શૅડ ન્યુઝ ફૉર ફૅન્સ : આ વર્ષે ‘નો સલમાન ખાન’
મુંબઈ, 7 એપ્રિલ : સલમાન ખાનના ફૅન્સ માટે માઠાં સમાચાર છે, કારણ કે વર્ષ 2013માં સલમાનની કોઈ ફિલ્મ રૂપેરી પડદે રિલીઝ નહીં થાય. આ વર્ષે સલમાનની બે ફિલ્મો મેંટલ તથા નો એન્ટ્રીની સિક્વલ રિલીઝ થવાની હતી, પરંતુ સલમાન આરોગ્ય તથા હિટ એન્ડ રન કેસ તથા કાળિયાર પ્રકરણના કેસના પગલે થોડોક આરામ કરી રહ્યાં છે અને તમામ ફિલ્મોનું શૂટિંગ ટાળી રાખ્યું છે.

મેંટલના નિર્માતા અને સલમાનના ભાઈ સોહેલ ખાન પણ નથી ઇચ્છતા કે સલમાન ખાન પોતાના આરોગ્ય સાથે કોઈ પણ પ્રકારની સમજૂતી કરે. તેમને પોતાની ફિલ્મ કરતાં ભાઈની ચિંતા વધુ છે. તેથી તેમણે કહ્યું છે કે સલમાન સાજા થઈ ગયા બાદ જ શૂટિંગ શરૂ કરાશે. તેથી હવે મેંટલ ફિલ્મ ઈદ અથવા 2જી ઑક્ટોબરે રિલીઝ થવાની શક્યતા નહિંવત લાગે છે.
જોકે આશા સેવાઈ રહી છે કે જો કોઈ ચમત્કાર થઈ જાય, તો કદાચ સલમાનની કોઈ ફિલ્મ રિલીઝ થઈ પણ જાય, પરંતુ ફૅન્સ પણ ઇચ્છે છે કે સલમાન આરોગ્યનું જોખમ ન ઉપાડે અને પુરતું આરામ કરે.












Click it and Unblock the Notifications
