત્યારે કોર્ટ દ્વારા તેમને જણાવવામાં આવ્યું હતું કે, તેઓ એક આરોપી છે અને તમારે આરોપીના સ્થાને બેસવું પડશે. જજ દ્વારા આ પ્રકારના નિર્દેશ આપવામાં આવ્યા બાદ સલમાને પોતાનું સ્થાન બદલવું પડ્યું હતું.
નોંધનીય છે કે, સલમાન ખાન માટે એ એક મોટો ફટકો છે કે, મુંબઇ સેશન કોર્ટ દ્વારા તેની રિવ્યૂ પીટિશનને 24 જૂનના રોજ ફગાવી દેવામાં આવી હતી જેના કારણે તેના પર મનુષ્યવધના આરોપો નોંધવામાં આવ્યા છે.

તેમજ રાજસ્થાનમાં કાળિયારની હત્યા કરવા બદલ 2006માં સલમાન ખાને ત્રણ દિવસ જેલમાં વિતાવવા પડ્યાં હતા. નોંધનીય છે કે, સલમાન ખાન દ્વારા એક વેબસાઇટ પણ લોન્ચ કરવામાં આવી છે. http://www.salmankhanfiles.com/files/ આ વેબસાઇટમાં સલમાન ખાન અને તેમના વકીલ દ્વારા સલમાન ખાન પર ચાલી રહેલા કેસ સબબ તમામ માહિતી તેમના ચાહકો સમક્ષ મુકવામાં આવી રહી છે. જેમાં છેલ્લે 24 જૂનના રોજ અપડેટ કરવામાં આવ્યું હતું કે કોર્ટ દ્વારા તેમની પીટિશન કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે.












Click it and Unblock the Notifications
