સલમાન ખાન બનશે પિતા, લઈ રહ્યા છે સરોગસીનો સહારો
સલમાન ખાન બનશે પિતા, લઈ રહ્યા છે સરોગસીનો સહારો
સલમાન ખાન પોતાની જિંદગીમાં હવે એક નવા વળાંક પર પગલું માંડવા જઈ રહ્યા છે. ગપશપ ગલીઓમાં ચર્ચા થઈ રહી છે કે સલમાન ખાને પણ આખરે પિતા બનવાનો ફેસલો કરી લીધો છે. કેટલાક રિપોર્ટ્સનું માનીએ તો સલમાન ખાન સરોગસીના માધ્યમથી પિતા બનવા માટે તૈયાર છે. ઉલ્લેખનીય છે કે સલમાન ખાનના લગ્નને લઈ રોજ અફવાઓ ઉડતી રહે છે. પરંતુ હવે તો આ નક્કી થઈ જ ગયું છે કે તેઓ લગ્ન નહિ કરે. સલમાન ખાન વિશે તેમની નજીકના લોકો પણ માને છે કે તેઓ માત્ર પિતા બનવા માટે લગ્ન કરશે. પરંતુ હવે સલમાન ખાન લગ્ન કર્યા વિના જ પિતા બનવાની તૈયાર શરૂ કરી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે શાહરુખ ખાન, કરણ જૌહર, એકતા કપૂર, તુષાર કપૂર તમામે સરોગસીનો સહારો લીધો છે.

સલમાને લીધો સરોગસીનો સહારો
હવે સલમાન ખાન પણ સરોગસીનો સહારો લઈ પોતાના બાળકને ખાન પરિવારનો ભાગ બનાવવાની તૈયારીમાં છે. આમપણ સલાનને બાળકો બહુ પસંદ છે. તે હંમેશા સેટ પર પોતાના ખાલી સમય બાળકો સાથે જ વિતાવતા જોવા મળે છે. સલમાન ખાનને તેમના આખા કરિયરમાં એક જ નેશનલ અવોર્ડ મળ્યો છે. બાળકોની ફિલ્મ ચિલ્લર પાર્ટી પ્રોડ્યૂસ કરવા માટે.

સાત ફેરા લેશે
જ્યાં સુધી સલમાન ખાન અને લૂલિયાના રિલેશનની વાત રહી તો આ વિશે કોઈ વધુ વાત કરવા નથી માંગતું. પરંતુ લોકોને લાગે છે કે સલમાન લૂલિયા સાથે જ સાત ફેરા લેશે.

હંમેશા લગ્ન ટાળી મૂકે છે
સલમાન ખાનને જ્યારે પણ લગ્ન વિશે પૂછવામાં આવે છે તો તેઓ કંઈકને કંઈક કહીને ટાળી દે છે. ફરીથી તેમણે એમ કહી નાખ્યું હતું કે દર વર્ષે 18 નવેમ્બરે મારા લગ્ન થવાના છે. હવે સલમાન ખાનના લગ્ન અને ગર્લફ્રેન્ડ વિશે ખ્યાલ કેટલો નેક છે, જાણો અહીં..

અભી તો મેં જવાન હું
સલમાન ખાને કહ્યું કે ભારતમાં 50ની ઉંમરમાં બાળક પેદા કરવા કોઈ મુશ્કેલ કામ નથી. તો પછી તેઓ બાળકો અડોપ્ટ કેમ કરે.

પ્યારમાં શરમ
લૂલિયા અને સલમાન ખાન વિશે જે કોઈપણ વધામણી આપી રહ્યા છે તેનાથી સલમાન ખાનને ભારે શરમ આવે છે અને આ કારણે જ તેમને પસંદ કરવામાં નથી આવી રહ્યા કે લોકો તેમના રિલેશનશિપ પર વધામણી આપે.

કિસ કરવામાં શરમ
સલમાનને પૂછવામાં આવ્યું કે કિસ કરવામાં આટલા કેમ શરમાઓ છો. સલમાને કહ્યું કે શરમની વાત નથી, મને આની જરૂરત નથી જણાવી. જ્યારે કિસ કર્યા વિના જ બધો રોમાંસ દેખાડી શકાય તો કિસની શું જરૂરત છે.

વિશ્વાસનીય નથી
સલમાન ખાને કહ્યું કે હું લોયલ નથી, મતલબ કે મારા પર કાંઈ ભરોસો ન કરી શકાય. આ જ કારણ છે કે સલમાન ખાનને કમિટમેન્ટથી આટલો ડર લાગે છે.

પબ્લિક રોમાન્સ પસંદ નથી
સલમાને આગળ કહ્યું કે મને પબ્લિકમાં રોમાંસ કરતા નથી આવડતું. હું મારી ગર્લફ્રેન્ડનો હાથ પણ નથી પકડી શકતો. મારા ઘમરાં આવું ક્યારેય નથી થયું, મારા પિતાએ આવું ક્યારેય નથી કર્યું.

ડિનર પર જવું પસંદ નથી
સલમાન ખાને કહ્યું કે તેમને ડેટ અથવા ડિનર પર જવું પસંદ નથી. તેમને પસંદ નથી આવતું કે તેઓ ખાવાનું ખાતા રહે અને લોકો તેમની તસવીરો ખેંચ્યા કરે.

કેન્ડલ લાઈટ ડિનર
કેન્ડલ લાઈટ ડિનર તો બેકાર ચીજ છે. બે મીણબતીમાં ખાવાનું કેવી રીતે દેખાશે. હવે આવામાં વધુ સમસ્યા થઈ જાય છે. ન ભોજન દેખાય કે ન માણસ. કેન્ડલ લાઈટ ડિનર પર વાત શરૂ થશે અને લગ્ન સુધી પહોંચી જશે. અને તે હંમેશા લડાઈ પર જ ખતમ થાય છે. બે વખત કેંડલ લાઈટ ડિનર કર્યું અને બંને વાર આવું જ થયું. સલમાન ખાને કહ્યું કે રોમાંસ બહુ પર્સનલ ચીજ હોય છે. જે કામ તમે ઘર પર મા-બાપની સામે નથી કરી શકતા તે પબ્લિક સામે કેવી રીતે કરી લો છો.
-
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત






Click it and Unblock the Notifications
