મુંબઈ એરપોર્ટ પર સલમાન ખાનનો તમાશો, ના ચાલી ભાઈગીરી...

સલમાન ખાન અને વિવાદ સાથે સાથે ચાલે છે કારણકે ભાઈને ભાઈગીરી પસંદ છે. પરંતુ બધાને ભાઈની ભાઈગીરી પસંદ ના હોઈ શકે અને તે જ થયું મુંબઈ એરપોર્ટ પર. ખરેખરમાં સલમાન ખાનને કોઈક ઇવેન્ટ માટે મુંબઈ થી દિલ્હી જવાનું હતું. વિસ્તારા એરલાઈને તેમની ટિકિટ બૂક કરી હતી. તેમની ફ્લાઈટ હતી 1.30 વાગ્યે.

હવે એવું નહતું કે ભાઈ મોડા આવ્યા હતા. સલમાન ખાન બિલકુલ સમયસર આવી ગયા હતા. પરંતુ સલમાન ખાનનું વીઆઈપી વેઈટિંગ રૂમમાં આરામ કરવાનું મન થયું. સલમાન ખાન વીઆઈપી વેઈટિંગ રૂમમાં આરામ કરવા પહોંચી ગયા. સલમાન ખાનના નામની બોર્ડિંગ એનાઉન્સમેન્ટ ઘણીવાર કરવામાં આવી. પરંતુ સલમાન ખાન ત્યાંથી હલ્યા પણ નહીં.

salman khan

આખરે ઘણા સમય બાદ સલમાન ખાનનું મન થયું કે હવે ફ્લાઈટમાં બેસવામાં આવે. પરંતુ એરલાઈન સ્ટાફે તેમની બોર્ડિંગ કરવાની સાફ ના પાડી દીધી. સલમાન ખાન આ વાતથી ખૂબ જ ગુસ્સે થાય. પરંતુ એરલાઈન પોતાના નિયમ મુજબ જ ચાલ્યા. તેમને સલમાન ખાનને ફ્લાઈટમાં ચડવાથી રોકી દીધા.

સલમાન ખાનના સ્ટાફ અને એરલાઈન સ્ટાફ વચ્ચે ઘણો ઝગડો પણ થયો. પરંતુ ભાઈની ભાઈગીરી એરલાઈન સ્ટાફ આગળ ના ચાલી. તાજા ખબરોનું માન્યે તો જેટ એરવેઝની બીજી ફ્લાઈટથી સલમાન ખાનની દિલ્હીની ટિકિટ બૂક કરવામાં આવી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X