મુશ્કેલીમાં 'દબંગ' સલમાન, થઇ શકે છે 10 વર્ષની સજા!
મુંબઇ, 24 જૂનઃ હિટ એન્ડ રન મામલાને લઇને બોલિવુડ અભિનેતા સલમાન ખાનની મુશ્કેલીઓ વધી ગઇ છે. મામલાને લઇને મુંબઇની એક સેશન કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે, સલમાન ખાન પર ગેર ઇરાદે હત્યાનો કેસ ચલાવવામાં આવશે, અને જો આ કેસમાં તે દોષી પુરવાર થશે તો તેને વધુમાં વધું 10 વર્ષની સજા થઇ શકે છે. સલમાનના ફૅન્સ તો દુઆ કરી રહ્યાં છે કે તેઓ નિર્દોષ છુટી જાય કે જેથી તેમને આ મુશ્કેલીમાંથી છુટકારો મળે.
નોંધનીય છે કે, મેજિસ્ટ્રેટ અદાલતે સલમાન વિરુદ્ધ ગેર ઇરાદે હત્યાના મામલાને ફરીથી ચલાવવાનો આદેશ આપ્યો હતો. ગેર ઇરાદે હત્યા( આઇપીસીની ધારા 304 ભાગ 2) હેઠળ ગંભીર આરોપો લગાવવાના વિરોધમાં દલીલ કરતા ખાનના વકીલ અશોક મુંદાર્ગીએ કહ્યું હતું કે મજિસ્ટ્રેટ અદાલતનો આદેશ કાયદાકિય રીતે ખોટો છે અને રેકોર્ડમાં દાખલ પુરાવાઓથી વિપરીત છે.













Click it and Unblock the Notifications
