સલમાને સરબજીતના મોત અંગે દુઃખ વ્યક્ત કર્યો
મુંબઈ, 2 મે : બૉલીવુડ અભિનેતા સલમાન ખાને પાકિસ્તાનમાં ભારતીય કૈદી સરબજીત સિંહના મોત અંગે દુઃખ વ્યક્ત કર્યો છે. સલમાને 2012માં સરબજીતનો છોડી મૂકવાની માંગણી કરતાં તેના માટે ઑનલાઇન ઝુંબેશ પણ શરૂ કરી હતી.

સલમાન ખાને ટ્વિટર પર લખ્યું - આશા છે કે સરબજીતનો પાર્થિવ દેહ તેના પરિવારને સોંપાશે. આપણે સૌએ પ્રયત્નો તો કર્યાં, પણ તે પુરતાં નહોતાં. તેમના આત્માને શાંતિ મળે. ઈશ્વર તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.
ગત વર્ષે સલમાન ખાને પોતાના ફૅન્સ અને પ્રજાને સરબજીતના ઝુટકારા માટે પાકિસ્તાન સરકારને ઑનલાઇન અરજી મોકલવાની ઝુંબેશમાં ભાગ લેવાનો આગ્રહ કર્યો હતો. સરબજીત ઉપર ગત 26મી એપ્રિલના રોજ જેલમાં હુમલો થયો હતો અને ગઈકાલે રાત્રે તેમનું મોત થઈ ગયું.












Click it and Unblock the Notifications
