હિટ એન્ડ રન કેસ : મીડિયાને ભાંડતાં સલમાન, કર્યો બદનક્ષીનો દાવો!
મુંબઈ, 25 સપ્ટેમ્બર : સલમાન ખાનનો હિટ એન્ડ રન કેસ ગુંચવાતો જ જાય છે. આ કેસમાં એક પછી એક નવી વાતો જોડાતી જાય છે. સામાજિક કાર્યકર સંતોષ દાંડેકરે આ કેસ અંગે મુંબઈની સેશન કોર્ટમાં અરજી દાખલ કરી કહ્યું છે કે આ કેસમાં તેમને (સંતોષને) પણ દખલ આપવાની મંજૂરી આપવામાં આવે.

સંતોષ દાંડેકરે વધુ એક અરજી દાખલ કરી છે કે સલમાનના આ કેસને મેજિસ્ટ્રેટની અદાલતમાંથી ટ્રાંસફર કરી સત્ર અદાલતમાં મોકલવામાં આવે, પણ સત્ર અદાલતના ન્યાયમૂર્તિ એસ. ડી. દેશપાન્ડે આ અરજી ફગાવી દીધી છે. ન્યાયમૂર્તિએ કહ્યું છે કે સંતોષ દાંડેકર નથી આ કેસ સાથે કોઈ પણ રીતે જોડાયેલા અને નથી તેમનું કોઈ પણ કનેક્શન. તેથી તેઓ આ કેસમાં કોઈ પણ રીતે દખલ ન કરી શકે. આ કેસમાં માત્ર તેવા લોકો જ દખલ આપી શકે કે જેઓ અસરગ્રસ્ત થયાં હોય કે તેમણે ફરિયાદ નોંધાવી હોય, પરંતુ સંતોષ તેવી કોઈ પણ શ્રેણીમાં નથી આવતાં. તેથી તેઓ આ કેસમાં કોઈ પણ જાતનો હસ્તક્ષેપ ન કરી શકે. સાથે જ દેશપાન્ડેએ એમ પણ જણાવ્યું કે આ કેસને તેઓ બીજી કોઈ અદાલતમાં ટ્રાંસફર પણ નહીં કરી શકે.
બીજીબાજુ સલમાન ખાને અરજી દાખલ કરી છે કે મીડિયા સુધી તેમના હિટ એન્ડ રન કેસ અંગે તમામ સાચી વિગતો આપવામાં આવે, કારણ કે કેટલાંક મીડિયાવાળાઓએ ખોટું રિપોર્ટિંગ કર્યું છે અને ખોટી વિગતો લોકો સુધી પહોંચાડી છે. આ વાત અંગે સલમાન ખાને કેટલાંક મીડિયાવાળાઓ વિરુદ્ધ બદનક્ષીનો દાવો પણ કર્યોં છે. સલમાન ખાન કહે છે કે આવા મીડિયાવાળાઓએ સાચી માહિતી એકઠી કર્યા બાદ જ સમાચારો લોકો સુધી પહોંચાડવા જોઇએ.












Click it and Unblock the Notifications
