કંઇ રીતે સલમાન ખાને ડેઝી શાહને હેટ સ્ટોરી 3 માટે મનાવી
તમને જાણીને નવાઇ લાગશે કે હેટ સ્ટોરી 3માં બોલ્ડ સીન કરવા માટે ડેઝી શાહને ખુદ સલમાન ખાને મનાવી હતી. એટલું જ નહીં સલમાન ખાનના કારણે જ ડેઝી શાહને મળી હતી હેટ સ્ટોરી 3. અને વાતનો ધટસ્ફોટ ખુદ ડેઝી શાહ એક ઇન્ટરવ્યૂ દરમિયાન કર્યો હતો.
હેટ સ્ટોરી 3માં રૂપેરી પડદે હોટ સીન અને સીઝલિંગ કેમેસ્ટ્રી બતાવીને જ્યાં ડેઝી શાહ અને ઝરીન ખાન ભલભલાના પરેસાવા છોડાવી દીધા છે ત્યાં જ ડેઝી શાહનું માનીએ તો આ સ્ટોરીમાં હોટ સીન જ નહીં તેણે તગડી એક્ટીંગ પણ કરી છે. અને તેનો રોલ પણ ખૂબ જ દમદાર છે. ડેઝી આ ફિલ્મમાં એક સક્સેસફૂલ બિઝનેસ વુમનના રોલમાં દેખાવાની છે.
તો બીજી તરફ ઝરીન ખાન પણ કહ્યું કે બોલ્ડ સીન કરવા માટે તેની માતાએ તેની સમજવી હતી! ત્યારે હેટ સ્ટોરી 3 સલમાન કનેક્શન શું છે તે વિષે જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં. અને જાણો કેવી રીતે ડેઝી શાહ અને ઝરીને હેટ સ્ટોરી 3માં આગ લગાવે તેવા બોલ્ડ સીન આપવા તૈયાર થઇ...

હું ખાલી શોપીસ માટે નથી :ડેઝી શાહ
હાલમાં એક ઇન્ટરવ્યૂમાં ડેઝી શાહે કહ્યું કે તે હેટ સ્ટોરી 3માં ખાલી એક શોપીસ તરીકે નથી દેખાવાની. આ ફિલ્મમાં તેનો એક સ્ટ્રોંગ રોલ છે. તે એક સફળ બિઝનેસવુમનનો રોલ ભજવી રહી છે. જે પોતાના બિઝનેસ માટે કંઇ પણ કરવા તૈયાર છે.

સલમાને અપાવી ફિલ્મ
ડેઝી કહ્યું કે આ રોલ સીધી રીતે તેની જોડે નહતો આવ્યો. ટીસીરિઝના માલિક ભૂસણ કુમાર જ્યારે સલમાન ખાનને ત્યાં હતા ત્યાં હેટ સ્ટોરી 3નો ટોપિક ચર્ચાયો હતો. અને ભૂસણે સલમાનને આ રોલ માટે ડેઝી કેવી રહેશે તે અંગે પૂછ્યું હતું. અને આ જ રીતે સલમાન ખાનનું નામ આ ફિલ્મ સાથે જોડાયું હતું.

સલમાને મનાવી ડેઝીને
એટલું જ નહીં સલમાન ખાને જ ખુદ ડેઝી શાહને હેટ સ્ટોરી 3માં આવા બોલ્ડ સીન કરવા માટે મનાવી હતી. જો કે સલમાન ખાને તે કહ્યું તે થોડું વિવાદિત હતું.

સલમાન કહ્યું બધા તો કરે છે તો તને શું વાંધો છે!
ડેઝી શાહ જ્યારે કિસિંગ સીન કરવા અંગે અસમંજસ વ્યક્ત કરી તો સલમાન તેને કહ્યું કે દિપીકા, આલિયા, કેટરીના અને કરીના જેવી હિરોઇનો પણ કિસિંગ સીન કરે છે. તો પછી તને તેમાં વાંધો શું છે. અને આ વાત બાદ ડેઝી પણ બોલ્ડ સીન કરવા માટે થઇ ગઇ તૈયાર.

ઝરીન ખાન
તો બીજી તરફ ઝરીન ખાન પણ હેટ સ્ટોરી 3માં અનેક બોલ્ડ સીન આપ્યા. એટલા કે કોઇ માનવા તૈયાર નથી કે આ બેન જ સલમાન ખાનની વીરમાં કામ કર્યું હતું. ત્યારે આવા બોલ્ડ સીન કરવા માટે તે કેવી રીતે તૈયાર થઇ ગઇ તે અમે જાણવાનો પ્રયાસ કર્યો

ઝરીન ખાન- મારી માં મારું સર્વસ્વ.
ઝરીન ખાન કહ્યું કે દુનિયા તેના વિષે શું વિચારે છે તેનાથી તેને કોઇ ફરક નથી પડતો પણ હા તેની માં તેને વિષે શું વિચારે છે તેનાથી તેની ખૂબ જ ફરક પડે છે અને આ માટે જ જ્યારે હેટ સ્ટોરી 3ની સ્ક્રીપ્ટ તેની પાસે આવે ત્યારે બોલ્ડ સીન કરવા કે નહીં તે વિષે તેણે તેની મમ્મીની સલાહ લીધી હતી.

ઝરીન ખાન
ઝરીન ખાન કહ્યું કે તે આ વાત લઇને જેટલી નર્વસ હતી તેટલી તેની મમ્મી આ વાતને લઇને કૂલ હતી. ઝરીનની મમ્મી પણ કહ્યું કે આજકાલ દરેક ફિલ્મોમાં હોય છે કિસિંગ સીન તો પછી તેમાં વાંધો શું છે. અને આ રીતે ઝરીન ખાનને પણ બોલ્ડ સીન કરવા માટે લીલી ઝંડી મળી ગઇ.

ઝરીન ખાન
તો આ રીતે હેટ સ્ટોરી 3ની બન્ને લીડ એકટ્રેસ ઝરીન ખાન અને ડેઝી શાહ રાજી થઇ ગઇ હેટ સ્ટોરી 3માં સિઝલિંગ હોટ અને બોલ્ડ સીન કરવા માટે. અને આમ કરવામાં તેમણે કોઇ કસર નથી છોડી તે વાતની સાબિતી તો તેનું ટેલર પણ આપે છે!
-
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી










Click it and Unblock the Notifications
