For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હિટ એન્ડ રન કેસની સુનાવણી ટળી, સલમાનને રાહત

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 8 એપ્રિલ : ફરી એક વાર અભિનેતા સલમાન ખાનના બહુચર્ચિત હિટ એન્ડ રન કેસની સુનાવણી કોર્ટે ટાળી દીધી છે. આ કેસની આગામી સુનાવણી હવે 29મી એપ્રિલના રોજ થશે. સુનાવણી ટળવાનું કારણ પુનઃ એક વાર જજની રજા બન્યું છે.

salman

આ અગાઉ પણ બૉલીવુડના દબંગ સલમાન ખાનને જજ રજા ઉપર હોવાના પગલે રાહત મળી ચકી છે. આજે આ કેસમાં મુંબઈના સેશન કોર્ટના જજ રજા ઉપર હતાં કે જેના કારણે અદાલતની કાર્યવાહી આગળ ધપી શકી નહીં અને સલમાન ખાનને વધુ વીસ દિવસ રાહત મળી ગઈ છે.

નોંધનીય છે કે 28મી સપ્ટેમ્બર, 2002ના રોજ સલમાનની પુરઝડપે આવતી લૅન્ડ ક્રૂઝર કારે બાન્દ્રામાં ફુટપાથ પર સુઈ રહેલા 5 મજૂરોને કચડી નાંખી હતી. આ અકસ્માતમાં એક મજૂરનું મોત થઈ ગયુ હતું. શરુઆતમાં સલમાન ખાન ઉપર માત્ર બેદરકારીપૂર્વક કાર ડ્રાઇવિંગનો કેસ ચાલ્યો હતો, પરંતુ પછી બાંદ્રા કોર્ટે સાક્ષીઓના નિવેદનોના આધારે સલમાન ખાન સામે બિનઇરાદાપૂર્વક હત્યા હેઠળ કેસ ચલાવવાનો આદેશ કર્યો હતો. આ કેસમાં સલમાન ખાન અગાઉ પણ જેલ જઈ ચુક્યાં છે અને હવે જો સલમાન સામે આરોપો નક્કી થાય અને બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગના કેસમાં 2 વરસ સુધીની તથા બિનઇરાદાપૂર્વક હત્યા હેઠળ 10 વરસ સુધીની સજા થઈ શકે છે.

English summary
Big News coming from Bollywood, Salman Khan's hit-and-run case hearing postponed till April 29.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X