For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વીડિયોઃ સલમાને લખ્યુ ‘રેસ 3’ માટે ગીત, લોકોએ કહ્યુ ‘ઢીંચાક પૂજા જેવુ છે’

સલમાન ખાન ઈદના પર્વ પર પોતાની નવી ફિલ્મ ‘રેસ 3' લઈને આવી રહ્યા છે. ફિલ્મને રિલીઝ થવામાં હજુ થોડો સમય બાકી છે પરંતુ ટ્રોલર્સના નિશાન પર આ ફિલ્મ બહુ પહેલાથી આવી ગઈ છે.

|
Google Oneindia Gujarati News

સલમાન ખાન ઈદના પર્વ પર પોતાની નવી ફિલ્મ 'રેસ 3' લઈને આવી રહ્યા છે. આ ફિલ્મમાં તેમની સાથે અનિલ કપૂર, જૈકલીન ફર્નાન્ડિસ, ડેઈઝી શાહ અને બૉબી દેઓલ છે. ફિલ્મને રિલીઝ થવામાં હજુ થોડો સમય બાકી છે પરંતુ ટ્રોલર્સના નિશાન પર આ ફિલ્મ બહુ પહેલાથી આવી ગઈ છે. આ પહેલા ટ્રેલર માટે તો હવે ફિલ્મના નવા ગીત સેલ્ફિશ માટે લોકો મજાક બનાવી રહ્યા છે. લોકોનું કહેવુ છે કે આનાથી બકવાસ ગીત તેમણે આજ સુધી નથી સાંભળ્યુ.

ડાયલૉગ બાદ હવે ગીત નિશાન પર

ડાયલૉગ બાદ હવે ગીત નિશાન પર

સલમાન ખાનની નવી ફિલ્મ ‘રેસ 3' આ ઈદ પર રિલીઝ થવાની છે. રિલીઝ પહેલા જ ફિલ્મનું ટ્રેલર અને ડાયલૉગ્ઝ સોશિયલ મીડિયા પર હિટ થઈ ગયા છે. ફિલ્મમાં ડેઈઝી શાહ દ્વારા બોલાયેલ ડાયલૉગ, "આર બિઝનેસ ઈઝ આર બિઝનેસ, નન ઑફ યૉર બિઝનેસ." પહેલેથી જ ટ્રોલર્સના નિશાન પર છે. સોશિયલ મીડિયા યુઝર્સે આ ડાયલૉગ પર મીમ્સ પણ ઘણા બનાવ્યા છે. હવે ફિલ્મનું હાલમાં જ રિલીઝ થયેલુ ગીત ‘સેલ્ફિશ' પણ ટ્રોલિંગ આર્મીના નિશાન પર આવી ગયુ છે.

સદીનું સૌથી ખરાબ ગીત ગણાવ્યુ

સદીનું સૌથી ખરાબ ગીત ગણાવ્યુ

‘સેલ્ફિશ' ગીતને બીજા કોઈએ નહિ પરંતુ સલમાન ખાને પોતે જ ગાયુ છે. પોતાના અભિનયની સાથે સાથે ગાયકિનો જલવો તો સલમાન ઘણી વાર બતાવી ચૂક્યા છે પરંતુ આ પહેલી વાર છે જ્યારે તેમણે ગીતકારનો રોલ નિભાવ્યો હોય. ગીતના બોલ છે, ‘એક બાર બેબી સેલ્ફિશ હોકે અપને લિયે જિયો ના.' આ ગીતના બોલ પર સોશિયલ મીડિયા યુઝર્સે ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ છે. સોશિયલ મીડિયા યુઝર્સનું કહેવુ છે કે આ ગીત સદીનું સૌથી બકવાસ ગીત છે.

ઢીંચાક પૂજાથી ગીતની તુલના

ઢીંચાક પૂજાથી ગીતની તુલના

સોશિયલ મીડિયા યુઝર્સે તો આના બોલની તુલના ઈન્ટરનેટ સેન્સેશન ઢીંચાક પૂજાના ગીત સાથે કરી દીધી છે. એક યુઝર્સે તો લખ્યુ છે, "હું તમારો બહુ મોટો ફેન છુ સલમાન પરંતુ આ ગીત સાંભળીને એવુ લાગે છે કે સ્ટારડમનો ખોટો ઉપયોગ થઈ રહ્યો છે અને ઑડિયન્સ પર અત્યાચાર." વળી, એક યુઝર્સે લખ્યુ, "જ્યારે ફિલ્મનું બજેટ સારુ હતુ તો અક ગીતકાર લઈ આવતા." જુઓ સલમાનના લખેલા ગીતને મળ્યા કેવા કેવા પ્રતિભાવ-

English summary
salman khan jacqueline fernandez new song selfish from race 3 trolled on social media for its lyrics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X