Pics: અર્પિતાના રિસેપ્શનમાં પહોંચ્યા સલમાન ખાન
{બોલીવુડ} ગયા વર્ષે નવેમ્બરમાં સલમાન ખાનની બહેન અર્પિતા ખાન અને આયુષ શર્મા લગ્નના બંધનમાં બંધાયા હતા. હૈદરાબાદના પેલેસમાં ખૂબ જ ધૂમધામથી થયેલા આ લગ્નએ ખૂબ જ હેડલાઇનો બનાવી હતી. લગભગ 6 મહિના બાદ અર્પિતા પોતાની સાસરી હિમાચલ પ્રદેશના મંડી પહોંચી છે, જ્યાં તેમનું રિસેપ્શન થવાનું છે.
આ અવસરે હાજરી આપવા માટે સલમાન ખાન પણ મંડી આવી પહોંચ્યા હતા. જ્યાંથી તેમની ઘણી તસવીરો વાયરલ કરવામાં આવી છે. રિસેપ્શનમાં હાજરી આપવા આવેલા સલમાન ખૂબ જ રફ એન્ડ ટફ લુકમાં દેખાયા હતા. હળવી દાઢીમાં સલમાનને જોઇને આશા છે કે તેમની ફીમેલ ફેન્સના ધબકારા ચોક્કસ વધી જશે.
આવો રિસેપ્શનને જોઇએ તસવીરોમાં....

અર્પિતા ખાનનું રિસેપ્શન
ગયા વર્ષે નવેમ્બરમાં સલમાન ખાનની બહેન અર્પિતા ખાન અને આયુષ શર્મા લગ્નના બંધનમાં બંધાયા હતા. હૈદરાબાદના પેલેસમાં ખૂબ જ ધૂમધામથી થયેલા આ લગ્નએ ખૂબ જ હેડલાઇનો બનાવી હતી.

મંડીમાં રિસેપ્શન
પરંતુ હવે અર્પિતા પોતાની સાસરી હિમાચલ પ્રદેશના મંડીમાં પોતાના બીજા રિસેપ્શનમાં હાજરી આપવા માટે પહોંચી છે.

મંડીમાં કેમ
અર્પિતા ખાનના પતિ આયુષના પિતા હિમાચલ પ્રદેશ પંચાયતી રાજ મિનિસ્ટર છે. એટલા માટે તેમનું રિસેપ્શન હિમાચલમાં રાખવામાં આવ્યું છે.

ગ્રેન્ડ રિસેપ્શન
લગ્ન પ્રમાણે રિસેપ્શન પણ એટલું જ ગ્રાંડ હશે. લગભગ 14000થી લઇને 15000 લોકો રિસેપ્શન પાર્ટીમાં હાજરી આપે તેવી શક્યતા છે.

હાઇ પ્રોફાઇલ હશે રિસેપ્શન
પરિવારના સભ્યો ઉપરાંત અનિલ શર્માના પંચાયતી રાજના સભ્યો અને ઘણા ટોપના બિઝનેસમેન પણ આ રિસેપ્શનમાં હાજરી આપશે.

હળવી દાઢીમાં સલમાન
આપ જોઇ શકો છો કે સલમાન ખાન ખૂબ જ રફ લૂકમાં જોવા મળી રહ્યો છે. હળવી દાઢીમાં સલમાનને જોઇને આશા છે કે તેમની ફીમેલ ફેન્સના ધબકારા ચોક્કસ વધી જશે.

સલમાન, આયુષ અને અર્પિતા
આ તસવીરમાં આપને સલમાનની બહેન અર્પિતા અને તેના પતિ આયુષને જોઇ શકો છો.

શું સલમાન હજી પણ ટેન્શનમાં છે?
સલમાન રિસેપ્શનમાં પહોંચી તો ગયા.. પરંતુ તેમની તસવીરોને જોઇને સ્પષ્ટ લાગી રહ્યું છે કે તેઓ હજી પણ ચિંતામાં છે. હવે કારણ તો ઘણા છે... પરંતુ અમને તે હસતો દબંગ ખાન જ પસંદ છે.

આ પહેલા મંડી પહોંચ્યા સલમાન
સલમાનને જોઇને હિમાચલમાં લોકોની ભીડ જમા થઇ ગઇ. પોલીસે પણ સલમાનની સુરક્ષા તમામ વ્યવસ્થા કરી હતી.

ફેંસને કર્યા ખુશ
મંડી પહોંચ્યા સલમાનનું હજારો ફેન્સે સ્વાગત કર્યું. સલમાને પણ હાથ બતાવીને તેમનું અભિવાદન કર્યું હતું.

આયુષ અને સલમાન ખાન
આમ તો આયુષ અને સલમાન ખાનને ઘણી વખત સાથે જોવામાં આવ્યા છે. પરંતુ અર્પિતા ખાનના પતિ આયુષ સલમાન ખાનને રિસેપ્શન માટે લઇ જતા.

સલમાન ખાન
આશા છે કે હિમાચલમાં સલમાન ખાનના ફેન્સને ખૂબ જ આનંદ થયો હશે. સલમાનની નવી ફિલ્મ બજરંગી ભાઇજાન રિલીઝ થઇ રહી છે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો





Click it and Unblock the Notifications
