સલમાનને બર્થ ડે ગિફ્ટ, કોર્ટમાં હાજરીમાંથી મુક્તિ

મુંબઈ, 27 ડિસેમ્બર : સલમાન ખાનના જન્મ દિવસે ગુરુવારે આખરે તેમનો ભાગ્ય કામ કરી ગયો. બાંદ્રાની મેટ્રોપૉલિટન અદાલતે સલમાનને હિટ એન્ડ રન કેસમાં અંગત રીતે હાજર રહેવામાંથી મુક્તિ આપી દીધી છે. આજે તેમને હાજર થવાનુ હતું કે જેમાં તેઓ નહીં, પણ અર્જી લઈને તેમના વકીલ પહોંચ્યા હતાં. કોર્ટે સલમાનને અંગત રીતે હાજર રહેવામાંથી મુક્તિ આપી દીધી છે. સલમાન માટે કોર્ટમાંથી મળેલી આ રાહત સૌથી મોટી બર્થ ડે ગિફ્ટ સાબિત થઈ છે.

Salman Khan

બાંદ્રા કોર્ટમાં 47 વર્ષીય સલમાનના વકીલ દીપેશ મહેતાએ ગુરુવારે સવારે અરજી આપી. જજના આદેશ બાદ મહેતાએ જણાવ્યું કે મુંબઈ હાઈકોર્ટ તરફથી અગાઉ જ સલમાનને વ્યક્તિગત રીતે હાજરી આપવામાંથી મુક્તિ મળી ચુકી હતી. હવે બાંદ્રા કોર્ટમાંથી પણ આ રાહત મળી ગઈ છે. મહેતાએ જણાવ્યું કે સલમાન વિરુદ્ધ ફરિયાદ ક્રાઇમ પ્રોસેસ કોડમાં વિચારવા લાયક પણ નથી રહી. તેનો હવે કોઈ આધાર નથી.

સાચુ કહીએ તો આજે સલમાન ખાન માટે તેવા લોકોની દુઆઓ કામ કરી ગઈ કે જે લોકોની મદદ સલમાનની સંસ્થા બીંગ હ્યૂમને કરી છે. સલમાનને આજે લાખો લોકોએ ટ્વિટર ઉપર શુભેચ્છાઓ આપી. મુંબઈની ફિલ્મ સિટી ખાતે પણ સલમાનના જન્મ દિવસે આયોજન કરાયુ હતું. લોકોએ કેક કાપી બર્થ ડેની ઉજવણી કરી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X