‘હું તો ખાન બનાવવા માંગતો હતો, પણ તમે કપૂરની પસંદગી કરી...’

મુંબઈ, 20 નવેમ્બર : હા જી, આ જ શબ્દો હતા સલમાન ખાનના કૅટરીના કૈફ માટે કે જ્યારે અર્પિતાના લગ્નના દિવસે પાર્ટી દરમિયાન તેમણે કૅટને સ્ટેજ પર બોલાવી.

સલમાન ખાને પહેલા તો કૅટરીનાને કૈફ કહીનેજ સંબોધિત કરી, પણ જ્યારે કૅટ છુપાવા લાગ્યાં, તો સલમાને તેમને કૅટરીના કપૂર કહી બોલાવી અને પછી તો કૅટરીના શરમના માર્યા પાણી-પાણી થઈ ગયાં અને સ્ટેજ પર આવી જ ગયાં.

થયું કંઇક એમ કે સલમાનના બહેન અર્પિતા ખાનના લગ્નના દિવસે પાર્ટી યોજવામાં આવી હતી. તે દરમિયાન જ જ્યારે ચિકની ચમેલી ગીત વાગવા લાગ્યું, તો સલમાને કૅટને સ્ટેજ પર બોલાવી. કૅટ તે વખતે કરણ જૌહરની પાછળ સંતાવા લાગ્યાં, પણ સલમાને પછી તેમની ખેંચતા કરણ જૌહરને કહ્યું કે કરણ આપ કૅટને લઈ સ્ટેજ પર આવી જાઓ.

આમ છતાં કૅટ સ્ટેજ પર ન પહોંચ્યાં. સલમાને પણ હાર ન માની અને ફરીથી કહ્યું - અચ્છા કૅટરીના કૈફ નહીં, કૅટરીના કપૂર સ્ટેજ પર આ જાઇએ. હવે તો કૅટરીનાએ સ્ટેજ પર આવવું જ પડ્યું અને ત્યારે સલમાને વધુ એક તીર છોડતાં કહ્યું - અબ મૈં ક્યા કરૂં. મૈંને તો આપકો કૅટરીના ખાન બનને કા મૌકા દિયા થા,લેકિન આપને કૅટરીના કપૂર ચુના.

-salman-kat-8
જોકે એક વાત માનવી પડશે કે બીજાની ખેંચવામાં સલમાનનો કોઈ જવાબ નથી. એક તરફ અર્પિતા ખાન અને આયુષના લગ્ન હતાં અને બહેનને વિદાય કરવા જેવો પ્રસંગ હતો, તો બીજી બાજુ સલમાન હળવા મૂડમાં રહ્યાં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X