Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સલમાનની પાકિસ્તાની એક્સ-ગર્લફ્રેન્ડે જણાવ્યુ કેમ તૂટ્યો 8 વર્ષનો સંબંધ, ધર્મની પણ અફેરમાં હતી ભૂમિકા

હાલમાં જ સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ સોમી અલીએ એક ઈન્ટરવ્યુમાં ફરીથી પોતાના અફેરની વાત કરી છે.

મુંબઈઃ પાકિસ્તાની મૂળની સોમી અલી બૉલિવુડ સુપરસ્ટાર સલમાન ખાન સાથે પોતાના સંબંધને લઈને ઘણી વાર ચર્ચામાં રહી છે. હાલમાં જ સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ સોમી અલીએ ધ ફ્રી પ્રેસ જર્નલને આપેલા ઈન્ટરવ્યુમાં ફરીથી પોતાના અફેરની વાત કરી છે. 90ના દશકમાં ઘણા વર્ષો સુધી સલમાન ખાન સાથે સંબંધમાં રહેલી તેની એક્સ ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી સોમી અલીએ જણાવ્યુ છે કે છેવટે તેમનો સંબંધ કેમ તૂટી ગયો. સોમી અલીએ જણાવ્યુ કે તે સલમાન ખાન સાથે બ્રેકઅપ બાદ યુએસ જતી રહી. સોમી અલીએ ઘણી વાર ખુલાસો કર્યો છે કે સલમાન ખાનની ફિલ્મ મૈને પ્યાર કિયા જોયા બાદ તેણે અભિનેતા સાથે લગ્ન કરવાનુ પ્લાનિંગ કર્યુ હતુ માટે તે ભારત આવી હતી.

8 વર્ષ સુધી એકબીજાને ડેટ કરી ચૂક્યા છે. સોમી અને સલમાન

8 વર્ષ સુધી એકબીજાને ડેટ કરી ચૂક્યા છે. સોમી અને સલમાન

સલમાન અને સોમી અલીએ કથિત રીતે 1991થી 1999 સુધી એકબીજાને ડેટ કર્યા. પોતાના હાલના જ એક ઈન્ટરવ્યુમાં સોમી અલીએ સલમાનના માતા-પિતાની પણ પ્રશંસા કરી છે અને જણાવ્યુ છે કે આ સંબંધમાં તેણે ઘણુ બધુ શીખ્યુ છે. ધ ફ્રી પ્રેસ જર્નલન આપેલા ઈન્ટરવ્યુમાં સોમીએ કહ્યુ કે, 'મે તેમના માતા-પિતા અને પરિવાર પાસેથી ઘણુ બધુ શીખ્યુ છે. મે સલમાન પાસેથી પણ શીખ્યુ છે. છેવટે, કોઈ પણ સંબંધમાં જો તમે ખુશ ના હોય તો અલગ થવુ જ સારુ છે. આ જ હાલત હતી સલમાન અને મારા સંબંધમાં. સલમાન સાથે બ્રેકઅપ બાદ મે પાછો અમેરિકા જવાનો નિર્ણય કર્યો.'

'સલમાનના ઘરવાળા ધર્મમાં બિલકુલ ભેદભાવ નથી કરતા'

'સલમાનના ઘરવાળા ધર્મમાં બિલકુલ ભેદભાવ નથી કરતા'

સોમી અલીએ કહ્યુ, 'મે તેના(સલમાન)ના માતાપિતા પાસેથી જે શીખ્યુ તે અદભૂત છે. તેમનુ ઘર બધાના માટે ખુલ્લુ રહેતુ હતુ, અવારનવાર લોકો ત્યાં આવતા-જતા રહેતા હતા, તે દરેકને દિલ ખોલીને સ્વાગત કરતા હતા, તેમને પ્રેમ આપતા હતા, તેમની મહેમાનગતિ કરતા હતા. કોઈના પણ માટે તેમણે પોતાના ઘરના દરવાજા બંધ નથી કર્યા. બીજો એક મહત્વનો સબક મે એ શીખ્યો કો આપણે સહુ એક જેવા છીએ. તે ધર્મમાં બિલકુલ ભેદભાવ નથી કરતા. તેમણે ધર્મમાં ક્યારેય કોઈ અંતર નથી જોયુ. તેમની પાસેથી શીખવુ ખૂબ જરુરી છે.'

'હું 17 વર્ષની હતી જ્યારે સલમાનને ડેટ કરી રહી હતી...'

'હું 17 વર્ષની હતી જ્યારે સલમાનને ડેટ કરી રહી હતી...'

આ ઈન્ટરવ્યુમાં સોમીએ કહ્યુ કે તેણે 17 વર્ષની ઉંમરમાં સલમાનને ડેટ કરવાનુ શરૂ કરી દીધુ હતુ. સોમીએ સલમાનને ઉદાર પણ કહ્યા અને જાનવરો પ્રત્યે તેમના પ્રેમ માટે તેમની પ્રશંસા પણ કરી. સોમીએ કહ્યુ કે સલમાન ખૂબ જ સારા વ્યક્તિ છે, તેમણે પરોપકારી કાર્યો માટે પણ તેની પ્રશંસા કરી છે. સોમીએ કહ્યુ, 'મૈને પ્યાર કિયા જોયા બાદ હું સલમાન પ્રત્યે આકર્ષિત થઈ અને ભારત આવી કારણકે હું તેમની સાથે લગ્ન કરવા માંગતી હતી. તેના માટે પોતાની ભાવનાઓ વ્યક્ત કર્યાના એક વર્ષ બાદ અમે બંને એક રિલેશનમાં આવી ગયા.'

'મે વિચારી લીધુ હતુ કે લગ્ન સલમાન સાથે જ કરીશ..'

'મે વિચારી લીધુ હતુ કે લગ્ન સલમાન સાથે જ કરીશ..'

સોમીએ એક અન્ય ઈન્ટરવ્યુમાં કહ્યુ હતુ, 'આ વર્ષ 1991ની વાત છે જ્યારે હું 16 વર્ષની હતી. મે સલમાનની ફિલ્મ મૈને પ્યાર કિયા જોઈ અને ખુદને કહ્યુ કે મારે આ છોકરા સાથે લગ્ન કરવા છે. મે મારી માને કહ્યુ કે હું કાલે ભારત જઈ રહી છુ. તેમણે મને રોકી અને ગુસ્સામાં હું મારા રુમમાં જતી રહી પરંતુ હું વિનંતી કરતી રહી કે મારે ભારત જવાનુ છે અને આ છોકરા સલમાન ખાન સાથે લગ્ન કરવાના છે. એ રાતે, મારુ એક સપનુ હતુ કે મારે સલમાન સાથે લગ્ન કરવાના છે.'

'રિલેટીવ્ઝનુ બહાનુ બતાવીને હું આવી ગઈ હતી મુંબઈ...'

'રિલેટીવ્ઝનુ બહાનુ બતાવીને હું આવી ગઈ હતી મુંબઈ...'

સોમીએ આગળ કહ્યુ, 'મારી મા નહોતી માની રહી પરંતુ હું શાંત ન થઈ. મે મારા પિતાજીને ફોન કર્યો. મે તેમને એ ન જણાવ્યુ કે હું ભારત કેમ જવા માંગુ છુ. મે તેમને કહ્યુ કે આપણા મુંબઈમાં સંબંધીઓ છે અને હું તેમને મળવા માંગુ છુ. મે તેમને એ પણ કહ્યુ કે મારુ સૌથી મોટુ સપનુ તાજમહેલ જોવાનુ છે, જેને હું માનુ છુ, મે આજ સુધી જોયુ નથી. હું પાકિસ્તાનમાં પેદા થઈ હતી અને મિયામી જતા પહેલા થોડા વર્ષો ત્યાં રહી હતી માટે મે ત્યાં એક સપ્તાહ વીતાવ્યુ અને પછી ભારત જઈને ફાઈવ સ્ટાર હોટલમાં ચેક કર્યુ. લોકો મજાક ઉડાવતા હતા મારી કારણકે હું એક સ્ટ્રગલિંગ અભિનેત્રી હતી અને એક આલીશાન હોટલમાં રહેતી હતી.'

સલમાન સાથે ન આવી શકી સોમી અલીની ફિલ્મ

સલમાન સાથે ન આવી શકી સોમી અલીની ફિલ્મ

સોમી અલીએ સલમાન સાથે એક ફિલ્મનુ શૂટિંગ પણ કર્યુ હતુ પરંતુ તે ફિલ્મ છેવટે ક્યારેય રિલીઝ થઈ શકી નહિ. બૉલિવુડના પોતાના 8થી 9 વર્ષમાં સોમી અલીએ મિથુન ચક્રવર્તી સાથે કૃષ્ણ અવતાર, સૈફ અલી ખાન સાથે યાર ગદ્દાર અને સુનીલ શેટ્ટી સાથે અંત જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X